સોમવાર, 22 ઑક્ટોબર, 2012

ગુજરાત ઇતિહાસ

............પૌરાણિક ગુજરાત

વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પિશ્ચમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.

.....................ઐતિહાસિક ગુજરાત

લોથલ તથા ધોળાવીરા માંથી સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહિંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે. ત્યારબાદગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષીણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે. ગુજરાતની સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો. અંગ્રેજ શાસન કાળમાં અને આઝાદી પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રીલ સુધી તે બૃહદ્ મુંબઈ રાજ્યનો ભાગ હતું.

...........................પશ્ચિમી શાસન

યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું, જેણે ગુજરાતના દરીયાકિનારે દમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. ૧૬૧૪ માં બ્રિટને સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું, ૧૬૬૮માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૮મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ દરમ્યાન મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું. પણ મોટાભાગના ગુજરાતનું અનેક નાના નાના રજવાડાઓમાં વિભાજન કરવામાં આવ્યું હતું. વડોદરાના મરાઠા ગાયકવાડ નો આ રજવાડાંઓમાં સમાવેશ થાય છે. આ રજવાડાંઓ જનતા પર રાજ કરતા પણ અંગ્રેજી હકુમત માનતા.

....................ભારતની આઝાદી પછીનું ગુજરાત

૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ્ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. ૧૯૫૬ માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનોથી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું હતું. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી.
૨૬ જાન્યુઆરી ૨૦૦૧ને દિવસે ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં ૨૦,૦૦૦થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇ.સ. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતનાં ગોધરા રેલ્વે સ્ટેશને અયોધ્યાથી કાર સેવા કરી પરત ફરી રહેલા ૫૭ હિન્દુ રામ ભક્તોને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનાં એક ડબ્બામાં જીવતા સળગાવી દેવાતા કોમી તોફનો થયાં. જે રમખાણોમાં ૨૦૦૦થી વધુ માનવીઓનાં મોત નિપજાવયા હતાં.

ભારતની ભૂગોળ

ભારત ભૌગોલિક રીતે ચોતરફથી કુદરતી સીમાઓ વડે રક્ષાયેલું છે. ઉત્તરમાં હિમાલય ની દુર્ગમ પર્વતમાળાઓ, દક્ષિણમાં ભારતીય મહાસાગર , પૂર્વમાં ગીચ જંગલો અને પશ્ચિમમાં વિશાળ રણો તેને બીજા ભૂખંડોથી અલગ પાડે છે. આથી જ તેને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવેછે. તેનો આકાર હીરા જેવો હોવાથી તેને સંસ્કૃતમાં તેને જંબુદ્વિપ પણ કહે છે. ભારતનો ભૂખંડ પૂર્વે ચોતરફ પાણી થી રક્ષાયેલો હશે અને તે ધીમે ધીમે ઉપર તરફ ધસીને એશિયા ના ભૂખંડ સાથે અથડાયો હશે તેવું આધુનિક વિજ્ઞાન પણ માને છે.

=>> ઉત્તરનો પર્વતાળ પ્રદેશ

હિમાલયની પર્વતમાળા
ભારતની ઉત્તરે હિમાચલ કે હિમાલય ની પર્વતમાળઆવેલી છે. ઉત્તર ધૃવ તરફથી વહેતા ઠંડા પવનોનેતે રોકી લે છે. હિમાલયની પર્વતમાળા પૂર્વમાં મ્યાનમાર કે બર્માથી ચાલુ થઇ પશ્ચિમમાં છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલી છે. ચીન અને ભારત વચ્ચે તે એક કુદરતી રાજકીય સીમાની ગરજ સારે છે. નેપાલ , ભૂતાન જેવા દેશ આ પર્વતમાળામાં જ આવેલા છે.
ભારતની જીવાદોરી સમાન ગણાતી નદીઓ જેવી કે ગંગા , યમુના , સિંધુ (અત્યારે પાકિસ્તાન માં), બ્રહ્મપુત્રા વગેરે હિમાલયમાંથી નીકળે છે.

>=>> મધ્ય અને દક્ષિણના મેદાનો

હિમાલયમાંથી નીકળતી નદીઓ તેની દક્ષિણમાં અને ભારતની મધ્યમાં આવેલા મેદાન પ્રદેશમાંથી વહે છે અને અંતે ભારતીય મહાસાગરના ઉપસાગરો - અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર - માં મળી જાય છે. આ મેદાન પ્રદેશો ખૂબજ ફળદ્રુપ અને ખેતીલાયક હોવાથી દુનિયાનો સૌથી ગીચમાં ગીચ પ્રદેશ છે. ભારતીય સંસ્કૃતિ આ જ વિસ્તારમાં ખીલી છે. પૌરાણિક રીતે આ વિસ્તાર ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતના મહાન રાજાઓ, વ્યક્તિઓ આ જ વિસ્તારમાં જન્મી છે.

=>> પૂર્વના જંગલો

ભારતની પૂર્વમાં અરૂણાચલ પ્રદેશ વગેરે સીમાડાના રાજ્યો અને મ્યાનમાર ને જોડતા પ્રદેશોમાં ગીચ જંગલો આવેલા છે. આ પ્રદેશમાં પુષ્કળ વરસાદ થાય છે. અહીંના ચેરાપુંજી માં વિશ્વનો સૌથી વધુ વરસાદ (૧૦૦ ઇંચ) થાય છે. પુષ્કળ વરસાદના કારણે જમીન ખૂબ જ ફળદ્રુપ છે.

=>> પશ્ચિમનાં રણો

ભારતની પશ્ચિમે કચ્છ નુ નાનુ ,મોટુ રણ્ અને થાર ના રણો આવેલા છે. ઐતિહાસિક ભારત અફઘાનિસ્તાન અને ઇરાન ની સીમાઓ સુધી વિસ્તેલું હતુ. વિદેશી આક્રમણકારો આ રણને બદલે કારાકોરમ નો ઘાટ વટાવીને ભારતમાં પ્રવેશ કરતા. આજે કચ્છનું રણ ગુજરાત માં અને થારનું રણ રાજસ્થાન અને પાકિસ્તાનમાં આવેલું છે. આ રણના પોખરન વિસ્તારમાં ભારતે પરમાણુ બોમ્બ નો પ્રયોગ પણ કરેલ છે.

=>> દક્ષિણનો સાગર

ભારતનો દક્ષિણ ભાગ ત્રણ તરફ સમુદ્રથી ઘેરાયેલો છે. દક્ષિણ ભારતની પૂર્વમાં બંગાળનો ઉપસાગર , પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિંદ મહાસાગર આવેલો છે. આ સમુદ્રમાં ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વિપ ટાપુઓ અને શ્રીલંકા અને માલદીવ ટાપુ જેવા દેશો આવેલા છે. ભારતની હિંદમહાસાગરમાંની ભૂશિરને કન્યાકુમારી તરીકે ઓળખાય છે. ભારતમાં થતો વરસાદ આ સમુદ્રની આબોહવાને આધારી છે. ભારતની તટ-રેખા ૧૯૫૭ કી.મી ની છે, જે દુનિયામાં સૌથી લાંબી છે.

=>> લોકજીવન

ભારત દેશનું લોકજીવન "વિવિધતામાં એક્તા" સૂત્રને આત્મસાત કરતું દેખાય છે. જુદા જુદા પ્રાંતના લોકોનો પોષાક, ખાણીપીણી, ભાષા જુદા જુદા હોવા છતા તેઓ એક ભારત દેશની છત્રછાયામાં રહે છે. આ દેશમાં ભાષા, ધર્મ, જાતિ વગેરેમાં અલગ અલગ એવી પ્રજા ઐતિહાસિક કાળથી આવીને વસી છે. પૌરાણીક ભારતમાં યવન , પહલવ , મ્લેચ્છ , બર્બર જેવી જાતિઓનો ઉલ્લેખ છે જે ભારતના લોકો સાથે સંપર્કમાં હતી અને એકબીજાને યુદ્ધ દરમિયાન મદદ કરતા. આ જાતિઓમાંથી ઘણા લોકો ભારતમાં વસ્યા અને તેના લોકોમાં ભારતીય તરીકે ભળી ગયા. દુનિયાના સૌથી વધુ ધર્મો ભારતમાં ઉદ્ભવ પામ્યા છે અને ઘણા ધર્મના લોકોએ ભારતમાં આશ્રયસ્થાન લીધું છે. આજનું ભારત જાતિવાદ, ધર્મવાદ જેવા પરિબળોથી ત્રસ્ત છે પરંતુ રાજકીય એક્તા ટકાવીને પોતાની અદાથી આગળ વધતુ રહે છે.

સામાન્ય વિજ્ઞાન

1-" કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી" એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
એફ.ડબ્લ્યુ એસ્ટન

2-પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
જોહાન વિલ્હેમ રિટર- 1801

3-સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ?
સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી

4-પ્રકાશ ની પરિભાષા જણાવો ?
"આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીયવિકિરણ એટલે પ્રકાશ."

5-ગ્રીક ભાષાના શબ્દ 'nano' નો અર્થ શું થાય ?
વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9

6-માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે?
કુલ :213

7-સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ?
સ્કંધમેખલામાં :04, નિતંબમેખલા:02, કાનમાં :03 (બંને કાનમાં :06 ), તાળવામાં:01

8-પગમાં કેટલા હાડકા હોય છે ?
(બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01, ઘૂંટણનો સાંધો :01, ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02, ઘૂંટીના હાડકા :07,પગના તળિયાના હાડકા :05, આંગળીઓના હાડકા :14

9-હાથમાં કેટલા હાડકા હોય છે ?
(બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01, કોણીથી કાંડા સુધી :02, કાંડાના હાડકા :08, હથેળીના હાડકા :05, આંગળીઓના હાડકા :14

10-કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
33 મણકા

11-માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે?
પાંસળીઓની બાર જોડ :24, પાંસળીઓ વચ્ચેનું હાડકું :01

12-મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે?
માથાના હાડકા :08 ,ચેહરાના હાડકા :14

13-પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?
23 કલાક અને 56 મિનીટ લાગે છે.

