શનિવાર, 28 એપ્રિલ, 2012

કહેવતો

૧. બોલે તેના બોર વહેચાય
૨. ના બોલવામાં નવ ગુણ
૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન
૪. ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે
૫. સંપ ત્યાં જંપ
૬. બકરું કઢતા ઉંટ પેઠું
૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં
૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય
૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો
૧૦. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે
૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો
૧૨. ખાલી ચણો વાગે ઘણો
૧૩. પારકી મા જ કાન વિંધે
૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન
પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી
૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય
૧૬. દૂરથી ડુંગર રળિયામણાં
૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે
૧૮. શેરને માથે સવાશેર
૧૯. શેઠની શીખામણ જાંપા સુધી
૨૦. હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને
પાછો આવ્યો
૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં
૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ
૨૩. રામ રાખે તેને કોણ ચાખે
૨૪. ઊંટના અઢાર વાંકા
૨૫. ઝાઝા હાથ રળીયામણાં
૨૬. કીડીને કણ ને હાથીને મણ
૨૭. સંગર્યો સાપ પણ કામનો
૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
૨૯. નાચ ન જાને આંગન ટેઢા
૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે
૩૧. ચેતતા નર સદા સુખી
૩૨. સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો
૩૩. વાડ થઈને ચીભડાં ગળે
૩૪. ઉતાવળે આંબા ન પાકે
૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા
૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે
૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે
૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ
૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને
વાંકી જ
૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ
બારણાં માં
૪૧. દુકાળમાં અધિક માસ
૪૨. એક સાંધતા તેર તૂટે
૪૩. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં
૪૪. મા તે મા, બીજા વગડાનાં વા
૪૫. ધીરજનાં ફળ મીઠાં
૪૬. માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું
૪૭. કૂવામાં હોય તો હવાડામાં આવે
૪૮. સો સોનાર કી એક લૂહાર કી
૪૯. રાજા ને ગમે તે રાણી
૫૦. કાગનું બેસવુ અને ડાળનું પડવું
૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા
૫૨. ગાંડાના ગામ ન હોય
૫૩. સુકા ભેગુ લીલુ બળે
૫૪. બાવાનાં બેવુ બગડે
૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન
જવાય
૫૬. વાવો તેવું લણો
૫૭. શેતાનું નામ લીધુ શેતાન હાજર
૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી
૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે
૬૦. સંગ તેવો રંગ
૬૧. બાંધી મુઠી લાખની
૬૨. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ
૬૩. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ
૬૪. લાલો લાભ વિના ન લૂટે
૬૫. હિમ્મતે મર્દા તો મદદે ખુદા
૬૬. પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી
૬૭. છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી
૬૮. ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો
૬૯. ધરમની ગાયનાં દાંત ન જોવાય
૭૦. હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો
૭૧. સીધુ જાય અને યજમાન રીસાય
૭૨. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો
૭૩. હસે તેનું ઘર વસે
૭૪. બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના
૭૫. ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે
૭૬. ભેંસ આગળ ભાગવત
૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો
૭૮. રાત થોડી ને વેશ ઝાઝા
૭૯. ના મામા કરતાં કાણો મામો સારો
૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે
૮૧. મન હોય તો માંડવે જવાય
૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે
૮૩. પારકી આશ સદા નીરાશ
૮૪. ઘરકી મૂર્ઘી દાલ બરાબર
૮૫. બાર વર્ષે બાવો બાલ્યો
૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા
૮૭. ભાવતુ હતુ ને વૈદે કીધુ
૮૮. જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે
૮૯. નામ મોટા દર્શન ખોટા
૯૦. લાતો ના ભૂત વાતોથી ન માને
૯૧. ગા વાળે તે ગોવાળ
૯૨. બાંધે એની તલવાર
૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા
૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા
૯૫. મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ
૯૬. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
૯૭. આંધળામાં કાણો રાજા
૯૮. ઈદ પછી રોજા
૯૯. ખાડો ખોદે તે પડે
૧૦૦. ક્યાં રાજા ભોજ , ક્યાં ગંગુ તૈલી
૧૦૧. નમે તે સૌને ગમ

