સોમવાર, 29 ઑગસ્ટ, 2016

આજનો દિન 29 ઓગષ્ટ

⏩ મહત્વની ઘટનાઓ

૧૪૯૮ – વાસ્કો દ ગામાએ કાલિકટ્ટ છોડી અને પોર્ટુગલ પરત જવાનું નક્કી કર્યું.


⏩ જન્મ

૧૯૦૫ – ધ્યાનચંદ, ભારતીયહોકી ખેલાડી (અ. ૧૯૭૯)

1923 - હીરાલાલ ગાયકવાડ, ભારતીય ક્રિકેટર

⏩ અવસાન


રવિવાર, 28 ઑગસ્ટ, 2016

Reliance Gio 4G Mobile Ane Gio 4G Sim card vise All Details


➡ Gio 4G Mobile Details
Download File

➡ Gio 4G Sim Card Details
Download File

➡ કેવી રીતે એક્ટિવ કરશો સિમ કાર્ડ ?

➡ વધુ કંપની ના ફોન માટે સિમ કાર્ડ
કયા મોબાઈલ માટે સિમ કાર્ડ મળી શકે ? 


શનિવાર, 20 ઑગસ્ટ, 2016

મૂળ ગુજરાતી ઉર્જિત પટેલની RBIના નવા ગવર્નર તરીકે પસંદગી

મૂળ ગુજરાતી ઉર્જિત પટેલની RBIના નવા ગવર્નર તરીકે પસંદગી

આજે થયેલી એક મોટી જાહેરાતમાં મૂળ ગુજરાતી ઉર્જિત પટેલની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના નવા ગવર્નર તરીકે પસંદગી કરવામાં આવી છે. ઉર્જિત પટેલ ગવર્નર રઘુરામ રાજનની જગ્યા લેશે. ઉર્જિત પટેલ હાલ RBIના ડે.ગવર્નર છે. 3 સપ્ટેમ્બરના રોજ પ્રવર્તમાન ગવર્નર રઘુરામ રાજનનો કાર્યકાળ પૂર્ણ થાય છે અને ત્યારબાદ ઉર્જિત પટેલ કાર્યભાર સંભાળશે.
ઉર્જિત પટેલ પાસે RBIમાં કામ કરવાનો લાંબો અનુભવ છે.

ઉર્જિત પટેલ પાસે RBIમાં કામ કરવાનો લાંબો અનુભવ છે. તેઓ 11 જાન્યુઆરી, 2013માં RBI સાથે જોડાયા અને ત્યારથી નાણાકીય નીતિ વિભાગની અધ્યક્ષતા કરી રહ્યાં છે.
રઘુરામ રાજન સાથે ઉર્જિત પટેલ
આ વર્ષે જાન્યુઆરીમાં પટેલને બીજી વખત ત્રણ વર્ષ માટે ડેપ્યુટી ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતાં. રઘુરામ રાજન અને પટેલ વોશિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ માટે સાથે કામ કરી ચૂક્યા છે અને હવે રઘુરામ રાજનના અનુગામી તરીકે ઉર્જિત પટેલની પસંદગી કરવામાં આવી છે.
મળતી માહિતી પછી રઘુરામ રાજન પછી હવે આગામી આરબીઆઇ ગવર્નર માટે સરકારે ચાર નામ શોર્ટલિસ્ટ કર્યા હતા તેમાં ગુજરાતના ઉર્જિત પટેલનો પણ સમાવેશ કરાયો હતો. ઉર્જિત પટેલ સિવાય RBIના પૂર્વ ડેપ્યુટી ગવર્નર રાકેશ મોહન, સુબીર ગોકર્ણ અને અરૂંધતી ભટ્ટાચાર્યના નામ સરકારની યાદીમાં હતા પણ બાજી ઉર્જિત પટેલે મારી હતી.
Sandesh.com

આજનો દિન 20 ઓગષ્ટ

મહત્વની ઘટનાઓ

૧૮૫૮ – ચાર્લસ ડાર્વિને પાયા વગરનો ક્રમિક વિકાસનો સિદ્ધાંત(ઉત્ક્રાન્તિવાદ) પ્રથમ વખત પ્રકાશીત કર્યો.