14-સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી વધારે સમય કયા ગ્રહને લાગે છે ?
પ્લૂટોને (248 વર્ષ)

15-સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી ઓછો સમયકયા ગ્રહને લાગે છે?
બુધને (88 દિવસ)

16-ચંદ્રગ્રહણ ક્યારે થાય છે ?
સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવતા ચંદ્રગ્રહણ થયા છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.

17-સૂર્ય ગ્રહણ કેવીરીતે થાય છે ?
સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે .

18-વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ?
નાઈટ્રોજન :78 % , ઓક્સિજન :21 %, હિલીયમ, નિયોન, આર્ગોન, ઓઝોન, ઝેનોન, રેડોન, પાણીની વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪%

19-માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ?
160 -170 km

20-માથાના વાળ પ્રતિમાસ કેટલા વધી જાય છે ?
11-12 ઈંચ

21-પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમા ફેરફાર થતો નથી ?
પદાર્થના દળમાં

23-મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?
ભૂરો

24-બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?
મિથેન વાયુ

25-માનવીની ચામડી મહતમ કેટલું તાપમાન સહન કરી શકે છે ?
60* સે.

26-વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ?
વિદ્યુતશક્તિનું પ્રકાશ શક્તિમાં રૂપાંતર

27-સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?
ભૌતિક વિજ્ઞાન

28-પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ?
પાણીમાં

29-આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ".
શ્રીનિવાસ રામાનુજન

30-શરીરનું કયું અંગ, પાણી ,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ?
ચામડી

31-સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ?
જે.એચ.ટસેલ

32-એક્સરે ખરેખર શું ચીજ છે ?
વીજ ચુંબકીય તરંગો

33-ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ?
લાલ , લીલો , વાદળી

34-બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ?
પિતાના રંગસૂત્ર

35-કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાંવપરાતી IC શેમાંથી બને છે ?
સિલિકોનમાંથી

36-જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ?
કાચનું પાત્ર

37-અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ?
સિલિકોન

38-અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ?
346 મી /સેકંડ

39-કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે કારણ કે પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુછે .

40-બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ આલ્કોહોલમાં ડૂબી જાય છે ?
બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે .

41-દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરીછે ?
રેનિન

42-મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.

43-શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
ત્વચા

44-કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
કાર્બન ડાયોકસાઇડ

45-હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?
ઇ.સ. 1962

46-રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?
પીચ બ્લેંડી

47-વિટામીન B12 નું બીજું નામ શું છે ?
સાઈનોકોબાલેમીન

48-હાડકાની રાખમાં શું હોય છે ?
કેલ્શિયમ ફોસ્ફેટ

49-ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ?
7.38 %

50-પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ?
તેની ઘનતામાં ઘટાડો થાય છે.

51-કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?
સલ્ફર

52-લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?
વિટામીન -A

53-ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?
ડૉ.સી.વી.રામન

54-વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?
એન્ટાર્કટિકા

55-લોજિક બોંબ શું છે ?
કોમ્પ્યુટર વાઇરસ

56-કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ?
ચેતાતંત્ર પર

57-લવિંગ શામાંથી મળે છે ?
ફૂલની કાળી માંથી

58-લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્યકોણ કરે છે ?
મુત્રપિંડ (કિડની )

59-ડાઇન એ શાનો એકમ છે ?
બળનો એકમ

60-ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો ?
સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3 )

61-મનુષ્યના કયા અંગમાં લસીકા કણો પેદા થાય છે ?
પિતાશયમાં

62-કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે?
લાલ રંગની

63-સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે ?
અલ્ટ્રાવાયેલેટ કિરણ

રવિવાર, 21 ઑક્ટોબર, 2012

નિપાત (ગુજરાતી વ્યાકરણ)

“વાક્યમાં આવતા જુદા જુદા પ્રકારના પદો જેવાકે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, કૃદંત, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ, સાથે આવી શકે અને ભાર, નિશ્ચય વગેરે અર્થની વિશેષતા દર્શાવે તે પદોને નિપાત કહે છે.”
નિપાતના પ્રકાર :
(૧) ભારવાચક નિપાત :
“જે નિપાત ભારવાહી અર્થ બતાવે છે તેને ભારવાચક નિપાત કહેવામાં આવે છે.”
ઉદાહરણ : જ, તો, ય, પણ, સુદ્ધાં
માલવ જ આ લખી શકશે.
માલવ તો આ વાત કરશે જ.
માલવ ય ગીત ગાશે.
પાર્થવ પણ વાર્તા કહેશે.
શિક્ષક સુદ્ધાં આ સેવાયજ્ઞમાં જોડાયા.
(૨) સીમાવાચક નિપાત :
“જેમાં સીમા કે મર્યાદા અંકિત થતી હોય અને સીમા મર્યાદાનો અર્થ વ્યક્ત થતો હોય તે સીમાવાચક નિપાત કહેવાય છે.”
ઉદાહરણ : ફક્ત, કેવળ, તદ્દન, સાવ, છેક, માત્ર
માલવભાઈ તમે ફક્ત દસ મિનિટમાં આવી જાઓ.
માલવભાઈ કેવળ તમારા આગ્રહને કારણે હું આવીશ.
માલવ અને પાર્થવ તદ્દન નજીવી બાબતમાં ઝઘડી પડ્યા.
માલવ ઘરમાં સાવ એકલો પડી ગયો.
છેક આવું થશે તેની તો કલ્પના જ નહોતી.
માલવભાઈ માત્ર તમને આમંત્રણ છે.
(૩) વિનયવાચક નિપાત :
“જેમાં વિનય, વિવેક, માન-મોભો કે આદરનો અર્થ દર્શાવાયો હોય તેવા નિપાત વિનયવાચક નિપાત કહેવાય છે.”
ઉદાહરણ : જી
આચાર્ય જી ને મારા નમસ્કાર.
અમારી ભૂલ હોય તો માફ કરશો જી .
પ્રધાન જી સભામાં પધાર્યા.
સ્વામી જી આશ્રમમાં હાજર છે.
(૪) પ્રકીર્ણ – લટકણિયાં રૂપે પ્રયોજાતા નિપાત :
“કેટલાક નિપાત વાક્યને અંતે વિનંતી, આગ્રહ, અનુમતિ વગેરે જેવા અર્થમાં અને ક્યારેક તો માત્ર લટકણિયાં રૂપે પ્રયોજાય ત્યારે તેમનેલટકણિયાં રૂપે પ્રયોજાતા નિપાત કહેવાય છે.”
ઉદાહરણ : ને, કે, તો, એમ કે, કેમ
પાર્થવભાઈ મારી વાત માનશે ને ?
માલવભાઈ તમારી પેન આપશો કે ?
માલવ, મને પાર્થવનું સરનામું લખાવ તો ?
મને એમ કે માલવ દોડી શકશે.
પાર્થવ પાછો આવી ગયો, કેમ ?
સંકલન : katariya keshav

આઠ પ્રકારના વિવાહ

૧. બ્રહ્મ વિવાહ: પોતાની જ્ઞાતિમાં દહેજ ઈચ્છા મુજબ આપી કરાતાં વિવાહ
૨. દૈવ વિવાહ: યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ સાથે વિવાહ
૩. પ્રાજાપત્ય વિવાહ : દહેજ વગર યોગ્ય વ્યક્તિ સાથે કરાતાં વિવાહ
૪. આર્ષ વિવાહ: એક જોડી ગાય અને બળદ આપીને થતાં વિવાહ
૫. ગાંધર્વ વિવાહ: કન્યા સાથે વરની ઈચ્છા મુજબના વિવાહ
૬. આસુર વિવાહ: કન્યાના પિતાને પૈસા આપીને થતાં વિવાહ
૭. રાક્ષસ વિવાહ: કન્યાનું અપહરણ કરી તેની ઈચ્છા વિરુદ્ધ કરાતાં વિવાહ
૮. પિશાચ વિવાહ: કન્યાને નશાયુકત પદાર્થ પિવડાવી તેમજ નિદ્રાધીન અવસ્થામાં શારીરિક સંબંધ બાંધીને કરાતાં વિવાહ

સ્ત્રીના વિવિધ રૂપ

* નવોઢા : નવી પરણેલી સ્ત્રી
* સૌભાગ્યવતી : જેનો પતિ જીવે છે તેવી સ્ત્રી
* વિધવા : જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રી
* ત્યકતા : પતિએ ત્યજી દીધેલી સ્ત્રી
* શોક (સપત્ની) : પોતાના પતિની બીજી પત્ની
* કમલાક્ષી : કમળ જેવા નેત્રો વાળી સ્ત્રી
* મૃગનયની : હરણ જેવા નેત્રો વાળી સ્ત્રી
* મદિરાક્ષી : મદિરા જેવી મોહક આંખો વાળી સ્ત્રી
* ગજગામિની : હાથી જેવી ચાલ ચાલનારી સ્ત્રી
* હંસગામિની : હંસ જેવી ચાલ ચાલનારી સ્ત્રી
* કોકિલકંઠી : મધુર ગાઈ શકે તેવી સ્ત્રી
* કાકવંધ્યા : એકજ વાર ફળનારી સ્ત્રી
* જનાનો : ઓઝલમાં રહેતો સ્ત્રીવર્ગ
* વનળા : ભાયડા કે હીજડા જેવી સ્ત્રી
* વાંઝણી : એકપણ સંતાન વગરની સ્ત્રી
* અખોવન : જેનું એકપણ સંતાન મૃત્યુ પામ્યું ન હોય તેવી સ્ત્રી
* અભિસારિકા : સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી
* વિપ્રબલબ્ધા : પ્રીતમે સંકેત ન સાચવ્યાથી નિરાશ થયેલી સ્ત્રી
* વિરહોત્કંઠા : પતિને મળવાને અત્યંત આતુર સ્ત્રી
* સ્વાધીનપતિકા : પતિને સ્વાધિન રાખનારી સ્ત્રી
* પ્રોષીતભતૃકા : જેનો પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી
* કલહાંતરિતા : પતિ સામે કલહ કરી રૂસણું લઈ બેઠેલી સ્ત્રી
* ખંડિતા : પતિ (પ્રીતમ) સપત્નીને ત્યાં જતાં મનમાં બળતી સ્ત્રી
* વાસકસજ્જા : પ્રીતમના આગમનની રાહ જોઈ વસ્ત્રાભૂષણ પહેરી ઘર સજાવી તૈયાર થયેલી સ્ત્રી