ગુરુવાર, 26 એપ્રિલ, 2012

જનરલ નોલેજ 50 સવાલ-જવાબ ભાગ-3


101 ‘રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? Ans:
રમણલાલ નીલકંઠ
102 ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન
વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ
વધારો જોવા મળ્યો છે? Ans: નીલ ગાય
103 ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર
‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? Ans: રાજકોટ
અને વડોદરા
104 ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું
છે ? Ans: વડોદરા
105 ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે
ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans:
ગોપનાથ
106 ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ?
Ans: જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે
107 રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે?
Ans: જૂનાગઢ
108 રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે?
Ans: નરસિંહ મહેતા
109 મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત
બન્યા? Ans: ગાફિલ
110 ખેડબ્રહ્મા, ઈડર અને
શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય
છે? Ans: આરાસુરની ટેકરીઓ
111 ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે
ઓળખાય છે ? Ans: નાઘેર
112 સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું
નૃત્ય કયું છે ? Ans: ગોફ ગુંથન
113 ‘અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે
મળીને લખેલી છે? Ans: જયોતિન્દ્ર દવે અને
ધનસુખલાલ મહેતા
114 ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને
‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? Ans:
સલીમઅલી
115 ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે?
Ans: ૬૭ સેમી
116 કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન
કયા જિલ્લામાં છે ? Ans: તાપી

117 ખંભાતના અકીક ઉદ્યોગને
કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ?
Ans: રાજપીપળાના ડુંગરોની
118 કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું
કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલ મુનશી
119 ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે
ઓળખાતું હતું? Ans: સુરત
120 ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ
હતા ? Ans: રણજિતરામ વાવાભાઇ
121 સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ
મુનશીનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ
122 ગુજરાતના કયા રમતવીરનું નામ
વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ
નાણાવટી
123 છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને
ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans:
હરગોવિંદદાસ કાંટાવાલા
124 હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ
ગણાતી મીરાદાતારની દરગાહ
ગુજરાતમાં કયાં આવેલી છે ? Ans: ઉનાવા
125 કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને
ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans:
નિશીથ
126 કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને
જાણીતી સંસ્થા કઇ છે? Ans: શ્રી એલ.એ. શાહ
લૉ કૉલેજ-અમદાવાદ
127 ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન
વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે
છે ? Ans: સિરવણ
128 ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે
ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ
129 ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? Ans:
સુકાની
130 શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે
૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું
આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર
131 ટીપ્પણી નૃત્ય કઇ પ્રજાતિ સાથે સંકળાયેલું છે?
Ans: ભીલ અને કોળી
132 અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર
ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans:
અપર્ણા પોપટ
133 ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજનાનું
નામ જણાવો. Ans: સરદાર સરોવર
નર્મદા યોજના
134 C.E.E.નું પૂરું નામ જણાવો. Ans: સેન્ટર ફોર
એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)
135 ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’
એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ? Ans: ભાલણ
136 સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ
પ્રત્યે પ્રીતિ હતી? Ans: જૈન ધર્મ
137 ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત
કયાંથી થાય છે? Ans: મૌર્ય કાળથી
138 ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન
કયા વિસ્તારમાં થાય છે ? Ans: સૌરાષ્ટ્ર
139 લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર
તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?
Ans: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
140 ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ
રહ્યું? Ans: ૧૩૭ વર્ષ
141 ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન
હતું? Ans: દીવ
142 કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક
સ્થળ આવેલું છે ? Ans: નગીનાવાડી

143 ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ?
Ans: ગોરખનાથ-ગિરનાર
144 ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ
રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans:
કુમાર
145 કયા મહારાષ્ટ્રીયન કવિએ
ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ?
Ans: બાપુસાહેબ ગાયકવાડ
146 ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને
સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે?
Ans: ૧૧૫૩ ચો. કિ.મી.
147 ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક
નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું
છે ? Ans: કચ્છ
148 ગુજરાતમાં જામનગર નજીક સૈનિક
શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી
149 સૌરાષ્ટ્રના ભરવાડ
કોમના લોકો કયો રાસ લે છે? Ans: હુડારાસ
150 કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે
સ્થાપેલી લોકભારતી-
સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? Ans:
ભાવનગર

જનરલ નોલેજ 50 સવાલ-જવાબ ભાગ-2


51 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું?
Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
52 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે
પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans:
રૂપાલ
53 ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ
કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર
ખેલાડી કોણ છે ? Ans: વલય પરીખ
54 ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે
કોણે નામના મેળવી છે? Ans: નવલરામ
55 સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે
મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય
રૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી
56 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ?
Ans: અરવલ્લી
57 ગુજરાતનું કયું સ્થળ ડીઝલ
મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે
છે ? Ans: રાજકોટ
58 ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે?
Ans: ઉકાઇ
59 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે?
Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ

60 ગુજરાત રાજયનો કયો પ્રદેશ
‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans: મધ્ય
ગુજરાત
61 ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ
કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ
62 ‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક
કોણ છે? Ans: આદિલ મન્સુરી
63 વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે
ઓળખાય છે ? Ans: નરસિંહ મહેતાનો ચોરો
64 તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે
સંકળાયેલો છે ? Ans: દ્રોપદી સ્વયંવર
65 ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? Ans:
ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
66 ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans:
મોતીભાઇ અમીન
67 જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ
જણાવો. Ans: જયશંકર ભોજક
68 ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને
ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી
69 સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans:
સહ્યાદ્રિ
70 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન
જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ
71 કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક
વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે?
Ans: કાકાની શશી
72 કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર
ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? Ans:
સુરખાબ નગર
73 જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ
માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ
74 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ
દેસાઇ
75 અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર
કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans:
ગૂજરાત વિદ્યાપીઠ
76 સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને
ગાતા ભરત અથવા જલઅગન
પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans:
સ્કાય લાર્ક
77 ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને
સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત
સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે?
Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
78 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ
યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક
કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના
79 ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ
કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી
80 ભૂકંપની આગોતરી જાણકારી આપનાર
પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? Ans: ભુજ
81 જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક
છે ? Ans: અડી કડીની વાવ
82 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans:
કચ્છ
83 કવિ દલપતરામે સ્વામિનારાયણ
સંપ્રદાયના કયા સંત
પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ
સ્વામી
84 રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું
રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન
85 ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય
જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે?
Ans: સોમનાથ
86 વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર
ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર
સિંહ રાણા
87 અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans:
વનરાજ ચાવડા
88 મંજીરાનૃત્ય એ
ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ
લોકનૃત્ય છે ? Ans: પંઢાર
89 મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ? Ans:
ટાટા કેમિકલ્સ ઉદ્યોગ
90 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે
થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫
91 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ
કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો
92 ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ
કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
93 છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે
કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા
94 ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે?
Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.
95 ‘ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans:
સુંદરમ્
96 સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે
થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. Ans:
૧૯૫૬ થી ૧૯૬૦
97 રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ?
Ans: શિનોર
98 ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન
માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans:
સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
99 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર
આવેલું છે ? Ans: ચામુંડા માતા
100 ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક
પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે?
Ans: ફાધર વાલેસ

જનરલ નોલેજ 50 સવાલ-જવાબ ભાગ-1


1 ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે
ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ
2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને
બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans:
હલ્લીસક
3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે
ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
4 કોયલકુળનું
પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા
સેવવા મૂકી આવે છે? Ans: લેલાં
5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ
ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી,
ગુજરાતી અને સંસ્કૃત
6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું
બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત
રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans:
ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ?
Ans: તાતારખાન
9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત
વિદ્યાપીઠનું નામ જણાવો. Ans:
વલભી વિદ્યાપીઠ
10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત
કયાં જોવા મળે છે? Ans: ગુજરાત

11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક
ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા
12
ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં
દેખી શકાય છે? Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય
ગુજરાતનાં જંગલો
13 મધ્યકાલીન
ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ?
Ans: કવિ ભોજા ભગત
14 ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે?
Ans: સરદાર સરોવર
15 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે
ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ
ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ
16 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ?
Ans: સાબરમતી નદી અને સરસ્વતી
17 ગુજરાતમાં વર્નાકયુલર
સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans:
એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
18 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે
જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા
19 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે
લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ.
પૂર્વે ૧૯૦૦ આસપાસ
20 અહમદશાહે
ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો
નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું
અમદાવાદ)
21 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક
કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ
રણજીતસિંહ
22 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે
ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે
ઓળખાય છે? Ans: ડાંગ
23 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ
પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ
24 એક સમયે ગુજરાતનો ભાગ
ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ
કરી હતી ? Ans: શૂન્ય
25 કચ્છના રળિયામણા રણમાં કઇ
પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? Ans:
શરદ પૂર્ણિમા