⏩ જન્મ

૧૯૪૪ - રાજીવ ગાંધીનો જન્મ 20મી ઓગસ્ટ 1944ના રોજ થયો હતો. 1984થી 1989 દરમિયાન તેઓ દેશના વડાપ્રધાન પદે રહ્યાં હતાં. તેમણે 1984માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંદીની હત્યા બાદ પદભાર સંભાળ્યો હતો. રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ તમિલનાડુમાં આત્મઘાતી હુમલામાં હત્યા થઈ હતી.

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

વિધાનસભાના અધ્યક્ષ તરીકે રમણલાલ વોરા નિશ્ચિત,સત્તાવાર જાહેરાત બાકી

વિધાનસભાના અધ્યક્ષ તરીકે રમણલાલ વોરા નિશ્ચિત,સત્તાવાર જાહેરાત બાકી

23 વર્ષની પ્રીક્ષીયા મારીયોએ જીત્યો છે મિસ એશિયાનો તાજ…

23 વર્ષની પ્રીક્ષીયા મારીયોએ જીત્યો છે મિસ એશિયાનો તાજ…

સિંધૂનો શૌર્યપૂર્ણ સંઘર્ષઃ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવી રચ્યો ઈતિહાસ


પીવી સિંધૂ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા બની ગઈ છે. સિલ્વર મેડલ મેળવીને સિંધૂએ ભારતને બીજો મેડલ અપાવીને ઈતિહાસ રચી દીધો છે. સિંધૂ ભલે ફાઈનલમાં હારી હોય પણ બધાના દિલ જીતી લીધા છે.

બેડમિન્ટન એસોસિએશને પીવી સિંધૂને 50 લાખ અને તેમના કોચને 10 લાખ પ્રાઈસમની આપવાની જાહેરાત કરી છે.

બીજો સેટ

બીજા સેટમાં કેરોલિનાએ શાનદાર વાપસી કરતાં 12-21થી મેચ પોતાના નામે કરી લીધી હતી. જો કે સિંધૂએ પણ શાનદાર રમત બતાવી હતી.

પહેલો સેટ

રોમાંચક રસાકસી બાદ પીવી સિંધૂએ પહેલો રાઉન્ડમાં 2 પોઈન્ટથી પહેલો સેટ પોતાના નામે કરી લીધો હતો.

19-21થી પહેલો રાઉન્ડ પોતાના નામે કરી લીધો હતો. પહેલા કેરોલિના સિંધૂથી આગળ ચાલી રહી હતી પરંતુ સિંધૂએ શાનદાર વાપસી કરતાં પહેલો રાઉન્ડ પોતાના નામે કરી લીધો હતો.

19-19ની બરાબરી પર ગેમ ચાલી રહી છે. જો કે સિંધૂ પણ જોરદાર પ્રદર્શન બતાવી રહી છે. સિંધૂએ શાનદાર વાપસી કરતાં સતત ત્રણ પોઈન્ટ લીધા હતા. ત્યાર બાદ એક પોઈન્ટ કેરોલિનાના ખાતામાં ગયો હતો. કેરોલિનાએ સર્વિસમાં ભૂલ કરીને ભારતના ખાતામાં એક પોઈન્ટ ઉમેર્યો હતો.

દસ પોઈન્ટ બાદ કેરોલિનાએ શાનદાર પ્રદર્શન કરતાં સિંધૂથી 6 પોઈન્ટ આગળ ચાલી ગઈ હતી પરંતુ પાછળથી સિંધૂએ શાનદાર વાપસી કરતાં એક સમયે ગેમ 19-19 બરાબરી કરી લીધી હતી.

