શુક્રવાર, 1 જૂન, 2012

જનરલ નોલેજ સવાલ-જવાબ ભાગ-4



151 તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર
રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો
152 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું
છે? Ans: જામ રણજીતસિંહ
153 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ
154 ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું?
Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
155 કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ? Ans: વીર
156 ‘મંગલ મંદિર ખોલો...’ - ગીતકાવ્ય કોણે લખ્યું છે ? Ans:
નરસિંહરાવ દિવેટિયા
157 રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે? Ans:
કંડલા
158 પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે?
Ans: ગોમતી તળાવ
159 સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ
૨૦૦૯માં રણજી ટ્રોફીની સળંગ બે
મેચમાં બેવડી સદી ફટકારી હતી? Ans: ચેતેશ્વર પૂજારા
160 સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. Ans: મૂળરાજ
સોલંકી
161 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર
આધારિત છે? Ans: ગાંધી માય ફાધર



162 ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? Ans: સાત
163 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? Ans: સિવિલ
હૉસ્પિટલ-અમદાવાદ
164 નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? Ans:
કચ્છ
165 સાબરમતી નદીનું ઉદગમ સ્થાન કયું છે ? Ans: ઢેબર સરોવર-
રાજસ્થાન
166 ગુજરાતના પ્રસિધ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. Ans:
દાઉદખાની
167 કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? Ans:
ચાબખા
168 ગાંધીજીએ ગુજરાતની કઇ લડતને ‘ધર્મયુદ્ધ’ નામ આપ્યું? Ans:
અમદાવાદ મિલ સત્યાગ્રહ
169
સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા
હતા? Ans: કવિ બિલ્હણ
170 ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું
હતું? Ans: ઇ.સ. ૧૬૬૮
171 ગુજરાતીમાં ‘અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે
કર્યો હતો? Ans: કનૈયાલાલ મુનશી
172 અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? Ans: ૮૪ મીટર
173 સોનિક મુલતાની કઇ રમત જાણીતો ખેલાડી છે? Ans: સ્નુકર
174 ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા?
Ans: ૧૫મી સદી
175 કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? Ans:
સંતશ્રી આપા ગીગા બાપુ
176 ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઇ
સરકારી વાહન સેવા કાર્યરત છે? Ans: ‘૧૦૮’
177 ‘પ્રજાબંધુ’ અને ‘મુંબઇ સમાચાર’ ના રિપોર્ટર જેમણે
દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? Ans:
કપિલપ્રસાદ દવે
178 હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? Ans:
રમણભાઇ નીલકંઠ
179 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans:
કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
180 કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ
181 ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈમથક
કયા શહેરમાં છે ? Ans: અમદાવાદ
182 કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર
ગુજરાતમાં કયાં થાય છે ? Ans: ચોરવાડ
183 રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું
હતું? Ans: ભીમદેવ પહેલો
184 પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું
છે ? Ans: જસદણ
185 ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? Ans:
મામલગાર કોયલી
186 નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે ? Ans:
જ્ઞાન
187 કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લીવાર કોણે
સંગીત આપ્યું હતું? Ans: ક્ષેમુભાઇ દિવેટીયા
188 ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન
ટેકનોલોજીની સંસ્થા કયાં આવેલી છે? Ans: ગાંધીનગર
189 કચ્છમાં આવેલું કયું સ્થળ આહિર એમ્બ્રોઈડરી માટે જાણીતું
છે? Ans: ધનેતી
190 ‘નદીની રેતમાં રમતું નગર મળે ના મળે’ ના લેખક કોણ છે?
Ans: આદિલ મન્સુરી
191 ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ
ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? Ans: કચ્છ
192 કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ?
Ans: પ્રાંતિજ અને હિંમતનગર
193 કવિ ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ
ક્ષેત્રે અજોડ કહેવાય છે? Ans: સંસ્કૃતિ
194 ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? Ans:
ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)
195 ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું કયું સરોવર આવેલું
છે ? Ans: નારાયણ સરોવર
196 ગુજરાત રાજકિય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા?
Ans: મોહનદાસ કરમચંદ ગાંધી
197 ભારતભરની દૂધ અને ડેરી પ્રોડકટ્સની માંગને
પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: આણંદ
198 વોશિગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર
કર્યો હતો તે લેખક કોણ હતા? Ans: સુરેશ દલાલ
199 ઇ.સ. ૧૯૩૦માં અમદાવાદથી કેટલા કિ.મી. ચાલીને દાંડીકૂચ
કરવામાં આવી હતી? Ans: ૩૮૫ કિ.મી.
200 કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ? Ans: વઢવાણ