26 ગુજરાતમાં જીરૂ અને
વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે
કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા
27 પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ
કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
28 ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ
ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? Ans:
અંશુમાન ગાયકવાડ
29 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans:
ઓખા
30 ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું
છે ? Ans: સાવરકુંડલા
31 રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ
32 ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે
પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? Ans: સંત
પીપાજી
33 શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને
ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? Ans:
મૃત્યુનો ગરબો
34 અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદીત
કરતી ગીતા કયાં રચી હતી? Ans: પ્રભાસ પાટણ
35 ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર
કયાં છે ? Ans: હિંગોળગઢ
36 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે
લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
37 અંગ્રેજોની રંગભેદની નીતિ સામે
સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા
પુસ્તકમાં છે? Ans: દક્ષિણ
આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
38 ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે
રચ્યું છે? Ans: મીરાંબાઇ
39 ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન
ઇન્ટરનેશનલ
માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? Ans:
ધ્યાની દવે
40 ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર
આવેલું છે? Ans: ભુજંગ મંદિર
41 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ
(વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું?
Ans: ડૉ. મધુકર મહેતા
42 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર
સાથે પરણ્યા છે? Ans:
ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
43 ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ?
Ans: હજીરા
44 ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ
કયારથી થયો? Ans: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
45 ‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે
કરી હતી? Ans: દિનેશ ભીલ
46 પોરબંદરમાં આવેલ
મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans:
નાનજી કાલિદાસ મહેતા
47 ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ
ગણાય છે ? Ans: કવિ ભાલણ
48 ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ
કોનું છે? Ans: નરસિંહ મહેતા
49 પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે
કરી? Ans: ઠક્કરબાપા
50 શિવરાત્રિનું પર્વ
ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ
પરિવર્તન આણનારું બની રહ્યું? Ans:
સ્વામી દયાનંદ સરસ્વતી

--વિજ્ઞાનને લગતા સાધનો--

1-ફોટોમીટર : પ્રકાશ માપક સાધન
2-બેકમેન થર્મોમીટર :
તાપવિકાર માપક સાધન
3-બેરોમીટર : વાયુભાર માપક
સાધન
4-માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન
5-મેખમીટર :પરાધ્વનિ વેગ માપક સાધન
6-રિફેકટોમીટર :વક્રીકારકતા માપક સાધન
7-લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન
8-કિલનોમીટર : ઢાળ માપક સાધન કાયોમીટર :
અતિ નિમ્ન તાપ માપક સાધન
9-ગેલ્વેનોમીટર : વીજમાપક
સાધન
10-ગોનિયોમીટર : કોણ માપક સાધન
11-ગોસમીટર :
ચુંબકત્વ માપક સાધન
12-ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન
13-ડેન્સીમીટર : ઘનતા માપક સાધન
14-ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન
15-એટમોમીટર : બાષ્પદર માપક સાધન
16-એકિટનોમીટર :
કિરણતીવ્રતા માપક સાધન
17-એનિમોમીટર : વાયુવેદ
દિશા માપક સાધન
18-ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક
સાધન
19-કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન
20-ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન
21-એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન
22-ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું
પુસ્તકવાંચી શકે તેવું સાધન
23-માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને
મોટો બનાવતું સાધન
24-હાઈગ્રોફોન : પાણીની અંદર
અવાજનો વેગ માપતું સાધન
25-ગ્રામોફોન : રેકર્ડ પરથી
26-એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન
27-ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું
સાધન
28-થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન
29-માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું
સાધન
30-વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે
વપરાતું સાધન
31-સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ

ગુજરાત Quiz -1






૧) ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?
જ. ફ્લેમિંગો
૨) ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?
જ. સિંહ
૩) ગુજરાતની સ્થાપના કયારે થઈ હતી ?
જ. ૧ મે, ૧૯૬૦
૪) ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?
જ. શ્રી મહેંદી નવાઝજંગ
૫) ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
જ. ડૉ. જીવરાજ મહેતા
૬) ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા કયા જિલ્લામાં છે?
કેટલી?
જ. અમદાવાદ જિલ્લો,૭૯.૮૯ ટકા
૭)
ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા કયા જિલ્લામાં છે?
કેટલી?
જ. દાહોદ જિલ્લો,૪૫.૬૫ ટકા
૮) ગુજરાતમાં કુલ ગામડાઓ કેટલાં છે ?
જ. ૧૮,૧૯૨
૯) ગુજરાતમાં સૌથી વધુ મંદિરો કયાં શહેરમાં છે ? અને
કેટલા ?
જ. પાલિતાણા, ૮૬૩ મંદિરો
૧૦) ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો અને
કયાં આવેલો છે ?
જ.લક્ષ્મીવિલાસ પૅલેસ, વડોદરા