ભારતના શહેરો અને તેની સમૃદ્ધિ-1

અજમેર (રાજસ્‍થાન) : ખ્‍વાજા મોહયુદ્દીનની દરગાહ (અજમેર શરીફ)
અમદાવાદ (ગુજરાત) : ઐતિહાસિક શહેર, ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ, સીદી સૈયદની જાળી, ઝૂલતા‍મિનારા
અમરનાથ (જમ્‍મુ અને કાશ્‍મીર) : પહેલગામ નજીકનું હિન્‍દુઓનું પવિત્ર યાત્રાધામ, બરફનું શિવલિંગ
અમૃતસર (પંજાબ) : શીખોનું યાત્રાધામ, સુર્વણમંદિર, જલિયાંવાલા બાગ
અલીગઢ (ઉત્તર પ્રદેશ) : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, તાળાં, ચપ્‍પુ, કાતર બનાવવાનો ઉદ્યોગ
અલંગ (ગુજરાત) : જહાજ ભાંગવાનો ઉદ્યોગ
અલાહાબાદ (ઉત્તર પ્રદેશ) : પંડિત નહેરુનું જન્‍મસ્‍થળ ‘આનંદભવન’, ત્રિવેણી સંગમ – અહીં કુંભ મેળો ભરાય છે.
અયોધ્‍યા (ઉત્તર પ્રદેશ) : શ્રીરામ જન્‍મભૂમિ સ્‍થળ, સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક
અવાડી (તમિલનાડુ) : ટૅન્‍ક બનાવવાનું કારખાનું
અડચાર (તમિલનાડુ) : થિયૉસૉફિકલ સોસાયટીનું મુખ્‍ય મથક
અજંતા (મહારાષ્‍ટ્ર) : ઔરંગાબાદ પાસે આવેલા આ સ્‍થળે શૈવ અને બૌદ્ઘ ગુફાઓ છે
અંકલેશ્ર્વર (ગુજરાત) : ખનીજ તેલનું ક્ષેત્ર
આબુ (રાજસ્‍થાન) : રાજસ્‍થાનમાં આવેલું અરાવલી ગિરિમાળાનું સુપ્રસિદ્ઘ ગિરિમથક, દેલવાડાનાં દેરાં અને વસિષ્‍ઠ આશ્રમ પ્રસિદ્ઘ છે.
ઓમકારેશ્ર્વર (મધ્‍ય પ્રદેશ) : નર્મદા કિનારે આવેલું બાર જયોતિર્લિગોમાંનુ એક
કંડલા (ગુજરાત) : મહત્‍વપૂર્ણ બંદર, મુકત વ્‍યાપાર ક્ષેત્ર
આગરા (ઉત્તર પ્રદેશ) : તાજમહેલ, અકબરનો મકબરો
આણંદ (ગુજરાત) : અમૂલ ડેરી, ડેરી ઉદ્યોગનું વડું મથક (NDDB) અહીં છે
આસનસોલ (પશ્ર્ચિમ બંગાળ) : કોલસાની ખાણો
પોર્ટ બ્‍લેર (અંદમાન અને નિકોબાર) : રમણીય દરિયા કિનારો
ઇલોરા (મહારાષ્‍ટ્ર) : શિલ્‍પસ્‍થાપત્‍ય માટે જગમશહુર વિશાળ ગુફાઓ
ઉજ્જૈન (મધ્‍ય પ્રદેશ) : પ્રાચીન વિદ્યાધામ અને વીરવિક્રમની રાજધાની, મહાકાલેશ્ર્વરનું મંદિર, બાર જયોતિર્લિગોમાંનું એક, મહાકવિ કાલિદાસની જન્‍મભૂમિ, સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક
ઉદયપુર (રાજસ્‍થાન) : સરોવરોના શહેર તરીકે વિખ્‍યાત, પિછોલા લેક, રાજસ્‍થાનનું વૅનિસ
ઔરંગાબાદ (મહારાષ્‍ટ્ર) : નજીકમાં દોલતાબાદનો પ્રાચીન કિલ્‍લો, ઔરંગાઝેબની કબર, ‘બીબી કા મકબરા’ અને પવનચક્કી જોવાલાયક છે.
કોલકતા (પશ્ર્ચિમ બંગાળ) : શણ ઉદ્યોગનું કેન્‍દ્ર, ધાતુની ટંકશાળ, હાવડાબ્રિજ, વિકટોરીયા મેમોરિયલ, બેલુર મઠ, બોટોનિકલ ગાર્ડન અને મ્‍યુઝિયમ જોવાલાયક છે.
કાનપુર (ઉત્તર પ્રદેશ) : ઉત્તર પ્રદેશનું સૌથી મોટું શહેર, ચામડાં, ગરમ કાપડ, સુતરાઉ કાપડ અને ખાંડ ઉદ્યોગનું કેન્‍દ્ર
કન્‍યાકુમારી (તમિલનાડુ) : ત્રણ મહાસાગરોનું સંગમસ્‍થાન, ‘વર્જિન ગૉડેસ’ કુમારી દેવીનું મંદિર, ‘વિવેકાનંદ રૉક’ સ્‍મારક
કુલ્‍લુ-મનાલી (હિમાચલ પ્રદેશ) : રમણીય ખીણપ્રદેશ, કુદરતી સૌંદર્યધામ અને ગિરિમથક
કોયલી (ગુજરાત) : તેલ રિફાઇનરી અને અન્‍ય પેટ્રોકેમિકલ્‍સ ઉદ્યોગ માટેનું કેન્‍દ્ર
કોચી (કેરલ) : પશ્ર્ચિમ કિનારાનું બંદર, વહાણબાંધવાનો ઉદ્યોગ, રિફાઇનરી
કોડઇકેનાલ (તમિલનાડુ) : ગિરિમથક, આધુનિક વેધશાળા
કોણાર્ક (ઓરિસ્‍સા) : પ્રસિદ્ઘ સૂર્યમંદિર, કામ શિલ્‍પો માટે જાણીતું
કોળાર (કર્ણાટક) : સોનાની ખાણ
ખડકવાસલા (મહારાષ્‍ટ્ર) : નૅશનલ ડિફેન્‍સ એકેડમી
ખજુરાહો (મધ્‍ય પ્રદેશ) : ઉત્‍કૃષ્‍ટ કામ શિલ્‍પવાળાં ૨૨ મંદિરો
ગયા (બિહાર) : હિન્‍દુ યાત્રાધામ, ‘પિતૃશ્રાદ્ઘ’ માટે જાણીતું
ગ્‍વાલિયર (મધ્‍ય પ્રદેશ) : ઝાંસીની રાણીની સમાધિ, ઐતિહાસીક કિલ્‍લો, રાજમહેલ, સંગીત સમ્રાટ તાનસેનની જન્‍મભૂમિ
ગિરનાર (ગુજરાત) : અશોકનો શિલાલેખ
ગુવાહાટી (અસમ) : નૂનમતી રિફાઇનરી, કામાખ્‍યાદેવીનું પ્રખ્‍યાત મંદિર
ગોમટેશ્ર્વર (કર્ણાટક) : પથ્‍થરમાંથી કોતરેલી બાહુબલીની ભવ્‍ય મૂર્તિ
ગાંધીનગર (ગુજરાત) : સુપ્રસિદ્ઘ અક્ષરધામ મંદિર
ચંડિગઢ (પંજાબ, હરિયાણા) : બન્‍ને રાજયોની સંયુકત રાજધાની, રૉક ગાર્ડન
ચિત્તરંજન (પશ્ર્ચિમ બંગાળ) : રેલવે એન્જિન બનાવવાનું કારખાનું
ચેરાપુંજી (મેધાલય) : ખાસી- જૈંતિયાની ટેકરીઓમાં આવેલું વિશ્ર્વના સૌથી વધુ વરસાદ માટે વિખ્‍યાત
ચિતૌડગઢ (રાજસ્‍થાન) : રાણા કુંભાનો વિજયસ્‍તંભ, પજ્ઞ્મિનીનો મહેલ, મીરાંબાઇનુંમંદિર, કીર્તિ સ્‍તંભ
પુરી (ઓરિસ્‍સા) : મોટું યાત્રાધામ, ભારતની પ્રસિદ્ઘ જગન્‍નાથની રથયાત્રા, જગન્‍નાથજીનું ભવ્‍ય મંદિર
જબલપુર (મધ્‍ય પ્રદેશ) : બીડી ઉદ્યોગનું કેન્‍દ્ર, આરસપહાણ માટે પ્રખ્‍યાત, નર્મદા પરનાં ‘ધુઆધાંર’ અને ‘ભેડાધાટ’ દર્શનીય સ્‍થળો
જમશેદપુર (ઝારખંડ) : તાતાનું પોલાદનું જંગી કારખાનું
જયપુર (રાજસ્‍થાન) : પિન્‍ક સીટી તરીકે જાણીતું, હવામહલ, જંતર-મંતર, અંબર મહેલ વગેરેદર્શનીય સ્‍થળો
જેસલમેર (રાજસ્‍થાન) : સોનેરી નગરી, ઐતિહાસિક કિલ્‍લો, હવેલી અને ઝરૂખાઓ
ઝરિયા (ઝારખંડ) : કોલસાની ખાણોનું મુખ્‍ય કેન્‍દ્ર
ઝાંસી (ઉત્તર પ્રદેશ) : રાણી લક્ષ્‍મીબાઇનુંસ્‍મારક
તિરુપતિ (આંધ્ર પ્રદેશ) : તિરુમલાઇ પર્વત પર વ્‍યંકટેશ્ર્વરનું જગપ્રસિદ્ઘ મંદિર
તિરુચ્ચિરાપલ્‍લી (તમિલનાડુ) : પ્રાચીન મંદિર
તંજાવૂર (તમિલનાડુ) : બૃહદેશ્ર્વરનું જગપ્રસિદ્ઘ મંદિર
તિરુવનંતપુર (કેરલ) : પજ્ઞ્મનાભનું મંદિર
દયાલબાગ (ઉત્તર પ્રદેશ) : રાધાસ્‍વામી પંથકનું કેન્‍દ્ર
દેહરાદૂન (ઉત્તરાખંડ) : જંગલ સંશોધન કેન્‍દ્ર, લશ્‍કરી કૉલેજ, તેલ અને કુદરતી વાયુ પંચનું મુખ્‍ય મથક
દિલ્‍લી : લાલ કિલ્‍લો, જામા મસ્જિદ, ઇન્ડિયાગેટ, વિજયઘાટ, રાજઘાટ, કુતુબમિનાર, બિરલા મંદિર, રાષ્‍ટ્રપતિ ભવન, સ્‍વામિનારાયણ મંદિર વગેરે દર્શનીય સ્‍થળો
દિગ્‍બોઇ (અસમ) : ખનીજ તેલક્ષેત્ર અને રિફાઇનરી
ધનબાદ (ઝારખંડ) : કોલસાની ખાણોનું કેન્‍દ્ર
નાગપુર (મહારાષ્‍ટ્ર) : મહારાષ્‍ટ્ર રાજયનું બીજા નંબરનું મહત્‍વનું વ્‍યાપારીકેન્‍દ્ર, સંતરા માટે વિખ્‍યાત
નાશિક (મહારાષ્‍ટ્ર) : ગોદાવરી તટે હિન્‍દુઓનું યાત્રાધામ, પશ્ર્ચિમનું કાશી, ચલણી નોટોનું સરકારી પ્રિન્‍ટીંગ પ્રેસ
નાલંદા (બિહાર) : પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ
પટના (બિહાર) : પ્રાચીન સમયનું પાટલીપુત્ર, જરીકામ માટે પ્રખ્‍યાત
પાટણ (ગુજરાત) : રાણકીવાવ, સહસ્‍ત્રલિંગ તળાવ, પટોળાં અને માટીકામ માટે પ્રખ્‍યાત

