શનિવાર, 20 ઑગસ્ટ, 2016

મૂળ ગુજરાતી ઉર્જિત પટેલની RBIના નવા ગવર્નર તરીકે પસંદગી

મૂળ ગુજરાતી ઉર્જિત પટેલની RBIના નવા ગવર્નર તરીકે પસંદગી

આજે થયેલી એક મોટી જાહેરાતમાં મૂળ ગુજરાતી ઉર્જિત પટેલની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના નવા ગવર્નર તરીકે પસંદગી કરવામાં આવી છે. ઉર્જિત પટેલ ગવર્નર રઘુરામ રાજનની જગ્યા લેશે. ઉર્જિત પટેલ હાલ RBIના ડે.ગવર્નર છે. 3 સપ્ટેમ્બરના રોજ પ્રવર્તમાન ગવર્નર રઘુરામ રાજનનો કાર્યકાળ પૂર્ણ થાય છે અને ત્યારબાદ ઉર્જિત પટેલ કાર્યભાર સંભાળશે.
ઉર્જિત પટેલ પાસે RBIમાં કામ કરવાનો લાંબો અનુભવ છે.

ઉર્જિત પટેલ પાસે RBIમાં કામ કરવાનો લાંબો અનુભવ છે. તેઓ 11 જાન્યુઆરી, 2013માં RBI સાથે જોડાયા અને ત્યારથી નાણાકીય નીતિ વિભાગની અધ્યક્ષતા કરી રહ્યાં છે.
રઘુરામ રાજન સાથે ઉર્જિત પટેલ
આ વર્ષે જાન્યુઆરીમાં પટેલને બીજી વખત ત્રણ વર્ષ માટે ડેપ્યુટી ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતાં. રઘુરામ રાજન અને પટેલ વોશિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ માટે સાથે કામ કરી ચૂક્યા છે અને હવે રઘુરામ રાજનના અનુગામી તરીકે ઉર્જિત પટેલની પસંદગી કરવામાં આવી છે.
મળતી માહિતી પછી રઘુરામ રાજન પછી હવે આગામી આરબીઆઇ ગવર્નર માટે સરકારે ચાર નામ શોર્ટલિસ્ટ કર્યા હતા તેમાં ગુજરાતના ઉર્જિત પટેલનો પણ સમાવેશ કરાયો હતો. ઉર્જિત પટેલ સિવાય RBIના પૂર્વ ડેપ્યુટી ગવર્નર રાકેશ મોહન, સુબીર ગોકર્ણ અને અરૂંધતી ભટ્ટાચાર્યના નામ સરકારની યાદીમાં હતા પણ બાજી ઉર્જિત પટેલે મારી હતી.
Sandesh.com