ભારત તરફથી પીવી સિંધૂ નંબર વન ખેલાડીને સારી એવી ટક્કર આપી રહી છે.

પીવી સિંધૂએ બેડમિન્ટન મેદાનમાં એન્ટ્રી મારી છે. મેચ શરૂ થઈ ગઈ છે. ભારતના ઘણા બધા દર્શકો સિંધૂનો ઉત્સાહ વધારી રહ્યાં છે. મેદાનમાં આવતા જ કેરોલિના અને સિંધૂએ કરી હતી. બંને ખેલાડીઓનો 1-1ની બરાબરી પર ચાલી રહ્યાં છે.

આખા દેશની નજર રિયો ઓલિમ્પિક બેડમિન્ટનના ફાઇનલ મુકાબલા પર ટકેલી છે. વિશ્વની 10 નંબરની ખેલાડી અને ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂ ફાઇનલમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ટોચનો ક્રમ ધરાવતી સ્પેનની કેરોલિના મારિન સામે ટકરાશે. આ મુકાબલો ભારતીય સમય અનુસાર સાત કલાકે શરૂ થશે.

સેમિ ફાઇનલ જીતીને સિંધુએ સિલ્વર મેડલ તો પાક્કુ કરી લીધુ છે પરંતુ હવે સૌની નજર ગોલ્ડ મેડલ પર છે. સ્પેનમાં કેરોલિના મારિનને લેડી નડાલ તરીકે ઓળખવામાં આવે છે.

કેરોલિના મારિનને બેડમિન્ટનની દુનિયામાં નડાલ ગર્લ કહેવામાં આવે છે. ટેનિસની દુનિયામાં મોટા સ્ટાર રફેલ નડાલની જબરદસ્ત પ્રસંશક કેરોલિના બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહી છે. એવામાં સિંધૂ માટે મારિનને માત આપવી સરળ રહેશે નહી, જો કે ચીનની વાંગ યિહાનને માત આપીને શાનદાર ફોર્મમાં ચાલી રહેલ સિંધૂ ગોલ્ડ જીતશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

નંબર બેને હરાવીને આગળ વધેલી સિંધૂ પહેલી વખત ઓલિમ્પિક રમી રહી છે. પરંતુ તેને ખુબ જ ઝડપી પોતાની તાકાતનો પરચો બતાડી દીધો છે. વર્લ્ડ નંબર બેને સરળતાથી સતત બે સેટમાં હાર આપીને ફાઈનલમાં પહોંચેલી 5 ફૂટ 10 ઈંચની પીવી સિંધૂને ગેમ દરમિયાન પોતાની હાઈટનો સારો એવો ફાયદો ઉઠાવ્યો હતો. હાલમાં તે બેડમિન્ટનની રેન્કિંગ 10માં છે, પરંતુ ગેમ દરમિયાન રેન્કિંગ નહી પણ સેટ પ્રદર્શન મહત્વનું હોય છે. 21 વર્ષની સિંધૂ 8 વર્ષની ઉંમરથી બેડમિન્ટન રમી રહી છે.

દિલ્હીમાં પીવી સિંધૂની મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ રહ્યાં છે. તે ઉપરાંત ભારત પહેલો ગોલ્ડ મેડલ જીતે તે માટે એકબાજુ ભગવાન સામે પ્રાર્થના અને હવન કરવામાં આવી રહ્યાં છે જ્યારે બીજી બાજુ અલ્લાહ-તઆલા પાસે દુવાઓ માંગવામાં આવી રહી છે
સૌજન્ય : સંદેશ

શુક્રવાર, 19 ઑગસ્ટ, 2016

આજનો દિન19 ઓગષ્ટ

મહત્વની ઘટનાઓ

૧૯૧૯ અફઘાનિસ્તાન યુ.કે.થીસંપૂર્ણ સ્વતંત્ર થયું.
૧૯૬૦ – સ્પુતનિક કાર્યક્રમ: સ્પુતનિક ૫ - સોવિયેત યુનિયને"બેલ્કા" અને "સ્ટ્રેલ્કા" નામક શ્વાનો, ૪૦ ઉંદર (mice), ૨ ઘુસ (rat) અને વિવિધ જાતની વનસ્પતીઓ સાથે ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

વિશ્વ માનવતા દિવસ - સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા.