ભારતના શહેરો અને તેની સમૃદ્ધિ-2

પાલિતાણા (ગુજરાત) : શેત્રુંજય ડુંગર ઉપરનાંભવ્‍ય જૈન દેરાસરો
પુણે (મહારાષ્‍ટ્ર) : પેશ્ર્વાઓની રાજધાની, બગીચાઓનું શહેર, પુણે યુનિવર્સિટી
પેરામ્‍બુર (તમિલનાડુ) : રેલવેના ડબ્‍બા બનાવવાનું ભારત સરકારનું કારખાનું
પુડુચેરી (પુડુચેરી) : અરવિંદ આશ્રમ
પોરબંદર (ગુજરાત) : મહાત્‍મા ગાંધીની જન્‍મભૂમિ, ગાંધી સ્‍મૃતિમંદિર
ફતેહપુર-સિક્રી (ઉત્તર પ્રદેશ) : બુલંદ દરવાજા, રાણી જોધાબાઇનો મહેલ
બિજાપુર (કર્ણાટક) : ગોળગુંબજ સ્‍થાપત્‍યનો ઉત્તમ નમૂનો
ભુવનેશ્ર્વર (ઓરિસ્‍સા) : લિંગરાજ મંદિર
મથુરા (ઉત્તર પ્રદેશ) : શ્રીકૃષ્‍ણની જન્‍મભૂમિ, દ્વારકાધીશનું મંદિર, ઑઇલ રિફાઇનરી, સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક
ચેન્‍નઇ (તમિલનાડુ) : મરીના બીચ, સ્‍નેક પાર્ક, મ્‍યુઝિયમથી શોભતું પાટનગર, દ્રવિડ સંસ્‍કૃતિનું કેન્‍દ્ર
મદુરાઇ (તમિલનાડુ) : પ્રખ્‍યાત મીનાક્ષી મંદિર, હાથવણાટની સિલ્‍કની સાડીઓ માટે પ્રખ્‍યાત
મુંબઇ (મહારાષ્‍ટ્ર) : ગેટ વે ઑફ ઇન્ડિયા, ઍલિફન્‍ટા ગુફાઓ, નૅશનલ પાર્ક, હૅગિંગ ગાર્ડનથી શોભતું ભારતનું પ્રથમ નંબરનું ઔદ્યોગીક શહેર
મૈસૂર (કર્ણાટક) : ઐતિહાસીક શહેર, રાજમહેલ અને આકર્ષક વૃંદાવન ગાર્ડન
વારાણસી (ઉત્તર પ્રદેશ) : કાશી વિશ્ર્વનાથનું શિવમંદિર, બનારસ હિન્‍દુ યુનિવર્સિટી, હિન્‍દુઓનું પવિત્ર યાત્રાધામ
બેંગાલૂરુ (કર્ણાટક) : રેશમ તથા વિમાન ઉદ્યોગ માટે પ્રખ્‍યાત, હિન્‍દુસ્‍તાન મશીન ટુલ્‍સ ફૅકટરી
રાંચી (ઝારખંડ) : મિલિટરી કૅમ્‍પ, હેવી એન્જિનિંયરીંગનું કારખાનું
રામેશ્ર્વરમ્ (તમિલનાડુ) : જ્યોતિર્લિગ મંદિર, હિન્‍દુઓનું યાત્રાધામ
લોથલ (ગુજરાત) : મોહેં-જો-દડોની સંસ્‍કૃતિનાઅવશેષ અહીંથી મળ્યા.
શિર્ડી (મહારાષ્‍ટ્ર) : શ્રી સાંઇબાબાનું સુપ્રસિદ્ઘ મંદિર
શ્રાવસ્‍તી (ઉત્તર પ્રદેશ) : બૌદ્ઘોનું યાત્રાધામ
શ્રીનગર (જમ્‍મુ અને કાશ્‍મીર) : નિશાત બાગ, દલ સરોવર, શાલીમાર ગાર્ડન, ચશ્‍મેશાહી, સોનમર્ગ, ગુલમર્ગ, વુલર સરોવર જેવાં રમણીય સ્‍થળો, પૃથ્‍વી પરનું સ્‍વર્ગ
શ્રી હરિકોટા (આંધ્ર પ્રદેશ) : ભારતીય ઉપગ્રહ અને રૉકેટ છોડવાનું મથક
સાંચી (મધ્‍ય પ્રદેશ) : બૌદ્ઘ સ્‍તૂપ
હૈદરાબાદ (આંધ્ર પ્રદેશ) : ચાર મિનાર, સાલારજંગ
હળેબિડુ (કર્ણાટક) : શિવમંદિર
હરદ્વાર (ઉત્તરાખંડ) : ઇશ્ર્વરનું પ્રવેશદ્વાર, હિન્‍દુઓનું યાત્રાધામ, લક્ષ્‍મણ ઝુલા, સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક
અંબાલા (હરિયાણા) : વૈજ્ઞાનિક સાધનો, હવાઇ દળનું તાલીમ મથક
એલેપી (કેરલ) : પેપર ઉદ્યોગ, પૂર્વનું વૅનિસ
બરેલી (ઉત્તર પ્રદેશ) : વિમ્‍કો ફૅકટરી, ફર્નિચર
કોઇમ્‍બતૂર (તમિલનાડુ) : ઉદ્યોગો, ભારતનું માંચેસ્‍ટર
ધારીવાલ (પંજાબ) : ઊનનાં વસ્‍ત્રો બનાવવાનુંમોટું કેન્‍દ્ર
ફીરોઝાબાદ (ઉત્તર પ્રદેશ) : કાચની બંગડીઓ માટે વિખ્‍યાત
જલંધર (પંજાબ) : રમતગમતના સાધનો માટે વિખ્‍યાત
ખેતરી (રાજસ્‍થાન) : તાંબાની ખાણોનું કેન્‍દ્ર
લુધિયાના (પંજાબ) : હોઝિયરી, સાઇકલ, સીવવાના સંચા વગેરે ઉદ્યોગોનું કેન્‍દ્ર
પન્‍ના (મધ્‍ય પ્રદેશ) : હીરાની ખાણો
પિમ્‍પ્રી (મહારાષ્‍ટ્ર) : પેનિસિલિનની ફૅકટરી
પિંજોર (હરિયાણા) : બગીચા, એચ.એમ.ટી.નું કારખાનું
રૂડકી (ઉત્તરાખંડ) : એન્જિનિયરીંગ યુનિવર્સિટી
રાઉકરેલા (ઓરિસ્‍સા) : સ્‍ટીલ ઉદ્યોગનું કેન્‍દ્ર
સોલાપુર (મહારાષ્‍ટ્ર) : સુતરાઉ કાપડ ઉદ્યોગનું કેન્‍દ્ર
સિંદરી (ઝારખંડ) : રાસાયણિક ખાતરનું કારખાનું
ટીટાગઢ (પશ્ર્ચિમ બંગાળ) : કાગળ ઉદ્યોગનું કેન્‍દ્ર
વિશાખાપટ્નમ (આંધ્ર પ્રદેશ) : ભારતનાં પૂર્વકિનારાનું મોટું બંદર, જહાજ બનાવવાનો ઉદ્યોગ
ટ્રૉમ્‍બે (મહારાષ્‍ટ્ર) : અણુવિજ્ઞાનનું સંશોધન કેન્‍દ્ર, અણુભઠ્ઠી ભારતનું પ્રથમ ‘ભાભા અણુરિએકટર’
થુમ્‍બા (કેરલ) : રૉકેટ મથક, પરીક્ષણ માટેના રૉકેટ અહીંથી છોડવામાં આવે છે.
નાથદ્વારા (રાજસ્‍થાન) : શ્રીનાથજીનું મંદિર
મહાબલિપુરમ (તમિલનાડુ) : રથ આકારનાં મંદિરો માટે વિશ્ર્વ પ્રસિદ્ઘ
અગરતલા (ત્રિપુરા) : લક્ષ્‍મીનારાયણ મંદિર અને રાજમહેલ
આળંદી (મહારાષ્‍ટ્ર) : સંત જ્ઞાનેશ્ર્વરનું સમાધિસ્‍થળ
ઇમ્‍ફાલ (મણિપુર) : મણિપુરી નૃત્‍યકલાનું મથક
ઉદગમંડલમ્ (તમિલનાડુ) : નીલગિરિ પર્વત પરનુંરમણીય ગિરિમથક
કાંચીપુરમ્ (તમિલનાડુ) : પલ્‍લવ રાજાઓનું પાટનગર હતું, શંકરાચાર્યની પીઠ, દ્રવિડ સ્‍થાપત્‍યનાં મંદિરો, સાડી ઉદ્યોગનું કેન્‍દ્ર
કુરુક્ષેત્ર (હરિયાણા) : ધર્મક્ષેત્ર અને યુદ્ઘક્ષેત્ર (મહાભારત), કુરુક્ષેત્ર યુનિવર્સિટીનું મથક, બ્રહ્મસરોવર
કેદારનાથ (ઉત્તરાખંડ) : કેદારનાથનું શિવમંદિર, બાર જ્યોતિર્લિગોમાનું એક, હિન્‍દુઓનું પવિત્ર યાત્રાધામ
કોલ્‍હાપુર (મહારાષ્‍ટ્ર) : ગોળ અને પગરખાં માટે જાણીતું
ખડગપુર (પશ્ર્ચિમ બંગાળ) : વિશ્ર્વમાં સૌથી લાંબુ રેલવે પ્‍લૅટફૉર્મ
ગુંટૂર (આંધ્ર પ્રદેશ) : તમાકુના વેપાર માટે પ્રસિદ્ઘ
ચિદંબરમ્ (તમિલનાડુ) : નટરાજના (શૈવ) મંદિર માટે સુપ્રસિદ્ઘ
દાર્જિલિંગ (પશ્ર્ચિમ બંગાળ) : ચાના બગીચા તથા નારંગી માટે વિખ્‍યાત, રમણીય ગિરિમથક
નબદ્વીપ (પશ્ર્ચિમ બંગાળ) : ચૈતન્‍ય મહાપ્રભુનું જન્‍મસ્‍થાન, વૈષ્‍ણવોનું યાત્રાધામ
નૈનીતાલ (ઉત્તરાખંડ) : રમણીય ગિરિમથક, નૈની સરોવર
પણજી (ગોવા) : પ્રાકૃતિક સૌંદર્ય, અગત્‍યનું બંદર
પવનાર (મહારાષ્‍ટ્ર) : વર્ધા પાસેનો વિનોબાજીનો આશ્રમ
શ્રીરંગપટ્ટનમ (કર્ણાટક) : ટીપુ સુલતાનની રાજધાની, રંગનાથજીનું મંદિર
પંઢરપુર (મહારાષ્‍ટ્ર) : વિઠોબાનું પ્રસિદ્ઘ મંદિર, વારકરી સંપ્રદાયનું તીર્થધામ
બદરીનાથ (ઉત્તરાખંડ) : ભગવાન વિષ્‍ણુનું ભવ્‍ય મંદિર, હિન્‍દુઓનું પવિત્ર તીર્થધામ, ચાર ધામોમાંનું એક
મહાબળેશ્ર્વર (મહારાષ્‍ટ્ર) : પશ્ર્ચિમ કિનારાનું બંદર, સહેલાણીઓનું સ્‍વર્ગ
મસૂરી (ઉત્તરાખંડ) : દેહરાદૂન નજીકનું ગિરિમથક, ‘પર્વતોની રાણી’ ઉપનામથી પ્રખ્‍યાત
માર્માગોવા (ગોવા) : પશ્ર્ચિમ કિનારાનું બંદર, સહેલાણીઓનું સ્‍વર્ગ
લખનઉ (ઉત્તર પ્રદેશ) : ઐતિહાસિક નવાબી નગર
રાણીગંજ (પશ્ર્ચિમ બંગાળ) : કોલસાની ખાણોનુંમથક
શિવકાશી (તમિલનાડુ) : દારૂખાનું બનાવવાના અને ઑફસેટ પ્રિન્‍ટીંગના ઉદ્યોગોનું કેન્‍દ્ર
વૈષ્‍ણોદેવી (જમ્‍મુ અને કાશ્‍મીર) : હિમાલયની પર્વતમાળામાં આવેલું હિન્‍દુઓનું પવિત્ર યાત્રાધામ

