ગુરુવાર, 18 ઑગસ્ટ, 2016

પી.વી સિંધૂ બેડમિન્ટનની ફાઈનલમાં, ભારતને મળશે વધુ એક મેડલ

પીવી સિંધૂ બેડમિન્ટનની ફાઈનલમાં, ભારતને મળશે વધુ એક મેડલ


ઓલિમ્પિકના 13માં દિવસે બેડમિન્ટનનની સેમી ફાઈનલમાં પીવી સિંધૂએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. પીવી સિંધૂએ તોફાની શરૂઆતકરતાં જાપાનની ઓકુહારાથી આગળ રહી હતી અને પ્રથમ રાઉન્ડ જીતી લીધો હતો. એક સમયે બંનેનો સ્કોર 18-17 થઈ ગયો હતો, જકે ત્યાર બાદ સિંધૂએ વાપસી કરતાં પહેલો રાઉન્ડ પોતાના નામે કરી લીધો હતો. સિંધૂએ સેમીફાઈનલ જીતીને ઈતિહાસ બનાવી દીધો છે. ભારતનો વધુ એક મેડલ પાક્કો થઈ ગયો છે.
બીજા રાઉન્ડમાં શટલરે શાનદાર વાપસી કરી હતી એક સમયે બંનેનો સ્કોર 7-7ની બરાબરી પર હતો. પરંતુ સિંધૂએ તોફાની વાપસી કરી હતી અને કોઈપણ નાજોમી ઓકુહારાને એકપણ તક આપ્યા વગર 21-10થી જીત મેળવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
પીવી સિંધૂએ સતત બે રાઉન્ડ પોતાના નામે કરીને નાજોમી ઓકુહારાને પછાડીને વિરાટ જીત મેળવી હતી. તેની સાથે જ રિયો ઓલિમ્પિકની ફાઈનલમાં પીવી સિંધૂએ પ્રવેશ કરી લીધો હતો. તેની સાથે સાથે ભારતને વધુ એક મેડલ મળવો નક્કી થઈ ગયો છે.

ઓલિમ્પિકમાં હવે બેટમિન્ટન ખેલાડી પીવી સિંધૂએ સિલ્વર મેડલ નક્કી કરી નાંખ્યો છે. સેમિફાઈનલમાં નોજોમી ઓકુહારાને સતત બે સેટોમાં હરાવીને સિલ્વર મેડલ પાક્કો કર્યો છે, તેટલું જ નહી પી વી સિંધૂ બેડમિન્ટનમાં સિલ્વર મેડલ મેળવનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે.
પીવી સિંધૂએ ક્વોટર ફાઈનલમાં વિશ્વની બીજો રેન્ક ધરાવતી ચીનની દિગ્ગજ વાંગ યિહાનને હરાવીને અપસેટ સર્જયો હતો. જ્યારે આજે તેમણે જાપાનની નોજોમી ઓકુહારાને હરાવીને ઈતિહાસ રચી દીધો છે.
પીવી સિંધૂ કાલે ગોલ્ડ મેડલ માટે ફાઈનલમાં સ્પેનની કેરોલિના મેરિન સામે ટકરાશે. આ મુકાબલો ભારતના સમય અનુસાર સાંજે સાતને ત્રીસ કલાકે થશે. સિંધૂ અને ભારતની હવે ગોલ્ડ મેડલ પર નજર રહેશે. સિંધૂએ જે પ્રકારે અપસેટ સર્જીને ઈતિહાસ રચ્યો છે, તે જોતા ભારતને ગોલ્ડની આશા રાખવી ખોટી નથી.

પી.વી. સિન્ધુનો સિલ્વર ફાઈનલ : ગોલ્ડ માટે અંતિમ સંઘર્ષ બાકી

રિયો :
ભારતીય શટલર પી. વી. સિન્ધુએ ગોલ્ડની આશા જીવંત રાખતાં બેડમિન્ટનમાં અત્યંત સુંદર દેખાવ કર્યો હતો. ગુરૂવારે યોજાયેલી વિમેન્સ સેમિફાઈનલમાં સિન્ધુએ ૪૮ મિનિટમાં સીધા બે સેટમાં વિજય મેળવ્યો હતો. પહેલો સેટ બંને ખેલાડીઓ માટે સંઘર્ષપૂર્ણ હતો. ૨૭ મિનિટ ચાલેલા પહેલા સેટમાં સિન્ધુ અને ઓકુહારાએ પોતાનું કૌવત સિદ્ધ કર્યું હતું. બીજી તરફ સિન્ધુ આક્રમક રમતનાં કારણે પહેલો સેટ જીતી ગઈ હતી. બીજા સેટમાં પણ સિન્ધુએ વિજયી શરૂઆત કરી હતી પણ ઓકુહારા તેની સાથે આવી ગઈ હતી. એક સમયે બંન ખેલાડીઓ ૧૦-૧૦થી સાથે હતા. ત્યારબાદ સિન્ધુએ સળંગ ૧૧ પોઈન્ટ સાથે ગેમ પોતાનાં નામે કરી લીધી હતી. આ વિજય સાથે જ સિન્ધુએ ઈતિહાસ રચતાં ભારતને રિયો ઓલિમ્પિકનો પહેલો સિલ્વર મેડલ નિશ્ચિત કરાવ્યો હતો. હવે તે ગોલ્ડ મેડલ માટે મેદાને ઊતરશે.
હરિયાણા સરકાર ૨.૫ કરોડ રોકડ ઈનામ આપશે
હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને રાજ્યપાલ કપ્તાનસિંહ સોલંકીએ રિયો ઓલિમ્પિકમાં દેશ માટે પહેલો મેડલ જીતનારી સાક્ષીને અભિનંદન આપ્યાં હતાં. આ દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે રાજ્ય દ્વારા સાક્ષીને ૨.૫ કરોડની રોકડ રકમ તથા જમીન ઈનામસ્વરૂપે આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારને છ કરોડ, સિલ્વર જીતનારને ચાર કરોડ અને બ્રોન્ઝ જીતનારને અઢી કરોડ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઓલિમ્પિકમાં ભાગ લેનાર દરેક ખેલાડીને રાજ્ય સરકારે ૧૫ લાખ આપવાની જાહેરાત કરી હતી.
રેલવેએ પ્રમોશન આપ્યું
રેલવે દ્વારા પોતાની કર્મચારી અને ભારતીય મહિલા ખેલાડી સાક્ષીને વિજય બદલ અભિનંદન આપવા સાથે તેને પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. રેલવે વિભાગે જણાવ્યું કે, સાક્ષીને ક્લાર્કમાંથી ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર બનાવવામાં આવશે. આ ઉપરાંત તેને રેલવેએ ૫૦ લાખ ઈનામ આપવાની જાહેરાત કરી છે.

સૌજન્ય : સંદેશ