--ખ્યાતનામ સાહિત્યિક સામયિકો--

1. કુમાર - ડો.ધીરુ પરીખ * કુમાર ટ્રસ્ટ
2. કવિલોક - ડો.ધીરુ પરીખ* કુમાર ટ્રસ્ટ
3. શબ્દસૃષ્ટિ - હર્ષદ ત્રિવેદી *ગુજરાત સાહિત્ય
અકાદમી
4. પરબ - યોગેશ જોશી *ગુજરાતી સાહિત્ય પરિષદ
5. ઉદ્દેશ - પ્રબોધ જોશી *ઉદ્દેશ ફાઉંડેશન
6. કવિતા - સુરેશ દલાલ *જન્મભૂમિ પ્રકાશન
7. ફાર્બસ ત્રૈમાસિક - સિતાંશુ યશશ્ચંન્દ્ર* ફાર્બસ
ગુજરાતી સભા
8. એતદ્ - નીતિન મહેતા* ક્ષિતિજ સંશોધનકેન્દ્ર
9. સમીપે - શિરીષ પંચાલ-જયદેવ શુક્લ-
બકુલટેલર*
10. બુદ્ધિપ્રકાશ- મધુસૂદન પારેખ* ગુજરાત
સાહિત્ય સભા
11. તથાપિ -જયેશ ભોગાયતા* વ્યક્તિગત
12. પ્રત્યક્ષ- રમણ સોની *વ્યક્તિગત
13. અખંડ આનંદ- પ્રકાશ લાલા* અખંડ આનંદ
સાહિત્ય ટ્રસ્ટ
14. નવનીત સમર્પણ - દીપક દોશી * ભારતીય
વિદ્યાભવન
15. નવચેતન- પ્રીતિ શાહ* નવચેતન ટ્રસ્ટ
16. કંકાવટી -રતિલાલ અનિલ *વ્યક્તિગત
17. ભૂમિપુત્ર- દશરથલાલ શાહ* ગુજરાત સર્વોદય
મંડળ

--સાહિત્યકારો અને તેમની કૃતિઓ--


1-દલપતરામ: ભાગ ૧ અને ૨, ફાર્બસવિરહ,મિથ્યભિમાન
2-નર્મદ-મારી હકીકત, રાજયરંગ,
મેવાડની હકીકત, પિંગળ પ્રવેશ
3-નવલરામ પંડ્યાઃ ભટનુ ભોપાળુ, કવિજીવન,
4-નંદશંકર મેહતાઃ કરણઘેલો
5-ભોળાનાથ સારાભાઈઃ અભંગમાળા
6-મહીપતરામ નીલકંઠઃ ઇંગ્લેન્ડની મુસાફરીનુ વર્ણન,
વનરાજ ચાવડો
8-રણછોડભાઈ દવેઃ લલિતાદુઃખ દર્શક
અંબાલાલ દેસાઈઃ શાંતિદાસ
9-ગણપતરામ ભટ્ટ: પ્રતાપ નાટક
અનંતપ્રસાદ વૈષ્ણવઃ રાણકદેવી
10-ગોવર્ધાનરામ ત્રિપાઠીઃ સરસ્વતીચંદ્રઃ ભાગ ૧
થી ૪, શ્નેહમુદ્રા, લીલાવત જીવનકલા
11-મણિલાલ દ્રિવેદીઃ કાન્તા, ન્રુસિંહાવતાર,
12-બાળશંકળ કંથારિયાઃ કલાન્ત કવિ,
13-કેશવલાલ ધ્રુવઃ મેળની મુદ્રિકા
14-આનંદશંકર ધ્રુવ: આપણો ધર્મ, વિચાર-માધુરી
15-નરસિંહરાવ દિવેટિયા: કુસુમમાળા, હ્દયવીણા,
પ્રેમળજ્યોતિ
16-રમણભાઈ નીલકંઠ: રાઈનો પર્વત, ભદ્રંભદ્ર
17-મણિશંકર ભટ્ટ: સાગર અને શાશી,ઉદગાર,અતિજ્ઞાન,
વસંતવિજય, ચકવાત મિથુન