મંગળવાર, 9 ઑક્ટોબર, 2012

ગૌરવવંતા ગુજરાતીઓ

દુર્ગારામ મહેતાજી : ગુજરાતમાં સુધારાની પ્રવૃત્તિ કરનાર નીડર અગ્રણી વ્‍યક્તિ.
વાલચંદ હીરાચંદ : ભારતના વહાણવટાના સર્જક ‘સિધિયા ‍સ્‍ટીમ નેવિગેશ‘ના સ્‍થાપક.
ત્રિભુવનદાસ ગજ્જર : જાણીતા વૈજ્ઞાનિક, વડોદરામાં ‘એલિમ્બિક‘ અને ‘કલાભવન‘ આપનાર.
હરભાઈ ત્રિવેદી : ભાવનગરમાં ‘ઘરશાળા‘ શરૂ કરી શિક્ષણને દિશા ચિંધનાર.
બળવંતરાય મહેતા : પંચાયતી રાજ્યના પ્રણેતા, ગુજરાતના માજી મુખ્‍યમંત્રી.
મગનભાઈ દેસાઈ : પ્રખર ગાંધીવાદી, શિક્ષણવિદ્દ અને વિચારક.
ચંદુલાલ ત્રિવેદી : કપડવંજના વિદ્વાન, આઈ. સી.એસ. પાસ કરી વહીવટી કુશળતા સિદ્ધ કરનાર, આઝાદ ભારતમાં આન્‍ધ્રના રાજ્યપાલ બનનાર.
હરસિદ્ધભાઈ દિવેટિયા : વહીવટકુશળ રાજનીતિજ્ઞ અને કેળવણીકાર, ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વાઈસ ચાન્‍સેલર બનનાર.
યશવંત શુકલ : ગુજરાતનું સાંકૃતિક અને સાહિત્યિક જીવન ઘડનાર અગ્રણી સમાજશાસ્‍ત્રી અને સાહિત્‍યસેવક, રાષ્‍ટ્રહિત ચિંતક.
ડો. રવીન્‍દ્રભાઈ એચ. દવે : વિશ્વમાન્‍ય શિક્ષણવિદ્દ, આર્ષદ્રષ્‍ટા કેળવણીકાર, બહુશ્રુત પ્રતિભાસંપન્ન વિચારક.
ચીમનભાઈ જે. પટેલ : ગુજરાતના રાજકારણમાં નવુંબળ અને જોમ આપનાર, નર્મદા યોજનાના પુરસ્‍કર્તા, માજી મુખ્‍યમંત્રી.
ઉપેન્‍દ્ર ત્રિવેદી : ફિલ્‍મ જગતના કલાકાર, નટસમ્રાટનું બિરુદ પામનાર, ગુજરાતની સાંકૃતિક પ્રવૃતિઓના પુરસ્‍કર્તા.
મોરારી બાપુ : તલગાજરડાના પ્રાથમિક શિક્ષકમાંથી રામકથાના પ્રસિદ્ધ ગાયક બની દુનિયાભરના લોકોને કથારસપાન કરાવનાર.
ગુલઝારીલાલ નંદા : ચુસ્‍ત ગાંધીવાદી મજૂર નેતા, ભારતના બે વખત કાર્યકારી વડા પ્રધાન બન્‍યા, ‘ભારત રત્‍ન‘થી સન્‍માનિત.
ધીરુભાઈ અંબાણી : રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા ગુજરાતના ઔદ્યોગિક જીવનમાં ક્રાન્તિ આણનાર સાહસિક ઉદ્યોગપતિ.
અરવિંદ એન. મફતલાલ : મફતલાલ ઇન્‍ડસ્‍ટ્રીઝના નેજા નીચે ન્‍યુ શોરોક મિલના ઉત્તમ કાપડ દ્વારા ઔદ્યોગિક દુનિયામાં જેમનું નામ છે તેવા અરવિંદભાઈ શેઠ, ગુજરાતની આપત્તિઓમાં ખડે પગે રહેનાર.
નાનુભાઈ અમીન : વડોદરાના પ્રગતિશીલ રાજ્યમાં‘એલેમ્બિક‘ દ્વારા વૈદ્યકીય ક્ષેત્રે દવાઓનું ઉત્‍પાદન કરી ગુજરાતની સેવા કરનાર.
ત્રિભુવનદાસ કે. પટેલ : અમૂલ ડેરીની સ્‍થાપનાકરી શ્વેતક્રાન્તિનો પાયો નાખનાર.
ડો. આઈ. જી. પટેલ : અર્થશાસ્‍ત્ર નિષ્‍ણાત ડો. પટેલ ભારતીય રિઝર્વ બેન્‍કના ગવર્નર સુધીનાઉચ્‍ચ હોદ્દા ભારતમાં અને વિશ્વમાં ભોગવનાર.
સામ પિત્રોડા : ટેલિકોમ્‍યુનિકેશન (સંદેશાવ્‍યવહાર)ની દુનિયામાં ક્રાન્તિ લાવનાર.
કે. લાલ (કાન્તિલાલ) : વર્તમાન વિશ્વનો વિખ્‍યાત જાદુગર, પોતે ગુજરાતી છે તેનું ગુજરાતને ગૌરવ આપનાર.
ડો. પી. સી. વૈદ્ય : ગણિતશાસ્‍ત્રના નિષ્‍ણાત ગાંધીવાદી કેળવણીકાર.
ગીત શેઠી : બિલિયર્ડ તથા સ્‍નૂકરના આંતરરાષ્‍ટ્રીય વિજેતા.
મોતીલાલ સેતલવડ : કાયદો અને ન્‍યાયવિદ્દ, સ્‍વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ.
પરેશ રાવલ : હિન્‍દી ફિલ્‍મોના પ્રખ્‍યાત વિલન, સરદાર પટેલની સુંદર ભૂમિકા ભજવનાર.
અરુણા ઈરાની : ગુજરાતી ફિલ્‍મોની અભિનેત્રી, હિન્‍દી ફિલ્‍મોમાં સહાયક અભિનેત્રી.
અસરાની : ગુજરાતી ફિલ્‍મોના અભિનેતા, હિન્‍દી ફિલ્‍મોના સહાયક અભિનેતા.
અરવિંદ ત્રિવેદી : ‘રામયણ‘ સિરિયલમાં રાવણના પાત્રમાં નોંધપાત્ર અભિનય આપનાર.
નયન મોગિયા : વડોદરાનો ક્રિકેટ ખેલાડી, ભારતનો ભૂતપૂર્વ વિકેટ‍કીપર.
પાંડુરંગ શાસ્ત્રિજી આઠવલે : ભારતની વૈચારિકક્રાંતિના પ્રણેતા, સ્‍વાધ્‍યાયપ્રવૃત્તિના પુરસ્‍કર્તા, મેગ્‍સેસે એવોર્ડ વિજેતા.
પૂ. સ્‍વામી સચ્ચિદાનંદ મહારાજ (દંતાલી) : ગુજરાતમાં વૈચારિક ક્રાન્તિના પુરસ્‍કર્તા,પ્રખર વિચારક અને આદર્શ સાધુપુરુષ

