ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ
ગૌતમ બુદ્ધ
*. બૌદ્ધ ધર્મનાં સ્થાપક ગૌતમ બુદ્ધ
*. જન્મ: ઇ.સ પૂર્વે 563માં ઉ.બિહારનાં કપિલવસ્તુમાં નેપાળની તળેટીનાં લુબ્મિનીનામે વનમાં થયો.
*. તેમનો જન્મ વૈશાખ પૂર્ણિમાનાં દિવસે થયો.
*. પિતા: શુધ્દ્દોધન-શાક્ય જાતિનાં વડા હતાં.
*. માતા: મહામાયાદેવી -જન્મ પછી થોડાજ દિવસમાં અવસાન
*. પાલક માતા: મહા પ્રજાપતિ ગૌતમી તેમનીપાલક માતા હતા,તેથી માતાના નામ પરથી તેમનું નામ " ગૌતમ " પડ્યું.
*. મુળ નામ: સિદ્ધાર્થ(ગૌતમ ગોત્રનાં હોવાથી ગૌતમ)
*. શાક્યજાતિનાં હોવાથી " શાક્યસિંહ "કે " શાક્યમૂનિ "તરિકે પણ ઓળખાતાં.
*. બૌધિ(જ્ઞાન) પ્રાપ્ત થતાં " બૌદ્ધ " કહેવાયા.
*. લગ્ન: સિધ્દ્દાર્થના લગ્ન " યશોધરા " સાથે થયાં.જેનાંથી એક પુત્રનો જન્મ થયો.જેનું નામ " રાહુલ " રાખવામાં આવ્યું.
*. ગૃહત્યાગ: 29 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો.ગૃહત્યાગનાં પ્રસંગને" મહાભિનિષ્કમણ "કહેવામાં આવે છે.
*. આશરે 7 વર્ષ સુધી ભ્રમણ કર્યા પછી-બોધીગયામાં પિપળાનાં વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું.જે વૃક્ષને " બૌદ્ધિ વૃક્ષ " તરિકે ઓળખવામાં આવે છે.
*. ઉપદેશ: બુદ્ધે પ્રથમ ઉપદેશ " ઋષિપતન "(સારનાથ)માં આપ્યો. તેમનો પ્રથમ ઉપદેશ" ધર્મચક્ર પ્રવર્તન "તરિકે ઓળખાય છે.45 વર્ષ સુધી ધર્મ ઉપદેશનું કાર્ય કર્યુ.તેમનાં ઉપદેશ વચનો બૌદ્ધ ધર્મનાં ધર્મનાં ધર્મગ્રંથ" ત્રિપિટક "માં સચવાયાછે.
*. અવસાન: 80 વર્ષની ઉંમરે " કુશીનારા "માં નિર્વાણ થયું.તેમનુ મૃત્યુ ' બુદ્ધ અતિસાર '(ડાયેરિયા)ની બિમારીથી થયુ.
*. ધર્મપરિષદો
*. બુદ્ધનાં અવસાન પછી બૌદ્ધ સાધુઓ વચ્ચે સમાનતા સ્થાપવા તથા મતભેદો નિવારવા ધર્મપરિષદો યોજાય.કુલ ચાર પરિષદો યોજાય.
*. પ્રથમ પરિષદ:
*. મગધનાં રાજા અજાતશત્રુનાં સમયમાં રાજગૃહમાં
*. મહાકશ્યપનાં પ્રમુખ પદે.
*. બુદ્ધનાં ઉપદેશોનું સંકલન કરવાંમાં આવ્યું.
*. બીજી પરિષદ :
*. મગધનાં રાજા કાલાશોકનાં સમયમાં વૈશાલીમાં
*. સર્વકામિનીનાં અધ્યક્ષ પદે
*. બૌદ્ધ સંઘમાં ઉભી થયેલી અશિસ્ત અંગે કડક પગલાં લેવાયા .
*. ત્રીજી પરિષદ:
*. સમ્રાટ અશોકનાં સમયમાં પાટલિપુત્રમાં
*. તિષ્યનાં પ્રમુખ પદે યોજાય.
*. બૌદ્ધ તત્વજ્ઞાન વિશે ચર્ચા
*. ચોથી પરિષદ:
*. કનિષ્કનાં સમયમાં કાશ્મિરમાં
*. પ્રમુખ તરિકે વસુમિત્ર અને ઉપપ્રમુખ તરિકે મહાકવિ અશ્વઘોષ
*. આ પરિષદમાં બૌદ્ધ ધર્મનાં બે ભાગ પડ્યા.(1) હિનયાન અને(2) મહાયાન
*. હિનયાન - બૌદ્ધધર્મનાં મુળ સિધ્ધાંતોને માનતો
*. મહાયાન - મૂર્તિપુજા અને મંદિરોમાં માનતો
*. બૌદ્ધ સાહિત્ય
*. બૌદ્ધ સાહિત્ય 'પાલી' ભાષામાં લખાયેલું છે.
*. બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ "ત્રિપિટક" છે, જેનાં ત્રણ વિભાગો છે.-વિનયપિટક,સુત્તપિટક અને અભિધમપિટક
*. વિનયપિટક -સૌથી પ્રાચિન છે.જેમાં બૌદ્ધ સાધુ-સાધ્વીઓએ પાળવાનાં સદાચાર આપેલા છે.એટલે કે આચારસંહિતા.