ગુરુવાર, 18 ઑગસ્ટ, 2016

પી.વી સિંધૂ બેડમિન્ટનની ફાઈનલમાં, ભારતને મળશે વધુ એક મેડલ

પીવી સિંધૂ બેડમિન્ટનની ફાઈનલમાં, ભારતને મળશે વધુ એક મેડલ


ઓલિમ્પિકના 13માં દિવસે બેડમિન્ટનનની સેમી ફાઈનલમાં પીવી સિંધૂએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. પીવી સિંધૂએ તોફાની શરૂઆતકરતાં જાપાનની ઓકુહારાથી આગળ રહી હતી અને પ્રથમ રાઉન્ડ જીતી લીધો હતો. એક સમયે બંનેનો સ્કોર 18-17 થઈ ગયો હતો, જકે ત્યાર બાદ સિંધૂએ વાપસી કરતાં પહેલો રાઉન્ડ પોતાના નામે કરી લીધો હતો. સિંધૂએ સેમીફાઈનલ જીતીને ઈતિહાસ બનાવી દીધો છે. ભારતનો વધુ એક મેડલ પાક્કો થઈ ગયો છે.
બીજા રાઉન્ડમાં શટલરે શાનદાર વાપસી કરી હતી એક સમયે બંનેનો સ્કોર 7-7ની બરાબરી પર હતો. પરંતુ સિંધૂએ તોફાની વાપસી કરી હતી અને કોઈપણ નાજોમી ઓકુહારાને એકપણ તક આપ્યા વગર 21-10થી જીત મેળવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
પીવી સિંધૂએ સતત બે રાઉન્ડ પોતાના નામે કરીને નાજોમી ઓકુહારાને પછાડીને વિરાટ જીત મેળવી હતી. તેની સાથે જ રિયો ઓલિમ્પિકની ફાઈનલમાં પીવી સિંધૂએ પ્રવેશ કરી લીધો હતો. તેની સાથે સાથે ભારતને વધુ એક મેડલ મળવો નક્કી થઈ ગયો છે.

ઓલિમ્પિકમાં હવે બેટમિન્ટન ખેલાડી પીવી સિંધૂએ સિલ્વર મેડલ નક્કી કરી નાંખ્યો છે. સેમિફાઈનલમાં નોજોમી ઓકુહારાને સતત બે સેટોમાં હરાવીને સિલ્વર મેડલ પાક્કો કર્યો છે, તેટલું જ નહી પી વી સિંધૂ બેડમિન્ટનમાં સિલ્વર મેડલ મેળવનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે.
પીવી સિંધૂએ ક્વોટર ફાઈનલમાં વિશ્વની બીજો રેન્ક ધરાવતી ચીનની દિગ્ગજ વાંગ યિહાનને હરાવીને અપસેટ સર્જયો હતો. જ્યારે આજે તેમણે જાપાનની નોજોમી ઓકુહારાને હરાવીને ઈતિહાસ રચી દીધો છે.
પીવી સિંધૂ કાલે ગોલ્ડ મેડલ માટે ફાઈનલમાં સ્પેનની કેરોલિના મેરિન સામે ટકરાશે. આ મુકાબલો ભારતના સમય અનુસાર સાંજે સાતને ત્રીસ કલાકે થશે. સિંધૂ અને ભારતની હવે ગોલ્ડ મેડલ પર નજર રહેશે. સિંધૂએ જે પ્રકારે અપસેટ સર્જીને ઈતિહાસ રચ્યો છે, તે જોતા ભારતને ગોલ્ડની આશા રાખવી ખોટી નથી.

