મંગળવાર, 9 ઑક્ટોબર, 2012

ગુજરાતી વ્યાકરણ બિંદુવર્ણ પરિચય -ભાગ-1

આપણે જે ગુજરાતી ભાષા બોલીએ છીએ કે લખીએ છીએતેમાં વર્ણનું આગવું સ્થાન છે. વર્ણ એટલે અક્ષર.જે શબ્દ બોલીએ છીએ,તે અક્ષરનાં બનેલાં છે. જેમ કે સુરજ એમાં સ્ ઉ,ર્અ,ત્ અ છે.આવી રીતે શબ્દ બોલતી વખતે તેનો જે ભાગ છૂટો પાડીને ચોખ્ખો ગળામાંથી બોલી શકાય છે,તેને વર્ણ કે અક્ષર કહે છે .અક્ષર(અસ્-હોવું,વ્યાપવું)એટલે ભાષામાં બધે વ્યાપેલો ધ્વની ,આ ઉચ્ચારણના જે લેખી ચિન્હો હોય છે તેને વર્ણ કે અક્ષર કહે છે.જે ધ્વની નાશ પામતો નથી.પણ કુદરતમાં નિત્ય સ્વરૂપે રહે છે તે અક્ષર(અ=નહિ,ક્ષર=નાશવંત)છે.
વર્ણનાં પ્રકારો
1.મૂળાક્ષરો અને 2.જોડક્ષરો
(1) મૂળાક્ષરો: જે અક્ષરની સાથે બીજો કોઇ અક્ષર મળેલો ન હોય ,તેને મૂળાક્ષર કહેવાય.ગુજરાતી ભાષાને સંસ્કૃત સાથે ગાઢ સંબંધ છે. આપણી ગુજરાતી બે લિપિમાં વપરાય છે. એક ગુજરાતી અને બીજી બાળબોધ કે દેવનાગરી.ગુજરાતીમાં (1)અ,આ,ઇ,ઈ,ઉ,ઊ,એ,ઐ,ઓ,ઔ,અં,અ:(2)ક્,ખ્,ગ્,ઘ્,ડ્;,ચ્,છ્,જ્,ઝ,ટ્,ઠ્,ડ્,ઢ્,ણ્,ત્,થ્,દ્,ધ્,ન્,પ્,ફ્,બ્,ભ્,મ્,ય્,ર્,લ્,વ્,શ્,ષ્,સ્,હ્,ળ્,ક્ષ્,જ્ઞ
આ બધા અક્ષરો છે.ગુજરાતીમા બધા મળીને 34 વ્યંજન અને 11 સ્વર છે.મૂળાક્ષરનાં બે વિભાગ પડે છે.