18-સુરસિંહજી ગોહિલ: કલાપિનો કલરવ, બિલ્વમંગળ
19-નાનાલાલ: વિરાટનો હિંડોળો, પ્રાણેશ્વરી,
વિલાસની શોભા, પિત્રુતર્પણ, કુરુક્ષેત્ર, ઉષા, સારથિ
20-દામોદર બોટાદકર: કલ્લોલિની, સ્તોતસ્વિની,
નિર્ઝારેણી
21-ગાંધીજી: સત્યના પ્રયોગો, દક્ષિણ
આફ્રિકાનો ઇતિહાસ, બાપુના પત્રો
22-કાકા કાલેલકર: ઓતરાતી દિવાલો, જીવનલીલા,
હિમાલયનો પ્રવાસ, રખવાડનો આનંદ
23-કિશોરલાલ મશરુવાળા: જીવનશોધન, કેળવણીના પાયા,
અહિંસા વિવેચન
24-મહાદેવ દેસાઈ: વીર વલ્લભભાઈ,
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ,
મહાદેવભાઈની ડાયરી (ભાગ ૧ થી ૨૩)
25-નરહરિ પરીખ: માનવ અર્થશાસ્ત્ર
26-કનૈયાલાલ મુનશી: વેરની વસૂલાત, પાટણની પ્રભૂતા,
ગુજરાતનો નાથ, રાજાધિરાજ, સ્વપ્નદ્રષ્ટા,
પ્રુથિવી વલ્લભ, કાકાની શીશી, ક્રુષ્ણાવતાર
27-રમણલાલ દેસાઈઃ જ્યંત, શિરીષ, કોકિલા, હ્દયનાથ,
ભારેલો અગ્નિ, કાંચન અને ગેરુ
28-ગૌરીશંકર જોશીઃ શામળશાનો વિવાહ, ગોમતીદાદાનુ
ગૌરવ, તણખામંડળઃ ભાગ ૧ થી ૪, ભૈયાદાદા,
પ્રુથ્વિ અને સ્વર્ગ, પોસ્ટ-ઓફિસ, ચૌલાદેવી, આમ્રપાલી,
વૈશાલી
29-રામનારણ પાઠકઃ ખેમી, એક પ્રશ્ન, મુકુન્દરાય, જક્ષણી,
શેષના કાવ્યો, મનોવિહાર , ઉદધિને
30-ઝવેરચંદ મેઘાણી: સિંધુડો, શિવાજીનુ હાલરડુ,
કોઇનો લાડકવાયો, યુગવંદના, શોરઠ તાર
વેહતા પાણી, વેવિશાળ, માણસાઈના દીવા,
સૌરાષ્ટ્રની રસધાર, રઢિયાળી રાત
31-ગુણવંતરાય આચાર્યઃ અખોવન, આપઘાત, અલ્લાબેલી
32-ચુનીલાલ શાહઃ કર્મયોગી, રાજેશ્વર, તપોવન
33-ઉમાશંકર જોશીઃ વિશ્વશાંતિ, એક ચુસાયેલા ગોટલા,
ઘાણીનુ ગીત, નિશીથ, અભિજ્ઞા, પ્રાચીના,
સાપના ભારા, હવેલી, ગોષ્ઠિ, ઉઘાડી બારી
34-ઇંદુલાલ ગાંધીઃ આંધળી માનો કાગળ
પ્રેમશંકર ભટ્ટ ધરિત્રી, તીર્થોદક, શ્રીમંગલ, પ્રેમામૃત
35-રામપ્રસાદ શુક્લઃ વિનાશ અને વિકાસ
36-બિન્દુ ભટ્ટ : મીરા યાજ્ઞિકની ડાયરી, અખેપાતર .
37-ચંદ્રવદન મેહતાઃ યમલ. આગગાડી, ધરા ગુર્જરી,
સંતા કૂકડી, ગઠરિયા શ્રેણિ
38-જયંતિ દલાલઃ સોયનુ નાકુ, અંધારપટ
39-મનુભાઈ પંચોળીઃ દીપનિર્વાણ, ઝેર તો પીધા છે
જાણી જાણી, સોક્રેટિસ
