રવિવાર, 21 ઑક્ટોબર, 2012

સ્ત્રીના વિવિધ રૂપ

* નવોઢા : નવી પરણેલી સ્ત્રી
* સૌભાગ્યવતી : જેનો પતિ જીવે છે તેવી સ્ત્રી
* વિધવા : જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રી
* ત્યકતા : પતિએ ત્યજી દીધેલી સ્ત્રી
* શોક (સપત્ની) : પોતાના પતિની બીજી પત્ની
* કમલાક્ષી : કમળ જેવા નેત્રો વાળી સ્ત્રી
* મૃગનયની : હરણ જેવા નેત્રો વાળી સ્ત્રી
* મદિરાક્ષી : મદિરા જેવી મોહક આંખો વાળી સ્ત્રી
* ગજગામિની : હાથી જેવી ચાલ ચાલનારી સ્ત્રી
* હંસગામિની : હંસ જેવી ચાલ ચાલનારી સ્ત્રી
* કોકિલકંઠી : મધુર ગાઈ શકે તેવી સ્ત્રી
* કાકવંધ્યા : એકજ વાર ફળનારી સ્ત્રી
* જનાનો : ઓઝલમાં રહેતો સ્ત્રીવર્ગ
* વનળા : ભાયડા કે હીજડા જેવી સ્ત્રી
* વાંઝણી : એકપણ સંતાન વગરની સ્ત્રી
* અખોવન : જેનું એકપણ સંતાન મૃત્યુ પામ્યું ન હોય તેવી સ્ત્રી
* અભિસારિકા : સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી
* વિપ્રબલબ્ધા : પ્રીતમે સંકેત ન સાચવ્યાથી નિરાશ થયેલી સ્ત્રી
* વિરહોત્કંઠા : પતિને મળવાને અત્યંત આતુર સ્ત્રી
* સ્વાધીનપતિકા : પતિને સ્વાધિન રાખનારી સ્ત્રી
* પ્રોષીતભતૃકા : જેનો પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી
* કલહાંતરિતા : પતિ સામે કલહ કરી રૂસણું લઈ બેઠેલી સ્ત્રી
* ખંડિતા : પતિ (પ્રીતમ) સપત્નીને ત્યાં જતાં મનમાં બળતી સ્ત્રી
* વાસકસજ્જા : પ્રીતમના આગમનની રાહ જોઈ વસ્ત્રાભૂષણ પહેરી ઘર સજાવી તૈયાર થયેલી સ્ત્રી