પ્રથમ ભારતીય-પુરૂષોમાં જનરલ નોલેજ -પ્રથમ ભારતીય કોણ? (ભાગ:1)

*. રાષ્ટ્રપતિ: ડૉ.રાજેન્દ્રપ્રસાદ
*. વડાપ્રધાન : જવાહરલાલ નહેરૂ
*. આઇ.સી.એસ .:સત્યેન્દ્રનાથ ટાગોર
*. મુખ્ય ચુંટણી કમિશનર : સુકુમારસેન
*. ભારત રત્ન ઍવોડ મેળવનાર વૈજ્ઞાનિક : સી.વી રામન
*. બિનકોગ્રેસી વડાપ્રધાન : મોરારજી દેસાઇ
*. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ભારતીય અધ્યક્ષ : ડૉ. નગેન્દ્રસિંહ
*. મૅગ્સેસે એવૉડ વિજેતા : વિનોબા ભાવે
*. ભારતીય એંટાર્કટિક અભિયાન ટૂકડીના નેતા : ડૉ. સૈયદ જહૂર કાસિમ
*. મરણોત્તર ભારતરત્ન એવૉડ મેળવનાર : લાલબહાદૂર શાસ્ત્રી
*. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હિન્દીમા ભાષણ આપનાર : અટલ બિહારી બાજપાઇ
*. ગ્રેમી એવૉડ મેળવનાર : પંડિત રવિશંકર
*. દાદાસાહેબ ફાળકે એવૉડૅ મેળવવાનાર પ્રથમ ગીતકાર : મજરૂહ સુલતાનપુરી
*. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ : ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્ર
*. હ્રદય પ્રત્યારોપણ કરનાર સફળ સર્જન :ડૉ. પી.વેણુગોપાલ
*. વિશ્વ બિલિયર્ડ એવૉડ જીતનાર : વિલ્સન જોંન્સ
*. ટેસ્ટ ક્રિકેટ રમનાર : કે.એસ રણજીતસિંહજી
*. લોકસભામાં ચુંટાયેલા વૈજ્ઞાનિક : ડૉ.મેઘનાથ સહા
*. ગોવિંદ વલ્લભ પંત એવૉડ મેળવનાર : ઇન્દ્રજીત ગુપ્તા
*. લેનિન શાંતિ એવૉડ મેળવનાર : ડો.સૈફુદ્દિન કિચલુ
*. નિશાને-એવૉડ મેળવનાર : મોરારજીભાઇ દેસાઇ
*. વન-ડેમાં હેટ્રીક લેનાર :ચેતન શર્મા
*. ટેસ્ટમાં હેટ્રીક લેનાર : હરભજનસિંઘ
*. પદ્મભૂષણ મેળવનાર ખેલાડી : સી.કે નાયડુ
*. રાષ્ટ્રીય વિજ્ઞાન કૉગ્રેસના પ્રથમ અધ્યક્ષ : ડૉ. આશુતોષ મુખરજી
*. રિઝર્વ બેંકના ગવર્નર : સી.ડી દેશમુખ

પ્રથમ ભારતીય-પુરૂષોમાં જનરલ નોલેજ -પ્રથમ ભારતીય કોણ? (ભાગ:2)

*. અવકાશયાત્રી : રાકેશ શર્મા
*. કૉમનવેલ્થમાં ચંદ્રક મેળવનાર ખેલાડી : મિલ્ખાસિંઘ
*. ઑસ્કર એવૉર્ડ મેળવનાર : સત્યજીત રે
*. પ્રથમ ફિલ્મ સંગીતકાર : ફિરોજશાહ મિસ્ત્રી
*. પ્રથમ ફિલ્મી ગાયક : ડબલ્યુ.એમ.ખાન
*. પ્રથમ ફિલ્મ નિર્દેશક : દાદાસાહેબ ફાળકે
*. પ્રથમ ફિલ્મ નાયક :દત્તાત્રેય દામોદર ડબ્કે
*. ટેસ્ટ કિક્રેટ કેપ્ટન : સી.કે નાયડુ
*. રાજીવ ગાંધી ખેલરત્ન એવૉર્ડ મેળવનાર : વિશ્વનાથ આનંદ
*. ઑલિમ્પિકમાં ચંદ્રક મેળવનાર : કે.ડી જાદવ(1952)
*. જ્ઞાનપીઠ એવૉર્ડ : જી.શંકરકુરૂપ (1965)
*. હવાઇદળના વડા :એરમાર્શલ મુખરજી(1954)
*. સર્વોચ્ચ ન્યાયમૂર્તિ : હરિલાલ કાણિયા (1947)
*. સરસેનાપતિ : કે.એમ કરિઅપ્પા (1949)
*. એવરેસ્ટ આરોહક : શેરપા તેનસિંગ(1953)
*. ઉપરાષ્ટ્રપતિ : ડૉ. રાધાકૃષ્ણન(1952)
*. કૉગ્રેસ પ્રમુખ : વ્યોમેશચંદ્ર બેનરજી(1885)
*. ગવર્નર જનરલ(ભારતીય) : સી.રાજગોપાલાચારી(1948)
*. નાયબ વડાપ્રધાન : સરદાર પટેલ (1947)
*. નોબલ પુરસ્કાર(ભૌતિકશાસ્ત્ર) ; સર સી.વી રામન(1930)
*. નોબલ પુરસ્કાર(સાહિત્ય) : રવિન્દ્રનાથ ઠાકુર(1913)
*. નૌકાદળના વડા : આર.ડી.કતારી(1958)
*. ફિલ્ડ માર્શલ : જનરલ માણેકશા(1971-72)
*. બાર-એટ-લો :જે.એમ ટાગોર
*. ઇંગ્લિશ ખાડી અને પાલ્કની સામુદ્રધુની તરી જનાર :મિહિર સેન
*. બ્રિટિશ પાર્લામેન્ટ સભ્ય :દાદાભાઇ નવરોજી
*. ભારત રત્ન એવૉડ : સી.રાજગોપાલાચારી,ડૉ.રાધાકૃષ્ણન,ડૉ.સી.વી રામન(1954)
*. લોકસભા સ્પીકર : ગણેશ વાસુદેવ માવળંકર(1952)
*. ગવર્નર જનરલ :વૉરન હેસ્ટિંગ્જ
*. વાઇસરૉય :લૉર્ડ કેનિગ
*. મહિલા વિધ્યાપિઠની સ્થાપના :ઘોડો કેશવ કર્વે
*. 1857ના વિપ્લવનો શહિદ :મંગલ પાંડે

