રિયો ઓલિમ્પિક્સ-મહિલા હોકીઃ ભારતની ખેલાડીઓની જોરદાર વળતી લડત; જાપાન સામેની મેચ 2-2થી ડ્રો
રિયો ડી જેનેરો - ઓલિમ્પિક્સ 2016માં મહિલાઓની હોકી રમતમાં, ગ્રુપ-Bમાં આજે ભારત અને જાપાન વચ્ચેની મેચ 2-2થી ડ્રોમાં પરિણમી હતી.
ભારતીય મહિલા ટીમે 36 વર્ષ પછી ફરી ઓલિમ્પિક્સમાં ભાગ લેવાનું નસીબ પ્રાપ્ત કર્યું છે.
ટીમે સરેરાશ કહેવાય એવો પ્રારંભ કર્યો છે. પહેલા હાફને અંતે ભારતીય ટીમ 0-2થી પાછળ હતી, પણ બીજા હાફમાં સુશીલા ચાનૂની સાથીઓએ આક્રમણ વધાર્યું હતું અને બે ગોલ કર્યા હતા.
પહેલો ગોલ રાની રામપાલે (પેનલ્ટી કોર્નર) અને બીજો લિલીમા મિન્ઝે (પેનલ્ટી કોર્નર) કર્યો હતો.
ગોલ કરવાના વંદનાનાં અનેક પ્રયાસો નિષ્ફળ ગયા હતા જ્યારે ગોલકીપર સવિતા પુનિયાએ જાપાનની ખેલાડીઓએ ફિલ્ડ ગોલના કરેલા અનેક પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.