શુક્રવાર, 4 જાન્યુઆરી, 2013

ગુજરાત ઇતિહાસ

1- અડાલજની સુપ્રસિદ્ધ વાવ કોણે બંધાવી હતી – રૂડા દેવીએ

2- અણહિલપુર પાટણ કોને વસાવ્યું હતું ? – વનરાજ ચાવડાએ

3- અમદાવાદની સુપ્રસિદ્ધ સિપ્રિની મસ્જિદ (મસ્જિદે નગીના) કોણે બંધાવી હતા – રાણી અસનીએ

4- અમદાવાદની સ્થાપનમાં ક્યા સંતે મહત્ત્વનો ફાળો આપ્યો હતો ? – શેખ અહમત ખટ્ટ (ગંજબક્ષ)

5- અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંક શાળ કોણે શરૂકરી હતી ? – અહમદશાહ પહેલાએ

6- અમદાવાદમાં બીબી જીક્રી મસ્જિદ ક્યા આવેલી છે ? – ગોમતી પુર અમદાવા

7- અમદાવાદમાં રૂપમતીની મસ્જિદ ક્યા આવેલી છે ? – મિરજાપુર ચોકી પાસે

8- અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલી મસ્જિદ ક્યા નામે ઓળખાય છે ? – સીદી સઇદની મસ્જિદ

9- અમદાવાદમાં સીદી બશીરની મસ્જિદ ક્યા આવેલી છે–રેલવે સ્ટેશન નજીક અમદાવાદ

10- અલાઉદ્દીન ખીલજી ગુજરાતમાં ક્યારે આવ્‍યો?-ઇ.સ. ૧૨૯૮માં

11-અહમદ શાહ ક્યારે મરણ પામ્‍યો ? - ઈ. સ. 1442 માં

12-અહમદ શાહનો પૌત્ર મહંમદ શાહ પહેલો ઇતિહાસમાં ક્યાનામે તરીકે પ્રસિદ્ધ થયો ? - મહંમદ બેગડા

13-અહમદાબાદ (અમદાવાદ) શહેર કોને વસાવ્યું હતું ? – અહમદશાહ પહેલો

14-અહમૂદ બેગડાના સમયમાં પાવાગઢની તલેટીમાં કોનું રાજ હતું ? – પતઇ રાજા (રાજા જ્યસિંહ)

15-ઇ.સ 1902માં અમદાવાદમાં પહેલી વખત કૉંગ્રેસનું અધિવેશન ભરાયું એના અધ્યક્ષ કોણ હતા ? – સુરેન્દ્રનાથ બેનરજી

16-ઇ.સ 1948માં ગુજરાતનો ક્યો પ્રદેશ કેન્દ્રશાસિત હતો ? – કચ્છ

17-ઇ.સ. 1907માં સુરતમાં યોજાયેલા કૉંગ્રેસના અધિવેશનના પ્રમુખ કોણ હતા ? – રાસબિહારી ઘોષ

18-ઇસ્લામના પિરાણા પંથનું મુખ્ય મથક પિરાણા (જૂનું નામ ગીરમથા) ક્યાં આવેલું છે ? – અમદાવાદ નજીક દસક્રોઇ તાલુકામાં

19-ઈ. સ. 1297 માં કરણ ઘેલાનો પરાજ્ય કોના હાથે થયો ? દિલ્‍લીના સુલતાન અલ્‍લાઉદ્દીન ખિલજીના

20-કઇ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ લાટપ્રદેશ કહેવાય છે ? – મહી-રેવા (ભરૂચ)

21-કર્ણદેવ રંગીન મિજાજનો હોવાથી ક્યા નામે ઓળખાયો ? - ‘કરણ ઘેલો‘

22-કર્ણદેવ સોલંકીએ ક્યા સ્થળે ભીલ સરદાર આશાને હરાવીને કર્ણાવતી નામે નગર વસાવ્યું ? – આશાપલ્લી (આસાવલ)

23-કર્ણદેવના પુત્ર કોણ હતો ? – સિદ્ધરાજ જયસિંહદેવ

24-કર્ણદેવે કોની સાથે લગ્‍ન કર્યાં હતા ? – મીનળદેવી સાથે

25-કર્ણાવતી (અમદાવાદ) નગરીની સ્થાપના કોણે કરી હતી ? – કર્ણદેવ

26-કાંકરિયા તળાવનું ઐતિહાસિક નામ શું છે ? – હોજ-ઇ-કુત્બ