પી.વી. સિન્ધુનો સિલ્વર ફાઈનલ : ગોલ્ડ માટે અંતિમ સંઘર્ષ બાકી

રિયો :
ભારતીય શટલર પી. વી. સિન્ધુએ ગોલ્ડની આશા જીવંત રાખતાં બેડમિન્ટનમાં અત્યંત સુંદર દેખાવ કર્યો હતો. ગુરૂવારે યોજાયેલી વિમેન્સ સેમિફાઈનલમાં સિન્ધુએ ૪૮ મિનિટમાં સીધા બે સેટમાં વિજય મેળવ્યો હતો. પહેલો સેટ બંને ખેલાડીઓ માટે સંઘર્ષપૂર્ણ હતો. ૨૭ મિનિટ ચાલેલા પહેલા સેટમાં સિન્ધુ અને ઓકુહારાએ પોતાનું કૌવત સિદ્ધ કર્યું હતું. બીજી તરફ સિન્ધુ આક્રમક રમતનાં કારણે પહેલો સેટ જીતી ગઈ હતી. બીજા સેટમાં પણ સિન્ધુએ વિજયી શરૂઆત કરી હતી પણ ઓકુહારા તેની સાથે આવી ગઈ હતી. એક સમયે બંન ખેલાડીઓ ૧૦-૧૦થી સાથે હતા. ત્યારબાદ સિન્ધુએ સળંગ ૧૧ પોઈન્ટ સાથે ગેમ પોતાનાં નામે કરી લીધી હતી. આ વિજય સાથે જ સિન્ધુએ ઈતિહાસ રચતાં ભારતને રિયો ઓલિમ્પિકનો પહેલો સિલ્વર મેડલ નિશ્ચિત કરાવ્યો હતો. હવે તે ગોલ્ડ મેડલ માટે મેદાને ઊતરશે.
હરિયાણા સરકાર ૨.૫ કરોડ રોકડ ઈનામ આપશે
હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને રાજ્યપાલ કપ્તાનસિંહ સોલંકીએ રિયો ઓલિમ્પિકમાં દેશ માટે પહેલો મેડલ જીતનારી સાક્ષીને અભિનંદન આપ્યાં હતાં. આ દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે રાજ્ય દ્વારા સાક્ષીને ૨.૫ કરોડની રોકડ રકમ તથા જમીન ઈનામસ્વરૂપે આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારને છ કરોડ, સિલ્વર જીતનારને ચાર કરોડ અને બ્રોન્ઝ જીતનારને અઢી કરોડ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઓલિમ્પિકમાં ભાગ લેનાર દરેક ખેલાડીને રાજ્ય સરકારે ૧૫ લાખ આપવાની જાહેરાત કરી હતી.
રેલવેએ પ્રમોશન આપ્યું
રેલવે દ્વારા પોતાની કર્મચારી અને ભારતીય મહિલા ખેલાડી સાક્ષીને વિજય બદલ અભિનંદન આપવા સાથે તેને પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. રેલવે વિભાગે જણાવ્યું કે, સાક્ષીને ક્લાર્કમાંથી ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર બનાવવામાં આવશે. આ ઉપરાંત તેને રેલવેએ ૫૦ લાખ ઈનામ આપવાની જાહેરાત કરી છે.

સૌજન્ય : સંદેશ


ओलंपिक में पदक जीतने वाली वो 4 भारतीय महिलाएं

ओलंपिक में पदक जीतने वाली वो 4 भारतीय महिलाएं

 click here 


ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં ૩-૦થી શ્રીલંકાની 'ક્લિન સ્વિપ'

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં ૩-૦થી શ્રીલંકાની 'ક્લિન સ્વિપ'

⏩  Click here 


ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત નંબર વન : પાકિસ્તાન બીજા સ્થાને

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત નંબર વન : પાકિસ્તાન બીજા સ્થાને