વ્યક્તિ અને તેમની ઉક્તિઓ મહાન વ્યક્તિઓના- મહા સૂત્ર

‘‘મારા જેવા અલ્‍પાત્‍માને માપવા સારુ સત્‍યનો ગજ કદી ટૂંકો ન બનો.’’ – મહાત્‍મા ગાંધી
‘‘જેહના ભાગ્‍યમાં જે સમે જે લખ્‍યું તેહને તે સમે તે જ પહોંચે. ’’ – નરસિંહ મહેતા
‘‘બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે. ’’ – ટીપુ સુલતાન
‘‘ઝાડના થડને કાપી નાખો, ડાળાં આપોઆપ તૂટી પડશે. ’’ – બાજીરાવ પહેલો
‘‘ઊઠો, જાગો અને ધ્‍યેયપ્રાપ્‍તી સુધી મંડયારહો. ’’ – સ્‍વામી વિવેકાનંદ
‘‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્‍હેં આઝાદી ર્દૂંગા. ’’ – સુભાષચંદ્ર બોઝ
‘‘સ્‍વરાજ મારો જન્‍મસિદ્ઘ હક છે અને તેના પ્રાપ્‍ત કરીને જ હું જંપીશ. ’’ – બાળ ગંગાધર ટિળક
‘‘હું માનવી માનવ થાઉ તોય ઘણું. ’’ – સુન્‍દરમ્
‘‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્‍યાં ત્યાં સદાકાળ ગુજરાત. ’’ – ખબરદાર
‘‘ જય જગત. ’’ – વિનોબા ભાવે
‘‘કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્‍પ નથી. ’’ – ઇન્દિરા ગાંધી
‘‘મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. ’’ – નરસિંહરાવ દિવેટિયા
‘‘સારે જર્હાં સે અચ્‍છા હિંદોસ્‍તા હમારા.’’ – ઇકબાલ
‘‘ભાષાને શું વળગે ભૂર જે રણમાં જીતે તે શૂર.’’ – અખો
‘‘વૈષ્‍ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે. ’’ – નરસિંહ મહેતા
‘‘મેરે તો ગિરિધર ગોપાળ દૂસરો ન કોઇ. ’’ – મીરાંબાઇ
‘‘એક મૂરખને એવી ટેવ પથ્‍થર એટલા પૂજે દેવ. ’’ – અખો
‘‘આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે. ’’ – નરસિંહરાવ દિવેટિયા
‘‘છે વૈધવ્‍યે વધુ વિમલતા બહેન સૌભાગ્‍યથી કંઇ. ’’ – કલાપી
‘‘અસત્‍યો માંહેથી પ્રભુ પરમ સત્‍યે તું લઇ જા. ’’ – ન્‍હાનાલાલ
‘‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ’’ – બોટાદકર
‘‘મારે મન ઇશ્ર્વર એ સત્‍ય છે અને સત્‍ય એ જ ઇશ્ર્વર છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘રામ રમકડું જડિયું રે રાણાજી મને રામ રમકડું જડિયું. ’’ – મીરાંબાઇ
‘‘સૌન્‍દર્યો પામતાં પહેલાં સૌન્‍દર્ય બનવું પડે. ’’ – કલાપી
‘‘કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે. ’’ – બાળાશંકર
‘‘હા, પસ્‍તાવો વિપુલ ઝરણું સ્‍વર્ગથી ઊતર્યું છે. ’’ કલાપી
‘‘પ્રેમળ જયોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ. ’’ – નરસિંહરાવ
‘‘આરામ હરામ હૈ. ’’ – પંડિત જવાહરલાલ નહેરુ
‘‘જય જવાન, જય કિસાન’’ -� લાલબહાદુર શાસ્‍ત્રી
‘‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન’’ – અટલબિહારી વાજપેયી
‘‘સત્‍ય અને અહિસા મારા ભગવાન છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘ચલો દિલ્‍લી’’ – સુભાષચંદ્ર બોઝ
‘‘દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે. ’’ – મધર ટેરેસા
‘‘દરેક બાળક એવો સંદેશો લઇને આવે છે કે ભગવાનહજુ માણસથી નિરાશ નથી થયા. ’’ – રવીન્‍દ્રનાથટાગોર
‘‘હું ફકત મારા અંતરાત્‍માને ખુશ રાખવા માંગું છું કે જે ભગવાન છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાની છે. ’’ – જવાહરલાલનહેરુ
‘‘જીવન દરમિયાન� મારા પ્રશંસકો કરતાં મારા ટીકાકારો પાસેથી મેં વધુ પ્રાપ્‍ત કર્યું છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘મૃત્‍યુ એ અંત નથી કે અડચણ નથી પરંતુ નવા પગથિયાઓની નવી શરૂઆત છે. ’’ – ડૉ. રાધાકૃષ્‍ણન્
‘‘માણસના વિકાસ માટે જીવન જેટલું જ જરૂરી મૃત્‍યુ છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘મૃત્‍યુ વિના જીવન સંભવ નથી. ’’ – કૃષ્‍ણચંદ્ર
‘‘લોકશાહી પ્રત્‍યે મને ખૂબ આદરભાવ અને પ્રેમભાવ હોવા છતાં હું એ માનવા માટે તૈયાર નથી કે બહુમતી જ હંમેશા સાચી હોય છે. ’’ – જવાહરલાલ નહેરુ
‘‘જયાં ડર નથી, ત્‍યાં ધર્મ નથી. ’’ – મહાત્‍માગાંધી
‘‘ચાલો આપણે ભગવાનથી ગભરાઇને અને માણસથી ગભરાવાનું બંધ કરીએ. ’’ – મહાત્મા ગાંધી
‘‘ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે. ’’ – મહાત્‍માગાંધી
‘‘જે સ્‍વતંત્ર છે એ જ બીજાને સ્‍વતંત્રતા આપી શકે છે. ’’ – શ્રી અરવીંદ ઘોષ
‘‘જયારે આપણાં મન ખાલી હોય છે ત્‍યારે આપણે વસ્‍તુઓનો સંગ્રહ કરીએ છીએ. ’’ – જે. કૃષ્‍ણમૂર્તિ
‘‘જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાન ભિન્‍નતા તરફ લઇ જાય છે. ’’ -� રામકૃષ્‍ણ
‘‘જયારે તમે અનુભવો છો કે તમે કંઇ પણ જાણતા નથી ત્‍યારે તમે શીખવા માટે તૈયાર થાઓ છો. ’’ – મધર ટેરેસા
‘‘દર્શન, ધર્મ અને વિજ્ઞાન એ ત્રણેના સમાયોગથી જ માનવી પરિપૂર્ણ બને છે. ’’ – આચાર્ય રજનીશ
‘‘આપણા દેશમાં આપણું રાજય’’ – મદનમોહન માલવિયા
‘‘ગરીબી હટાવો’’ – ઇન્દિરા ગાંધી

ગુજરાતનું ભુગોળ-2

ગુજરાતનો વિસ્તાર
*. ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઇ 590 કી.મી છે.
*. પૂર્વ-પશ્ચિમ પહોળાઇ 500 કી.મી છે.
*. કુલ વિસ્તાર-1,96,024 ચો.કીમી જેટલો છે.
*. જે ભારત કુલ વિસ્તારનો 6% ભાગ છે.
*. ગુજરાતના ભૂમિવિસ્તારને ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે.
1. ઉત્તર ગુજરાત
2. મધ્ય ગુજરાત
3. દક્ષિણ ગુજરાત
4. સૌરાષ્ટ્ર-કચ્છ
ગુજરાતનાં જિલ્લાઓ
*. કુલ 26 જિલ્લાઓ( આ જિલ્લાઓના નામ ખુબજ સરળતાથી યાદ રાખી શકાય - તેના માટે એકજ વાક્યની જરૂર પડે . ( અને આ રહ્યું જિલ્લાનેયાદ રાખવા માટે મેં તૈયાર કરેલું વાક્ય . )
"કઅ ભઅ આ ગામ સુ નવરા, ખેપાન,જાડા વજુભા સુપો સાપ દાબતા"
1. ક - કચ્છ
2. અ -અમદાવાદ
3. ભ -ભરૂચ
4. અ -અમરેલી
5. આ -આણંદ
6. ગા -ગાંધીનગર
7. મ - મહેસાણા
8. સુ - સુરત
9. ન - નવસારી
10. વ - વલસાડ
11. રા - રાજકોટ
12. ખે - ખેડા
13. પા - પાટણ
14. ન -નર્મદા
15. જા - જામનગર
16. ડા - ડાંગ
17. વ - વડોદરા
18. જૂ -જૂનાગઢ
19. ભા - ભાવનગર
20. સુ - સુરેન્દ્રનગર
21. પો - પોરબંદર
22. સા - સાબરકાંઠા
23. પ -પંચમહાલ
24. દા - દાહોદ
25. બ -બનાસકાંઠા
26. તા - તાપી
*. 1997 સુધી ગુજરાતમાં 19 જિલ્લાઓ હતાં.-આ વષે 6 નવા જિલ્લાઓનું નિર્માણ થયું-( આણંદ,દાહોદ,નર્મદા,નવસારી,પાટણ અને પોરબંદર )
1. ખેડા માંથી આણંદ
2. પંચમહાલ માંથી દાહોદ
3. ભરૂચ માંથી નર્મદા
4. વલસાડ માંથી નવસારી
5. મહેસાણા માંથી પાટણ
6. જુનાગઢ માંથી પોરબંદર
*. આંમ 1997માં ગુજરાતના જિલ્લાની સંખ્યા થઇ 25
*. 2008માં તાપી ગુજરાતનો 26મો જિલ્લો બન્યો.
સુરત માંથી તાપી
જિલ્લા ઓની અનેરી માહિતી
*. શહેર ન હોવા છતાં જિલ્લાનું નામ અને તે જિલ્લાનો જિલ્લામથકથી વહિવટ (આવા ગુજરાતમાં 7 જિલ્લાઓ છે)
*. કચ્છ જિલ્લો-ભુજ
*. પંચમહાલ જિલ્લો-ગોધરા
*. સાબરકાંઠા જિલ્લો -હિંમતનગર
*. ડાંગ જિલ્લો- આહવા
*. નર્મદા જિલ્લો -રાજપીપળા
*. બનાસકાંઠા જિલ્લો -પાલનપુર
*. તાપી જિલ્લો - વ્યારા
*. ગુજરાતના 2 જિલ્લાના નામ તેની નદીઓ પરથી છે.
તાપી જિલ્લો અને નર્મદા જિલ્લો
*. ગુજરાતમાં સૌથી મોટો જિલ્લો કચ્છ છે. (જે ભારતનો લેહ જિલ્લા પછી બીજા નંબરનો વિસ્તાર ધરાવતો જિલ્લો છે.)
*. સૌથી નાનો જિલ્લો ડાંગ છે. જેમાં એકજ તાલુકો આહવા છે.
*. સૌથી વધુ વસ્તીધરાવતો જિલ્લો-અમદાવાદ
*. સૌથી ઓછી વસ્તી-ડાંગ જિલ્લામાં
*. સૌથી વધુ વસ્તીગીચતા -સુરત(968 દર ચો.કી.મી)
*. સૌથી ઓછી વસ્તી ગીચતા-કચ્છ(35 દર ચો.કીમી)

