અજમેર (રાજસ્થાન) : ખ્વાજા મોહયુદ્દીનની દરગાહ (અજમેર શરીફ)
અમદાવાદ (ગુજરાત) : ઐતિહાસિક શહેર, ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ, સીદી સૈયદની જાળી, ઝૂલતામિનારા
અમરનાથ (જમ્મુ અને કાશ્મીર) : પહેલગામ નજીકનું હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ, બરફનું શિવલિંગ
અમૃતસર (પંજાબ) : શીખોનું યાત્રાધામ, સુર્વણમંદિર, જલિયાંવાલા બાગ
અલીગઢ (ઉત્તર પ્રદેશ) : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, તાળાં, ચપ્પુ, કાતર બનાવવાનો ઉદ્યોગ
અલંગ (ગુજરાત) : જહાજ ભાંગવાનો ઉદ્યોગ
અલાહાબાદ (ઉત્તર પ્રદેશ) : પંડિત નહેરુનું જન્મસ્થળ ‘આનંદભવન’, ત્રિવેણી સંગમ – અહીં કુંભ મેળો ભરાય છે.
અયોધ્યા (ઉત્તર પ્રદેશ) : શ્રીરામ જન્મભૂમિ સ્થળ, સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક
અવાડી (તમિલનાડુ) : ટૅન્ક બનાવવાનું કારખાનું
અડચાર (તમિલનાડુ) : થિયૉસૉફિકલ સોસાયટીનું મુખ્ય મથક
અજંતા (મહારાષ્ટ્ર) : ઔરંગાબાદ પાસે આવેલા આ સ્થળે શૈવ અને બૌદ્ઘ ગુફાઓ છે
અંકલેશ્ર્વર (ગુજરાત) : ખનીજ તેલનું ક્ષેત્ર
આબુ (રાજસ્થાન) : રાજસ્થાનમાં આવેલું અરાવલી ગિરિમાળાનું સુપ્રસિદ્ઘ ગિરિમથક, દેલવાડાનાં દેરાં અને વસિષ્ઠ આશ્રમ પ્રસિદ્ઘ છે.
ઓમકારેશ્ર્વર (મધ્ય પ્રદેશ) : નર્મદા કિનારે આવેલું બાર જયોતિર્લિગોમાંનુ એક
કંડલા (ગુજરાત) : મહત્વપૂર્ણ બંદર, મુકત વ્યાપાર ક્ષેત્ર
આગરા (ઉત્તર પ્રદેશ) : તાજમહેલ, અકબરનો મકબરો
આણંદ (ગુજરાત) : અમૂલ ડેરી, ડેરી ઉદ્યોગનું વડું મથક (NDDB) અહીં છે
આસનસોલ (પશ્ર્ચિમ બંગાળ) : કોલસાની ખાણો
પોર્ટ બ્લેર (અંદમાન અને નિકોબાર) : રમણીય દરિયા કિનારો
ઇલોરા (મહારાષ્ટ્ર) : શિલ્પસ્થાપત્ય માટે જગમશહુર વિશાળ ગુફાઓ
ઉજ્જૈન (મધ્ય પ્રદેશ) : પ્રાચીન વિદ્યાધામ અને વીરવિક્રમની રાજધાની, મહાકાલેશ્ર્વરનું મંદિર, બાર જયોતિર્લિગોમાંનું એક, મહાકવિ કાલિદાસની જન્મભૂમિ, સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક
ઉદયપુર (રાજસ્થાન) : સરોવરોના શહેર તરીકે વિખ્યાત, પિછોલા લેક, રાજસ્થાનનું વૅનિસ
ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : નજીકમાં દોલતાબાદનો પ્રાચીન કિલ્લો, ઔરંગાઝેબની કબર, ‘બીબી કા મકબરા’ અને પવનચક્કી જોવાલાયક છે.
કોલકતા (પશ્ર્ચિમ બંગાળ) : શણ ઉદ્યોગનું કેન્દ્ર, ધાતુની ટંકશાળ, હાવડાબ્રિજ, વિકટોરીયા મેમોરિયલ, બેલુર મઠ, બોટોનિકલ ગાર્ડન અને મ્યુઝિયમ જોવાલાયક છે.