Click here 


આજનો દિન 18 ઓગષ્ટ

મહત્વની ઘટનાઓ

૧૮૬૮ – ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી'પિયરે જુલ્સ સિઝર જાન્સેને' (Pierre Jules César Janssen)હિલીયમ વાયુની શોધ કરી.
૧૮૭૭– 'અસફ હોલે' (Asaph Hall) મંગળનો ચંદ્ર ફોબોસ શોધ્યો.૧૯૦૩ – કહેવાય છે કે જર્મન ઇજનેર 'કાર્લ જેથો'એ, રાઇટ બંધુઓની પ્રથમ ઉડાનનાં ચાર માસ પહેલાં, પોતાનું સ્વરચિત યંત્રચાલિત ગ્લાઇડર વિમાન ઉડાડ્યું.
૨૦૦૮ – વિરોધપક્ષોનાં દબાણને કારણે, પાકિસ્તાનનાંપ્રમુખ પરવેઝ મુશર્રફે રાજીનામું આપ્યું.

જન્મ

૧૯૫૬ – સંદીપ પાટીલ, ભારતીય ક્રિકેટર
૧૯૬૭ – દલેર મહેંદી, ભારતીય ભાંગડા/પોપ ગાયક
૧૯૮૦ – પ્રીતી જાંગિયાની, ભારતીય અભિનેત્રી

અવસાન

૧૯૯૮ – પર્સિસ ખંભાતા, ભારતીય અભિનેત્રી (જ. ૧૯૫૦)

રિયો ઓલિમ્પિક્સઃ મહિલા પહેલવાન સાક્ષી મલિકે કાંસ્ય ચંદ્રક જીત્યો; મેડલ યાદીમાં ભારતનું ખાતું ખૂલ્યું

રિયો ડી જેનેરો - અહીં રમાતી ઓલિમ્પિક ગેમ્સમાં આજે મહિલાઓની ફ્રીસ્ટાઈલ કુસ્તીમાં હરિયાણાના રોહતકની સાક્ષી મલિકે ભારતને કાંસ્ય ચંદ્રક અપાવ્યો છે. આ સાથે રિયો ઓલિમ્પિક્સમાં મેડલ્સની યાદીમાં છેક 12મા દિવસે ભારતનું ખાતું ખૂલ્યું છે.

23 વર્ષીય સાક્ષી મલિકે 58 કિ.ગ્રા. વર્ગમાં કાંસ્ય ચંદ્રક મુકાબલામાં કિર્ગિસ્તાનની ઐસૂલૂ તાઈબેકોવાને 8-5થી હરાવી દીધી હતી. ઓલિમ્પિક્સમાં મહિલાઓની કુસ્તીમાં ભારતે આ પહેલી જ વાર ચંદ્રક મેળવ્યો છે.

ઓલિમ્પિક્સમાં ભારતનો આ 25મો ચંદ્રક છે. રિયો ઓલિમ્પિક્સમાં મેડલ્સ યાદીમાં ખાતું ખોલાવનાર ભારત 70મો દેશ છે.

રિયો ઓલિમ્પિક્સમાં મેડલોની યાદીમાં ખાતું ખોલાવનાર ભારત પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ બન્યો છે.

ઓલિમ્પિક્સમાં ભારતને વ્યક્તિગત ચંદ્રક અપાવનાર સાક્ષી મલિક માત્ર ચોથી મહિલા અને ચોથી પહેલવાન છે.

અન્ય ત્રણ ખેલાડી છે - કર્ણમ મલ્લેશ્વરી -વેઈટલિફ્ટિંગ, 2000 સિડની ઓલિમ્પિક્સ, (કાંસ્ય), સાઈના નેહવાલ - બેડમિન્ટન, 2012 લંડન ઓલિમ્પિક્સ (કાંસ્ય), એમ.સી. મેરી કોમ - બોક્સિંગ, 2012 લંડન ઓલિમ્પિક્સ (કાંસ્ય).

