શનિવાર, 6 ઑગસ્ટ, 2016

આજનો દિન 6 ઓગષ્ટ

⏩ મહત્વની ઘટનાઓ

૧૮૯૦ – ન્યુયોર્કની 'ઔબર્ન જેલ'માં, હત્યાનો ગુનેગાર, 'વિલિયમ કેમ્મ્લર', વિદ્યુત ખુરશી દ્વારા મૃત્યુદંડ પામનાર પ્રથમ માનવી બન્યો.

૧૯૨૬ – હેરી હુડિની (જાદુગર)એ તેમનાં મહાન કૌશલ્યનું પ્રદર્શન કર્યું, તેમણે ચુસ્ત રીતે બંધ, પાણીથી ભરેલ ટાંકીમાં ૯૧ મિનિટ વિતાવ્યા બાદ તેમાંથી છુટવામાં સફળ થયો.

૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ: અમેરિકન બી-૨૯ બોમ્બર વિમાન "એનોલા ગે" એ "લિટલ બોય" નામનો અણુબોંબ ફેંકતા, જાપાનનું હિરોશિમા શહેર છિન્નભિન્ન થઇ ગયું. આશરે ૭૦,૦૦૦ લોકોતો તુરંતજ મોત પામ્યા, અને લાખો લોકો ત્યાર પછી વર્ષો સુધી અણુબોંબને કારણે ઉદભવેલ તાપ અને વિકિરણોની ઝેરી અસરને કારણે રિબાઇ રિબાઇને મર્યા.




૧૯૯૧ – 'ટિમ બર્નર્સ-લી'એ "વર્લ્ડ વાઇડ વેબનો વિચાર વર્ણવતી ફાઇલ જાહેર કરી. 'WWW'એ ઇન્ટરનેટ સેવાઓમાં, જાહેર જનતાનાં લાભાર્થે, પ્રવેશ કર્યો.

૧૯૯૬ – નાસાએ જાહેર કર્યું કે "ALH 84001" નામની ઉલ્કા, જે મંગળમાંથી છુટી પડી હોવાનું મનાતું, પ્રાથમિક જીવનનાં પુરાવાઓ ધરાવે છે.

⏩ જન્મ

૧૯૩૩ – એ.જી.ક્રિપાલસિંઘ, ભારતીય ક્રિકેટર (અ. ૧૯૮૭)
૧૯૭૦ – મનોજ નાઇટ શ્યામલન, ભારતીય/અમેરિકન ચલચિત્ર દિગ્દર્શક.
૧૮૮૧ – સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, જીવવિજ્ઞાની, એન્ઝાઇમ લાઇસોઝાઇમની શોધ અને પેનિસિલિનની શોધ માટે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર વિજેતા.

⏩ અવસાન

૧૯૨૫ – સુરેન્દ્રનાથ બેનરજી,ભા.રા.કોંગ્રેસનાં નેતા (જ. ૧૮૪૮)