ગુજરાતી વ્યાકરણ બિંદુવર્ણ પરિચય -ભાગ-2

મૂળાક્ષર
સ્વર અને વ્યંજન

સ્વર :'આગમન' અશબ્દમાં "આ " વર્ણનો ઉચ્ચાર બીજા અક્ષરની મદદ વગર પોતાની મેળે જ થઇ શકે છે;તેમ જ તેનો ઉચ્ચાર લંબાવતાં તેનું સરખું રૂપ રહે છે,તેથી તેને 'સ્વર' કહે છે.
અ,આ,ઇ,ઓ,વગેરે
વ્યંજન : 'આગમન'શબ્દમાં "ગ" ગ્+અ છે,એટલે ગ્ નો ઉચ્ચાર એમનો એમ થઇ શકતો નથી;પણ 'અ'ની મદદ તેનો ઉચ્ચાર બને છે.એમ બીજા અક્ષરો 'મ' -મ્+અ,'ન'-ન્+અ,એમનો સ્વરની મદદથી ઉચ્ચાર થઇ શકે છે,એટલે કે વ્યંજનના છેડે સ્વર મેળવવાથી જ તેનો ઉચ્ચાર થઇ શકે છે.આંમ જે અક્ષરનો ઉચ્ચાર સ્વર વિના થતો નથી તેને વ્યંજન કહે છે.કારણકે વ્યંજનમાં બીજા કોઇ અક્ષર(સ્વર) મેળવવા પડે છે.
સ્વરના પ્રકાર
સ્વરના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે.
(1)હસ્વ સ્વર(2)દીર્ધ સ્વર(3)સંધિસ્વર
હસ્વ સ્વર :અ,ઇ,ઉ,ઋ ,એ સ્વરોનું મૂળ સ્વરૂપ છે;કારણે કે તેમના ઉપરથી બીજા સ્વરો થાય છે.તેમનો ઉચ્ચાર ટૂંકો છે,તેથી તેમને હસ્વ કે લઘુ સ્વર કહે છે.
દીર્ઘ સ્વર :આ,ઈ,ઊ એમના ઉચ્ચાર લાંબા થાય છે, તેથી તેને દીર્ઘ કે ગુરુ સ્વર કહે છે.
સંધિસ્વર :સ્વરનો ત્રીજો પ્રકાર સંધિસ્વર છે.બે સ્વર મળવા મળવાથી જે નવો સ્વર થાય છે,તેને "સંધિસ્વર"કહે છે.અ,અ+ઇ=ઐ,ઓ,અ+ઉ=ઔ વગેરે.સંધિસ્વર અ,ઐ,ઓ,અને ઔ છે.
ગુજરાતીમાં બધા મળીને અ,આ,ઇ,ઈ,ઉ,ઊ,એ,ઐ,ઓ,ઔ,એવા 10 સ્વરો છે. તેમાં ઋ 11મો સ્વર ઉમેરવાંમાં આવેલો છે.
થોડી અનુસ્વાર અને વિસર્ગની પણ વાત કરી લઇએ,અનુસ્વાર એટલે "સં" .કોઇ અક્ષરના માંથે ટપકુ મુકવું તેને અનુસ્વાર કહે છે.દા:ત. ખંડ,મંગલ વગેરે.આવી જ રીતે અક્ષરની પાછળ બે ટપકાં મુકવાંમાં આવે છે,તેને "વિસર્ગ" કહે છે.જેમ કે,ગ:,વ; વગેરે.અનુસ્વાર અને વિસર્ગ હમેશાં સ્વર પછી આવેછે.
વ્યંજન
જે અક્ષરનો ઉચ્ચાર સ્વર વિના થઇ શકતો નથી, તેને વ્યંજન કહે છે,બધાં મળીને 36 વ્યંજન છે,પણ ક્ષ્ (ક્+ષ્)અનેજ્ઞ(જ્+ગ્)એજોડાક્ષર છે,તેથી બધાં મળી 34 સ્વરો છે.
આંમ,જે અક્ષરની સાથે બીજો અક્ષર મળેલો હોતો નથી,તેને મૂળાક્ષર કહે છે.જનક,ગાયન,કબુતર વગેરે.

ગુજરાતી વ્યાકરણ બિંદુવર્ણ પરિચય -ભાગ-1

આપણે જે ગુજરાતી ભાષા બોલીએ છીએ કે લખીએ છીએતેમાં વર્ણનું આગવું સ્થાન છે. વર્ણ એટલે અક્ષર.જે શબ્દ બોલીએ છીએ,તે અક્ષરનાં બનેલાં છે. જેમ કે સુરજ એમાં સ્ ઉ,ર્અ,ત્ અ છે.આવી રીતે શબ્દ બોલતી વખતે તેનો જે ભાગ છૂટો પાડીને ચોખ્ખો ગળામાંથી બોલી શકાય છે,તેને વર્ણ કે અક્ષર કહે છે .અક્ષર(અસ્-હોવું,વ્યાપવું)એટલે ભાષામાં બધે વ્યાપેલો ધ્વની ,આ ઉચ્ચારણના જે લેખી ચિન્હો હોય છે તેને વર્ણ કે અક્ષર કહે છે.જે ધ્વની નાશ પામતો નથી.પણ કુદરતમાં નિત્ય સ્વરૂપે રહે છે તે અક્ષર(અ=નહિ,ક્ષર=નાશવંત)છે.
વર્ણનાં પ્રકારો
1.મૂળાક્ષરો અને 2.જોડક્ષરો
(1) મૂળાક્ષરો: જે અક્ષરની સાથે બીજો કોઇ અક્ષર મળેલો ન હોય ,તેને મૂળાક્ષર કહેવાય.ગુજરાતી ભાષાને સંસ્કૃત સાથે ગાઢ સંબંધ છે. આપણી ગુજરાતી બે લિપિમાં વપરાય છે. એક ગુજરાતી અને બીજી બાળબોધ કે દેવનાગરી.ગુજરાતીમાં (1)અ,આ,ઇ,ઈ,ઉ,ઊ,એ,ઐ,ઓ,ઔ,અં,અ:(2)ક્,ખ્,ગ્,ઘ્,ડ્;,ચ્,છ્,જ્,ઝ,ટ્,ઠ્,ડ્,ઢ્,ણ્,ત્,થ્,દ્,ધ્,ન્,પ્,ફ્,બ્,ભ્,મ્,ય્,ર્,લ્,વ્,શ્,ષ્,સ્,હ્,ળ્,ક્ષ્,જ્ઞ
આ બધા અક્ષરો છે.ગુજરાતીમા બધા મળીને 34 વ્યંજન અને 11 સ્વર છે.મૂળાક્ષરનાં બે વિભાગ પડે છે.

ગુજરાતનું ભુગોળ

ગુજરાતનું સ્થાન

*. ગુજરાત ભારતનું સૌથી વધુ ઔધોગિકૃત રાજ્ય
*. ભારતની પશ્ચિમ દિશાએ આવેલું રાજ્ય
*. 20 ઉ. થી 24 ઉ. અક્ષાંશવૃત્ત અને 68 પૂ. થી 74 પૂ. રેખાંશવૃત્તની વચ્ચે.
*. ગુજરાત-બે કટિબધમાં પથરાયેલું રાજ્ય છે.-મોટો ભાગ ઉષ્ણકટિબધમાં અને થોડો ભાગ સમશિતોષ્ણ કટિબધમાં
*. ગુજરાતનાં ઉત્તર ભાગમાંથી કર્કવૃત( 23.5 ઉ.અક્ષાંશ ) પસાર થાય છે.જે ગુજરાતના ચાર જિલ્લા-કચ્છ,પાટણ,મહેસાણા અને સાબરકાંઠા માંથી પસાર થાય છે.
ગુજરાતની સીમા
*. બે પ્રકારની સીમાઓ-(1) દરિયાઇ સીમા અને (2)જમીન સીમા
(1)દરિયાઇ સીમા:
*. આ સીમા અરબસાગરથી મળેલી છે. (અરબસાગર અથવા અરબીસમુદ્ર-હિંદ મહાસાગરનો એક ભાગ છે. તેની પૂર્વમાં ભારત,ઉત્તરે પાકિસ્તાન અનેઇરાન અને પશ્ચિમે આરબ દ્વિપકલ્પ આવેલા છે.વૈદિકકાળનું નામ " સિંધુસાગર ". જેમાં બે દ્વિપો આફ્રિકામાં સોકોત્રો અને ભારતમાં લક્ષદ્વિપ)
*. 1600 કિ.મી લાંબી દરીયાઇ સીમા( જે ભારતના બધા રાજ્યોમા સૌથી વધુ છે )
*. બે અખાત-ખંભાત અને કચ્છનો અખાત
*. ખંભાતનો અખાત- ભાવનગર,અમદાવાદ,આંણદ,ભરૂચ અને સુરત જિલ્લાની સીમાએ
*. કચ્છનો અખાત- કચ્છ,જામનગર અને રાજકોટ જિલ્લાની સીમાએ
(2) જમીન સીમા
*. ઉત્તરે રાજસ્થાન,પૂર્વમાં મધ્યપ્રદેશ,દક્ષિણમાં મહારાષ્ટ્ર
*. દિવ,દમણ અને દાદરા-નગરહવેલી જેવાં કેન્દ્રશાસિત પ્રદેશો દક્ષિણમાં
*. વાયવ્યે આંતરરાષ્ટ્રીય સીમા- પાકિસ્તાન સાથે( જે સિંધ રાજ્ય સાથે છે )