12મી માર્ચ,1930ના દિવસે સવારે ‘ શૂર
સંગ્રામકો દેખ ભાગે નહીં’,એ ગીત તથા ‘હરિનો મારગ છે
શૂરાનો’ ભજન ગવાયા બાદ પોતાના 78 સાથીઓ સહિત
દાંડીકૂચ શરૂ કરી.370 કિમી જેટલી કૂચ
કરી પચીસમા દિવસે ગાંઘીજી 5મી એપ્રિલે
દાંડી પહોંચયા. 6ઠ્ઠી એપ્રિલે ગાંઘીજીએ
દરિયાકાંઠેથી ચપટી મીઠું ઉપાડીને
મીઠાના કાયદાનો ભંગ કર્યો.તે સાથે
હજારો લોકોનો ગગનભેદી નાદ ગાજી ઊઠ્યો : ‘ નમક
કા કાયદા તોડ દિયા’. મીઠાની ચપટી ભરતાં એ
યજ્ઞપુરુષ બોલ્યા કે બ્રિટિશ
સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લૂણો લગાડું
છું. ’ આ સાથે ગુજરાત
તથા ભારતની પ્રજામાં અભૂતપૂર્વજાગૃતિ આવી.આખા દેશમાં સવિનય
કાનૂનભંગની ચળવળ શરૂ થઈ.