*. સુત્તપિટક -સુત એટલે ઉપદેશ.આ ગ્રંથમાં વ્યાખાનો અને ઉપદેશો છે.
*. અભિધમપિટક - બૌદ્ધધર્મનાં સિધ્ધાંતો અંગેચર્ચા છે.
..................જૈન ધર્મ અને મહાવીર સ્વામી
*. ઇ.સ પૂર્વે સાતમી સદીનાં મધ્યકાળથી ઇ.સ પૂર્વેની છઠ્ઠી સદી સુધીનાં સમયમાં ઉદય
*. ધર્મનું કેન્દ્ર મગધ
*. જૈન ધર્મ
*. જૈન ધર્મનાં સાધુ વિતરાગ કહેવાતા-' રાગ દ્વેષથી પર ' અથવા ' ત્યાગી ' એટલે વિતરાગ
*. વિતરાગ(સાધુ) બન્યા હોય તેને ' જિન ' કહેવામાં આવતાં.
*. જિન એટલે ' ઇન્દ્રિયો પર વિજય મેળવનાર '.
*. જિનના અનુયાયીઓને ' જૈન ' કહેવામાં આવ્યાં.
*. જૈન શાસનરૂપી તીર્થ બાંધી આપનાર' તીર્થકંર ' કહેવાયા.
*. આ ધર્મમાં 24 તીર્થકંરો થઇ ગયા.
*. જેનાં પ્રથમ તીર્થકંર ઋષભદેવ હતાં.
*. ચોવીસમાં અને છેલ્લાં મહાવીર સ્વામી
*. મહાવીર સ્વામીને જૈન ધર્મનાં સ્થાપક માનવામાં આવે છે,કેમકે આજનું તેમની પરંપરા અનુસાર ચાલે છે.
*. મહાવીર સ્વામી
*. જન્મ: ઇ.સ પૂર્વે 599માં ઉત્તર બિહારનાં વૈશાલી પાસે કુંડગ્રામમાં
*. પિતા: સિધ્ધાર્થ. જેઓ ક્ષત્રિયકુળના વડા હતાં.
*. માતા: ત્રિશલાદેવી
*. મુળનામ: વર્ધમાન
*. બાળપણથી જ તપ,સંયમ પ્રત્યે રૂચિ.
*. માતા-પિતાની આજ્ઞાને વસ થઇ ' યશોદા ' નામની રાજકુંવરી સાથે લગ્ન.
*. એક પુત્રીનો જન્મ જેનું નામ' પ્રિયદર્શના '
*. 30 વર્ષની વયે સાધુ બન્યા.
*. બાર વર્ષ સુધી તપ કરી ઇન્દ્રિયોને જીતી,તેથી ' જિન ' કે ' મહાવીર ' કહેવાયા.
*. 72 વર્ષની વયે બિહારમાં હાલનાં રાજગીરી પાસે પાવાપુરી મુકામે ઇ.સ 527માં દિવાળીનાં દિવસે દેહત્યાગ કર્યો.
*. જૈન સિધ્ધાંતો
*. (1) પાંચ મહાવ્રત:
*. ત્રેવીસમા તીર્થકંર પાશ્વનાથે- અહિંસા,સત્ય,અસ્તેય,અપરીગ્રહ જેવાં ચાર વ્રતો આપ્યાં.
*. પાંચમાં વર્તનો ઉમેરો મહાવીર સ્વામીએ કર્યો-જે બ્રહ્મચર્ય છે.
*. (2) ત્રિરત્ન સિધ્ધંત
*. જૈનનાં ત્રિરત્ન સિધ્ધાંત ' રત્નત્રયી ' નામે ઓળખાય છે.
*. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ય
*. (3) ત્રણ ગુણવ્રતો:
*. દિગ્વ્રત,ઉપભોગવ્રત અને અનર્થદંડ
*. ધર્મ પરિષદો
*. પ્રથમ પરિષદ:
*. ઇ.સ પૂર્વે ચોથી સદીમાં મળી.
*. જે પાટલીપુત્રમાં આચાર્ય શીલભદ્રનાં અધ્યક્ષ સ્થાને મળ ી.
*. જેમાં જૈન ધર્મનાં બાર અંગોની રચના થઇ.
*. બીજી પરિષદ:
*. ઇ.સ પૂર્વે પાંચમી સદીમાં વલ્લભીપુરમાં મળી.
*. જેમાં જૈન ધર્મમાં બે ફાંટા પડ્યા - શ્વેતાબંર અને દિગબંર
*. સમય જતાં દિગબંરના બે ફાંટા પડ્યા - વિશ્વપંથી અને તેરાપંથી
*. જૈન સાહિત્ય
*. મહાવીર સ્વામીનો ઉપદેશ ગ્રંથ સ્વરૂપે થયોતેને' આગમ ' કહેવામાં આવે છે.અથવા ' ગણપિટક 'ના નામથી પણ ઓળખાય છે.
*. જૈન સાહિત્યની રચના ' પ્રાકૃત ' (અર્ધમાગધી) ભાષામાં થઇ છે.
*. હેમચંદ્રાચાર્યનો ' સિધ્ધહેમશબ્દાનુશાસન ' ગ્રંથ મહત્વનો