40-પન્નાલાલ પટેલઃ મળેલા જીવ, માનવીની ભવાઈ,
સાચા શમણાં, જિંદગીના ખેલ, સુખદુઃખના ખેલ,
વાત્રકના કાંઠે, વૈતરણીને કાંઠે
41-ઇશ્વર પેટલીકરઃ જનમટીપ, ભવસાગર, મારી હૈયાસગડી,
ઋણાનુબંધ, કાશીનુ કરવત, લોહીની સગાઈ
42-ચુનીલાલ મડિયાઃ દીવનિર્વાણ, સમ્રાટ શ્રેણિક, હું અને
મારી વહુ, વ્યાજનો વારસ, લીલુડી ધરતી,
વેળાવેળાની છાંયડી, વાની મારી કોયલ
43-શિવકુમાર જોષીઃ પ્રસન્ન દામ્પત્ય, મુક્તિ પ્રસુન,
ખુની, બારી ઉઘાડી રહી ગઈ, કંચુકી બંઘ, અનંનરાગ
44-જ્યોતિન્દ્ર દવેઃ રંગતંરગ
45-ગુલાબદાસ બ્રોકરઃ લતા અને બીજી વાતો, ઊભી વાટે,
માણસના મન
46-ઇંદુલાલ યાજ્ઞિકઃ વરઘોડો, ભોળા શેઠનુ ભુદાન
47-રસિકલાલ પરીખઃ કાવ્યાનુશસન, શર્વિલક, મેનાગુર્જરી
48-પ્રહલાદ પારેખઃ બારી બહાર
49-રાજેન્દ્ર શાહઃ ધ્વનિ, આંદોલન, શ્રુતિ, શાંત કોલાહલ
50-રાજેન્દ્ર શુક્લઃ કોમલ-રિષભ, અંતર-ગાંધાર, સ્વ-
વાચકની શોધમાં, ગઝલ-સંહિતા (ભાગ ૧ થી ૫)
51-નિરંજન ભગતઃ યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા, ઘડીક સંઘ
52-પ્રિયકાન્ત મણિયારઃ પ્રતીક, અશબ્દ રાત્રિ, સ્પર્શ,
સમીપ
53-હસમુખ પાઠકઃ નમેલી સાંજ, સાયાજુય
54-નલિન રાવળઃ ઉદગાર, અવકાશ, સ્વહારઃ ભાગ ૧ અને ૨
55-બાલમુકુન્દ દવેઃ પરિક્રમા, કુંતલ, ચાંદની, તીર્થોત્તમ,
હરિનો હંસલો
56-વેણીભાઈ પુરોહિતઃ સિંજારવ, દીપ્તિ, આચમન
57-નટવરલાલ પંડ્યાઃ પ્રસુન, રૂપ અને રસ,
પ્રથ્વિનો છંદોલય
58-જયંત પાઠકઃ મર્મર, સંકેત સર્ગ, અંતરિક્ષ
59-હરીન્દ્ર દવેઃ આસવ, અર્પણ, સુખ નામનો પ્રદેશ, માંધવ
ક્યાંય નથી, નીરવ સંવાદ
60-હર્ષદ ત્રિવેદી :એક ખાલી નાવ, રહી છે વાત અધૂરી,
તારો અવાજ, જાળિયું, પાણીકલર.
61-સુરેશ દલાલઃ એકાંત, તારીખનુ ઘર,
કાગળના સમુદ્રમાં ફુલોની હોડી,
મારી બારીએથીઃ ભાગ ૧ થી ૧૮
62-પિનાકિન ઠાકોરઃ આલાપ, ઝાંખી અને પડછાયા
63-હસિત બુચઃ સાન્નિધ્ય, નિરંતર, સૂરમંગલ
64-હેમંત દેસાઈઃ ઈંગિત, સોનલમૃગ, શરદ
65-દામોદાર ભટ્ટઃ જલભેખ, તુંબીજલ
66-મનુભાઈ ત્રિવેદીઃ રામરસ, સુરતા, સોનાવાટકડી
67-મકરંદ દવેઃ વાલીડાના વાવડ, બેહદની બારખડી,
હૈયાના વેણ
68-નાથાલાલ દવેઃ રાત થઈ પુરી

--ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ--

1-આત્મકથા: મારી હકીકત, નર્મદ
2-ઇતિહાસ: ગુજરાતનો ઇતિહાસ
3-કાવ્યસંગ્રહ: ગુજરાતી કાવ્યદોહન, દલપતરામ
4-જીવનચરિત્ર: કોલંબસનો વૃતાંત, પ્રાણસુખલાલ મથુરદાસ
5-નાટક: લક્ષ્મી, દલપતરામ
6-પ્રબંધ: કાન્હ્ડે પ્રબંધ, પજ્ઞનાભ (૧૪૫૬)
7-નવલકથા: કરણઘેલો, નંદશંકર મહેતા
8-મહાનવલકથા: સરસ્વતીચંદ્ર, ગોવર્ધનરામ ત્રિપાઠી
9-મનોવિજ્ઞાન: મનુભાઇ ધ્રિવેદી
10-મુદ્રિત પુસ્તક: વિધાસંગ્રહ પોથી
11-રાસ: ભરતેશ્વર બાહુબલિરાસ, શાલિભદ્રસુરિ (૧૧૮૫)
12-લોકવાર્તા: હંસરાજ-વચ્છરાજ, વિજયભદ્ર (૧૩૫૫)

લેખક અને ઉપનામ

લેખક અને ઉપનામ

1-પ્રેમસખિ- પ્રેમાનંદ સ્વામી
2-અઝિઝ- ધનશંકર ત્રિપાઠી
3-અદલ -અરદેશર ખબરદાર
4-અનામી- રણજિતભાઈ પટેલ
5-અજ્ઞેય -સચ્ચિદાનંદ વાત્સ્યાયન
6-ઉપવાસી- ભોગીલાલ ગાંધી
7-ઉશનસ્ -નટવરલાલ પંડ્યા
8-કલાપી -સુરસિંહજી ગોહિલ
9-કાન્ત -મણિશંકર ભટ્ટ
10-કાકાસાહેબ -દત્તાત્રેય કાલેલકર
11-ઘનશ્યામ -કનૈયાલાલ મુનશી
12-ગાફિલ -મનુભાઈ ત્રિવેદી
13-ચકોર -બંસીલાલ વર્મા
14-ચંદામામા -ચંદ્રવદન મેહતા
15-જયભિખ્ખુ -બાલાભાઈ દેસાઈ
16-જિપ્સી -કિશનસિંહ ચાવડા
17-ઠોઠ નિશાળીયો -બકુલ ત્રિપાઠી
18-દર્શક -મનુભાઈ પંચોળી
19-દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી -રામનારાયણ પાઠક
20-ધૂમકેતુ -ગૌરીશંકર જોષી
21-નિરાલા -સૂર્યકાન્ત ત્રિપાઠી
22-પતીલ -મગનલાલ પટેલ
23-પારાર્શય- મુકુન્દરાય પટણી
24-પ્રાસન્નેય- હર્ષદ ત્રિવેદી
25-પ્રિયદર્શી- મધુસૂદેન પારેખ
26-પુનર્વસુ -લાભશંકર ઠાકર
27-પ્રેમભક્તિ- કવિ ન્હાનાલાલ
28-ફિલસુફ -ચીનુભઈ પટવા
29-બાદરાયણ- ભાનુશંકર વ્યાસ
30-બુલબુલ -ડાહ્યાભાઈ દેરાસરી
31-બેકાર -ઈબ્રાહીમ પટેલ
32-બેફામ -બરકતઅલી વિરાણી
33-મકરંદ -રમણભાઈ નીલકંઠ
34-મસ્ત, બાલ, કલાન્ત- બાલશંકર કંથારિયા
35-મસ્તકવિ -ત્રિભુવન ભટ્ટ
36-મૂષિકાર -રસિકલાલ પરીખ
37-લલિત -જમનાશંકર બૂચ
38-વનમાળી વાંકો -દેવેન્દ્ર ઓઝા
39-વાસુકિ -ઉમાશંકર જોષી
40-વૈશંપાયન -કરસનદાસ માણેક
41-શયદા -હરજી દામાણી
42-શિવમ સુંદરમ્ -હિંમતલાલ પટેલ
43-શૂન્ય -અલીખાન બલોચ
44-શૌનિક- અનંતરાય રાવળ
45-સત્યમ્- શાંતિલાલ શાહ
46-સરોદ -મનુભાઈ ત્રિવેદી
47-સવ્યસાચી -ધીરુભાઈ ઠાકોર
48-સાહિત્ય પ્રિય- ચુનીલાલ શાહ
49-સેહેની -બળવંતરાય ઠાકોર
50-સુધાંશુ- દામોદર ભટ્ટ
51-સુન્દરમ્- ત્રિભુવનદાસ લુહાર
52-સોપાન -મોહનલાલ મેહતા
53-સ્નેહરશ્મિ- ઝીણાભાઈ દેસાઈ
54-સહજ -વિવેક કાણ

--દાંડીકૂચ--


12મી માર્ચ,1930ના દિવસે સવારે ‘ શૂર
સંગ્રામકો દેખ ભાગે નહીં’,એ ગીત તથા ‘હરિનો મારગ છે
શૂરાનો’ ભજન ગવાયા બાદ પોતાના 78 સાથીઓ સહિત
દાંડીકૂચ શરૂ કરી.370 કિમી જેટલી કૂચ
કરી પચીસમા દિવસે ગાંઘીજી 5મી એપ્રિલે
દાંડી પહોંચયા. 6ઠ્ઠી એપ્રિલે ગાંઘીજીએ
દરિયાકાંઠેથી ચપટી મીઠું ઉપાડીને
મીઠાના કાયદાનો ભંગ કર્યો.તે સાથે
હજારો લોકોનો ગગનભેદી નાદ ગાજી ઊઠ્યો : ‘ નમક
કા કાયદા તોડ દિયા’. મીઠાની ચપટી ભરતાં એ
યજ્ઞપુરુષ બોલ્યા કે બ્રિટિશ
સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લૂણો લગાડું
છું. ’ આ સાથે ગુજરાત
તથા ભારતની પ્રજામાં અભૂતપૂર્વજાગૃતિ આવી.આખા દેશમાં સવિનય
કાનૂનભંગની ચળવળ શરૂ થઈ.