ગુરુવાર, 26 એપ્રિલ, 2012

જનરલ નોલેજ 50 સવાલ-જવાબ ભાગ-3


101 ‘રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? Ans:
રમણલાલ નીલકંઠ
102 ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન
વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ
વધારો જોવા મળ્યો છે? Ans: નીલ ગાય
103 ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર
‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? Ans: રાજકોટ
અને વડોદરા
104 ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું
છે ? Ans: વડોદરા
105 ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે
ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans:
ગોપનાથ
106 ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ?
Ans: જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે
107 રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે?
Ans: જૂનાગઢ
108 રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે?
Ans: નરસિંહ મહેતા
109 મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત
બન્યા? Ans: ગાફિલ
110 ખેડબ્રહ્મા, ઈડર અને
શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય
છે? Ans: આરાસુરની ટેકરીઓ
111 ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે
ઓળખાય છે ? Ans: નાઘેર
112 સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું
નૃત્ય કયું છે ? Ans: ગોફ ગુંથન
113 ‘અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે
મળીને લખેલી છે? Ans: જયોતિન્દ્ર દવે અને
ધનસુખલાલ મહેતા
114 ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને
‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? Ans:
સલીમઅલી
115 ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે?
Ans: ૬૭ સેમી
116 કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન
કયા જિલ્લામાં છે ? Ans: તાપી

117 ખંભાતના અકીક ઉદ્યોગને
કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ?
Ans: રાજપીપળાના ડુંગરોની
118 કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું
કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલ મુનશી
119 ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે
ઓળખાતું હતું? Ans: સુરત
120 ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ
હતા ? Ans: રણજિતરામ વાવાભાઇ
121 સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ
મુનશીનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ
122 ગુજરાતના કયા રમતવીરનું નામ
વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ
નાણાવટી
123 છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને
ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans:
હરગોવિંદદાસ કાંટાવાલા
124 હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ
ગણાતી મીરાદાતારની દરગાહ
ગુજરાતમાં કયાં આવેલી છે ? Ans: ઉનાવા
125 કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને
ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans:
નિશીથ
126 કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને
જાણીતી સંસ્થા કઇ છે? Ans: શ્રી એલ.એ. શાહ
લૉ કૉલેજ-અમદાવાદ
127 ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન
વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે
છે ? Ans: સિરવણ
128 ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે
ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ
129 ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? Ans:
સુકાની
130 શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે
૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું
આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર
131 ટીપ્પણી નૃત્ય કઇ પ્રજાતિ સાથે સંકળાયેલું છે?
Ans: ભીલ અને કોળી
132 અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર
ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans:
અપર્ણા પોપટ
133 ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજનાનું
નામ જણાવો. Ans: સરદાર સરોવર
નર્મદા યોજના
134 C.E.E.નું પૂરું નામ જણાવો. Ans: સેન્ટર ફોર
એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)
135 ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’
એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ? Ans: ભાલણ
136 સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ
પ્રત્યે પ્રીતિ હતી? Ans: જૈન ધર્મ
137 ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત
કયાંથી થાય છે? Ans: મૌર્ય કાળથી
138 ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન
કયા વિસ્તારમાં થાય છે ? Ans: સૌરાષ્ટ્ર
139 લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર
તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?
Ans: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
140 ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ
રહ્યું? Ans: ૧૩૭ વર્ષ
141 ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન
હતું? Ans: દીવ
142 કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક
સ્થળ આવેલું છે ? Ans: નગીનાવાડી

143 ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ?
Ans: ગોરખનાથ-ગિરનાર
144 ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ
રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans:
કુમાર
145 કયા મહારાષ્ટ્રીયન કવિએ
ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ?
Ans: બાપુસાહેબ ગાયકવાડ
146 ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને
સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે?
Ans: ૧૧૫૩ ચો. કિ.મી.
147 ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક
નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું
છે ? Ans: કચ્છ
148 ગુજરાતમાં જામનગર નજીક સૈનિક
શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી
149 સૌરાષ્ટ્રના ભરવાડ
કોમના લોકો કયો રાસ લે છે? Ans: હુડારાસ
150 કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે
સ્થાપેલી લોકભારતી-
સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? Ans:
ભાવનગર