ભારતને ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક અપાવનાર અન્ય ત્રણ પહેલવાન છે - કર્ણમ મલ્લેશ્વરી, સુશીલ કુમાર (કુસ્તી) અને યોગેશ્વર દત્ત (કુસ્તી).

સાક્ષીએ સાત કલાકમાં પાંચ કુસ્તી ખેલીને ચાર જીતીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. એણે

પાંચમાંની ચાર કુસ્તી છેલ્લી 10 સેકંડમાં જ જીતી હતી.

સાક્ષી મલિક રીપચેજ રાઉન્ડમાં મોંગોલિયાની ઓર્ખોનને 12-3થી હરાવી હતી.

સાક્ષી મલિકની કાંસ્યચંદ્રક જીતને વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને બિરદાવી.

સાક્ષી એ પહેલાં ક્વોર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યા બાદ ત્યાં રશિયાની પહેલવાન વેલેરિયા કોબ્લોવા સામે 2-9 સ્કોરથી હારી ગઈ હતી. એ સ્પર્ધામાંથી સાવ આઉટ થઈ હોતી. કારણ કે, કોબ્લોવાએ ફાઈનલમાં પ્રવેશ કર્યો હોવાથી સાક્ષી રીપચેજ રાઉન્ડમાં ગઈ હતી જ્યાં એને કાંસ્ય ચંદ્રક માટેનો મુકાબલો લડવાની તક મળી હતી.

ફાઈનલમાં પહોંચેલા પહેલવાનો સામે હારેલા ખેલાડીઓ રીપચેજ રાઉન્ડમાં આપસમાં લડી શકે છે. એ માટે કાંસ્ય ચંદ્રક અપાય છે.

સાક્ષીએ કાંસ્ય જીતવા બે રીપચેજ મુકાબલા જીતવાના હતા. ત્યારબાદ જ મેડલનો નિર્ણય આવનાર હતો.

સાક્ષી રેપીચેજ રાઉન્ડના પહેલા મુકાબલામાં ગઈ કાલે રાતે 1.00 વાગ્યે કુસ્તી લડી હતી. એ જીત્યા બાદ બીજો, કાંસ્ય ચંદ્રક મુકાબલો રાતે 2.15 વાગ્યે લડી હતી.

એ પહેલાં, સાક્ષીએ પ્રી-ક્વોર્ટર ફાઈનલમાં મોલ્ડોવાની મરિયાના ચેર્ડિવારા ઉપર ટેક્નિકલ જીત મેળવી હતી. ત્રણ રાઉન્ડને અંતે સ્કોર 5-5થી સમાન હતો, પણ સાક્ષીએ એણે બીજા રાઉન્ડમાં આક્રમક કુસ્તી કરતાં એને ટેકનિકલી એને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

સાક્ષીએ એ પહેલાંના મુકાબલામાં સ્વીડનની પહેલવાનને પછાડીને પ્રી-ક્વોર્ટરમાં પ્રવેશ કર્યો હતો.
સૌજન્ય : ચિત્રલેખા

પંજાબ સહિત ત્રણ રાજ્યને મળ્યા નવા રાજ્યપાલ, નજમા બન્યા મણિપુરના ગવર્નર

મણિપુર, પંજાબ અને આસામને નવા રાજ્યપાલ મળ્યાં છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ ત્રણેય રાજ્યોમાં નવા રાજ્યપાલો અને એક ઉપ રાજ્યપાલના નામની જાહેરાત કરી છે.

નજમા હેપતુલ્લાને મણિપુર, વી.પી.સિંહ બડનોરને પંજાબ અને બનવારીલાલ પુરોહિતને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે ભાજપના નેતા જગદીશ મુખીને કેન્દ્રશાસિત અંડમાન અન નિકોબારના ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે.