કાનપુર (ઉત્તર પ્રદેશ) : ઉત્તર પ્રદેશનું સૌથી મોટું શહેર, ચામડાં, ગરમ કાપડ, સુતરાઉ કાપડ અને ખાંડ ઉદ્યોગનું કેન્દ્ર
કન્યાકુમારી (તમિલનાડુ) : ત્રણ મહાસાગરોનું સંગમસ્થાન, ‘વર્જિન ગૉડેસ’ કુમારી દેવીનું મંદિર, ‘વિવેકાનંદ રૉક’ સ્મારક
કુલ્લુ-મનાલી (હિમાચલ પ્રદેશ) : રમણીય ખીણપ્રદેશ, કુદરતી સૌંદર્યધામ અને ગિરિમથક
કોયલી (ગુજરાત) : તેલ રિફાઇનરી અને અન્ય પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ માટેનું કેન્દ્ર
કોચી (કેરલ) : પશ્ર્ચિમ કિનારાનું બંદર, વહાણબાંધવાનો ઉદ્યોગ, રિફાઇનરી
કોડઇકેનાલ (તમિલનાડુ) : ગિરિમથક, આધુનિક વેધશાળા
કોણાર્ક (ઓરિસ્સા) : પ્રસિદ્ઘ સૂર્યમંદિર, કામ શિલ્પો માટે જાણીતું
કોળાર (કર્ણાટક) : સોનાની ખાણ
ખડકવાસલા (મહારાષ્ટ્ર) : નૅશનલ ડિફેન્સ એકેડમી
ખજુરાહો (મધ્ય પ્રદેશ) : ઉત્કૃષ્ટ કામ શિલ્પવાળાં ૨૨ મંદિરો
ગયા (બિહાર) : હિન્દુ યાત્રાધામ, ‘પિતૃશ્રાદ્ઘ’ માટે જાણીતું
ગ્વાલિયર (મધ્ય પ્રદેશ) : ઝાંસીની રાણીની સમાધિ, ઐતિહાસીક કિલ્લો, રાજમહેલ, સંગીત સમ્રાટ તાનસેનની જન્મભૂમિ
ગિરનાર (ગુજરાત) : અશોકનો શિલાલેખ
ગુવાહાટી (અસમ) : નૂનમતી રિફાઇનરી, કામાખ્યાદેવીનું પ્રખ્યાત મંદિર
ગોમટેશ્ર્વર (કર્ણાટક) : પથ્થરમાંથી કોતરેલી બાહુબલીની ભવ્ય મૂર્તિ
ગાંધીનગર (ગુજરાત) : સુપ્રસિદ્ઘ અક્ષરધામ મંદિર
ચંડિગઢ (પંજાબ, હરિયાણા) : બન્ને રાજયોની સંયુકત રાજધાની, રૉક ગાર્ડન
ચિત્તરંજન (પશ્ર્ચિમ બંગાળ) : રેલવે એન્જિન બનાવવાનું કારખાનું
ચેરાપુંજી (મેધાલય) : ખાસી- જૈંતિયાની ટેકરીઓમાં આવેલું વિશ્ર્વના સૌથી વધુ વરસાદ માટે વિખ્યાત
ચિતૌડગઢ (રાજસ્થાન) : રાણા કુંભાનો વિજયસ્તંભ, પજ્ઞ્મિનીનો મહેલ, મીરાંબાઇનુંમંદિર, કીર્તિ સ્તંભ
પુરી (ઓરિસ્સા) : મોટું યાત્રાધામ, ભારતની પ્રસિદ્ઘ જગન્નાથની રથયાત્રા, જગન્નાથજીનું ભવ્ય મંદિર
જબલપુર (મધ્ય પ્રદેશ) : બીડી ઉદ્યોગનું કેન્દ્ર, આરસપહાણ માટે પ્રખ્યાત, નર્મદા પરનાં ‘ધુઆધાંર’ અને ‘ભેડાધાટ’ દર્શનીય સ્થળો
જમશેદપુર (ઝારખંડ) : તાતાનું પોલાદનું જંગી કારખાનું
જયપુર (રાજસ્થાન) : પિન્ક સીટી તરીકે જાણીતું, હવામહલ, જંતર-મંતર, અંબર મહેલ વગેરેદર્શનીય સ્થળો
જેસલમેર (રાજસ્થાન) : સોનેરી નગરી, ઐતિહાસિક કિલ્લો, હવેલી અને ઝરૂખાઓ
ઝરિયા (ઝારખંડ) : કોલસાની ખાણોનું મુખ્ય કેન્દ્ર
ઝાંસી (ઉત્તર પ્રદેશ) : રાણી લક્ષ્મીબાઇનુંસ્મારક
તિરુપતિ (આંધ્ર પ્રદેશ) : તિરુમલાઇ પર્વત પર વ્યંકટેશ્ર્વરનું જગપ્રસિદ્ઘ મંદિર
તિરુચ્ચિરાપલ્લી (તમિલનાડુ) : પ્રાચીન મંદિર
તંજાવૂર (તમિલનાડુ) : બૃહદેશ્ર્વરનું જગપ્રસિદ્ઘ મંદિર
તિરુવનંતપુર (કેરલ) : પજ્ઞ્મનાભનું મંદિર
દયાલબાગ (ઉત્તર પ્રદેશ) : રાધાસ્વામી પંથકનું કેન્દ્ર
દેહરાદૂન (ઉત્તરાખંડ) : જંગલ સંશોધન કેન્દ્ર, લશ્કરી કૉલેજ, તેલ અને કુદરતી વાયુ પંચનું મુખ્ય મથક
દિલ્લી : લાલ કિલ્લો, જામા મસ્જિદ, ઇન્ડિયાગેટ, વિજયઘાટ, રાજઘાટ, કુતુબમિનાર, બિરલા મંદિર, રાષ્ટ્રપતિ ભવન, સ્વામિનારાયણ મંદિર વગેરે દર્શનીય સ્થળો
દિગ્બોઇ (અસમ) : ખનીજ તેલક્ષેત્ર અને રિફાઇનરી
ધનબાદ (ઝારખંડ) : કોલસાની ખાણોનું કેન્દ્ર
નાગપુર (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજયનું બીજા નંબરનું મહત્વનું વ્યાપારીકેન્દ્ર, સંતરા માટે વિખ્યાત
નાશિક (મહારાષ્ટ્ર) : ગોદાવરી તટે હિન્દુઓનું યાત્રાધામ, પશ્ર્ચિમનું કાશી, ચલણી નોટોનું સરકારી પ્રિન્ટીંગ પ્રેસ
નાલંદા (બિહાર) : પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ
પટના (બિહાર) : પ્રાચીન સમયનું પાટલીપુત્ર, જરીકામ માટે પ્રખ્યાત
પાટણ (ગુજરાત) : રાણકીવાવ, સહસ્ત્રલિંગ તળાવ, પટોળાં અને માટીકામ માટે પ્રખ્યાત