શનિવાર, 20 ઑગસ્ટ, 2016

સિંધૂનો શૌર્યપૂર્ણ સંઘર્ષઃ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવી રચ્યો ઈતિહાસ


પીવી સિંધૂ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા બની ગઈ છે. સિલ્વર મેડલ મેળવીને સિંધૂએ ભારતને બીજો મેડલ અપાવીને ઈતિહાસ રચી દીધો છે. સિંધૂ ભલે ફાઈનલમાં હારી હોય પણ બધાના દિલ જીતી લીધા છે.

બેડમિન્ટન એસોસિએશને પીવી સિંધૂને 50 લાખ અને તેમના કોચને 10 લાખ પ્રાઈસમની આપવાની જાહેરાત કરી છે.

બીજો સેટ

બીજા સેટમાં કેરોલિનાએ શાનદાર વાપસી કરતાં 12-21થી મેચ પોતાના નામે કરી લીધી હતી. જો કે સિંધૂએ પણ શાનદાર રમત બતાવી હતી.

પહેલો સેટ

રોમાંચક રસાકસી બાદ પીવી સિંધૂએ પહેલો રાઉન્ડમાં 2 પોઈન્ટથી પહેલો સેટ પોતાના નામે કરી લીધો હતો.

19-21થી પહેલો રાઉન્ડ પોતાના નામે કરી લીધો હતો. પહેલા કેરોલિના સિંધૂથી આગળ ચાલી રહી હતી પરંતુ સિંધૂએ શાનદાર વાપસી કરતાં પહેલો રાઉન્ડ પોતાના નામે કરી લીધો હતો.

19-19ની બરાબરી પર ગેમ ચાલી રહી છે. જો કે સિંધૂ પણ જોરદાર પ્રદર્શન બતાવી રહી છે. સિંધૂએ શાનદાર વાપસી કરતાં સતત ત્રણ પોઈન્ટ લીધા હતા. ત્યાર બાદ એક પોઈન્ટ કેરોલિનાના ખાતામાં ગયો હતો. કેરોલિનાએ સર્વિસમાં ભૂલ કરીને ભારતના ખાતામાં એક પોઈન્ટ ઉમેર્યો હતો.

દસ પોઈન્ટ બાદ કેરોલિનાએ શાનદાર પ્રદર્શન કરતાં સિંધૂથી 6 પોઈન્ટ આગળ ચાલી ગઈ હતી પરંતુ પાછળથી સિંધૂએ શાનદાર વાપસી કરતાં એક સમયે ગેમ 19-19 બરાબરી કરી લીધી હતી.

ભારત તરફથી પીવી સિંધૂ નંબર વન ખેલાડીને સારી એવી ટક્કર આપી રહી છે.

પીવી સિંધૂએ બેડમિન્ટન મેદાનમાં એન્ટ્રી મારી છે. મેચ શરૂ થઈ ગઈ છે. ભારતના ઘણા બધા દર્શકો સિંધૂનો ઉત્સાહ વધારી રહ્યાં છે. મેદાનમાં આવતા જ કેરોલિના અને સિંધૂએ કરી હતી. બંને ખેલાડીઓનો 1-1ની બરાબરી પર ચાલી રહ્યાં છે.

આખા દેશની નજર રિયો ઓલિમ્પિક બેડમિન્ટનના ફાઇનલ મુકાબલા પર ટકેલી છે. વિશ્વની 10 નંબરની ખેલાડી અને ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂ ફાઇનલમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ટોચનો ક્રમ ધરાવતી સ્પેનની કેરોલિના મારિન સામે ટકરાશે. આ મુકાબલો ભારતીય સમય અનુસાર સાત કલાકે શરૂ થશે.

સેમિ ફાઇનલ જીતીને સિંધુએ સિલ્વર મેડલ તો પાક્કુ કરી લીધુ છે પરંતુ હવે સૌની નજર ગોલ્ડ મેડલ પર છે. સ્પેનમાં કેરોલિના મારિનને લેડી નડાલ તરીકે ઓળખવામાં આવે છે.

કેરોલિના મારિનને બેડમિન્ટનની દુનિયામાં નડાલ ગર્લ કહેવામાં આવે છે. ટેનિસની દુનિયામાં મોટા સ્ટાર રફેલ નડાલની જબરદસ્ત પ્રસંશક કેરોલિના બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહી છે. એવામાં સિંધૂ માટે મારિનને માત આપવી સરળ રહેશે નહી, જો કે ચીનની વાંગ યિહાનને માત આપીને શાનદાર ફોર્મમાં ચાલી રહેલ સિંધૂ ગોલ્ડ જીતશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

નંબર બેને હરાવીને આગળ વધેલી સિંધૂ પહેલી વખત ઓલિમ્પિક રમી રહી છે. પરંતુ તેને ખુબ જ ઝડપી પોતાની તાકાતનો પરચો બતાડી દીધો છે. વર્લ્ડ નંબર બેને સરળતાથી સતત બે સેટમાં હાર આપીને ફાઈનલમાં પહોંચેલી 5 ફૂટ 10 ઈંચની પીવી સિંધૂને ગેમ દરમિયાન પોતાની હાઈટનો સારો એવો ફાયદો ઉઠાવ્યો હતો. હાલમાં તે બેડમિન્ટનની રેન્કિંગ 10માં છે, પરંતુ ગેમ દરમિયાન રેન્કિંગ નહી પણ સેટ પ્રદર્શન મહત્વનું હોય છે. 21 વર્ષની સિંધૂ 8 વર્ષની ઉંમરથી બેડમિન્ટન રમી રહી છે.

દિલ્હીમાં પીવી સિંધૂની મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ રહ્યાં છે. તે ઉપરાંત ભારત પહેલો ગોલ્ડ મેડલ જીતે તે માટે એકબાજુ ભગવાન સામે પ્રાર્થના અને હવન કરવામાં આવી રહ્યાં છે જ્યારે બીજી બાજુ અલ્લાહ-તઆલા પાસે દુવાઓ માંગવામાં આવી રહી છે
સૌજન્ય : સંદેશ