આ પહેલા નજમા હેપતુલ્લા કેન્દ્ર સરકારમા અલ્પસંખ્યક પ્રધાન હતા. નઝમા હેપતુલ્લા મણિપુરના 18મા રાજ્યપાલ બન્યા છે. મહત્વનું છે કે, 75 વર્ષથી વધુ વયના નજમા હેપતુલ્લાને 12 જુલાઇ 2016ના રોજ મંત્રી મંડળમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.

તેમની જગ્યાએ અબ્બાસ નકવીને અલ્પસંખ્યક પ્રધાન બનાવાયા હતા. આ પહેલા તેઓ આ વિભાગમાં રાજ્ય પ્રધાન હતા.

મંગળવાર, 16 ઑગસ્ટ, 2016

આજનો દિન 16 ઓગષ્ટ

મહત્વની ઘટનાઓ

૧૯૭૭ – "રોક એન્ડ રોલ" સંગીતનો સમ્રાટ ગણાતો એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), ૪૨ વર્ષની ઉમરે, તેમનાં 'ગ્રેસલેન્ડ' ખાતેનાં નિવાસસ્થાને, વધુ પડતી દવાઓનાં સેવનને કારણે અવસાન પામ્યો.

જન્મ

૧૯૭૦ – સૈફ અલી ખાન, ભારતીય અભિનેતા

અવસાન

૧૮૮૬ – રામકૃષ્ણ પરમહંસ,સ્વામી વિવેકાનંદનાં ગુરૂ (જ. ૧૮૩૬)
૧૯૬૧ – મૌલવી અબ્દુલ હક્ક, ભારતીય શિક્ષણશાસ્ત્રી અને ભાષાવિદ, જે આધુનીક ઉર્દુ ભાષાનાં પિતા તરીકે ઓળખાય છે. (જ. ૧૮૭૦)
૧૯૭૭ – એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), અમેરિકન ગાયક અને સંગીતકાર (જ.૧૯૩૫)
૧૯૯૭ – નૂસરત ફતેહ અલી ખાનપાકિસ્તાની સંગીતકાર અને ગાયક (જ. ૧૯૪૮)


આજનો દિન 15 ઓગષ્ટ

મહત્વની ઘટનાઓ

૧૫૧૯ – પનામા, પનામા શહેરનો પાયો નંખાયો.
૧૯૧૪ – પનામા નહેર આવાગમન માટે ખુલ્લી મુકાઇ, 'એન્કોન' નામક પ્રથમ માલવાહક જહાજ નહેરમાંથી પસાર થયું.
૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ:જાપાન પરનો વિજયદિન – જાપાને શરણાગતી સ્વિકારી.
૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ: કોરિયા મૂક્તિ દિવસ.
૧૯૪૭ – ભારત રાષ્ટ્રકુળનાં દેશો સમેત,યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયું.
૧૯૪૭ – પાકિસ્તાનનાં સ્થાપક,મહમદ અલી ઝીણાકરાંચીમાં, પાકિસ્તાનનાં પ્રથમ 'ગવર્નર જનરલ' પદે આરૂઢ થયા.
૧૯૫૦ – ભારતનાં આંધ્ર પ્રદેશમાં શ્રીકાકુલમ જિલ્લાનીરચના કરાઇ.
૧૯૭૫ – બાંગ્લાદેશમાં સેનાએ બળવો કર્યો, શેખ મુજીબુર રહેમાનઅને તેમનાં કુટુંબની હત્યા કરાઇ, એકમાત્ર તેમનાં પુત્રી "હસીના વાજિદ" બચી ગયા.

જન્મ

૧૮૭૨ – શ્રી અરવિંદ (શ્રી ઔરબિન્દો),ભારતીય લેખક અને તત્વચિંતક (d. ૧૯૫૦)
૧૯૭૫ – વિજય ભારદ્વાજ, ભારતીય ક્રિકેટર

અવસાન

૧૯૪૨ - મહાદેવભાઈ દેસાઈ,મહાત્મા ગાંધીના અંગત મદદનીશ. (જ.૧૮૯૨)
૨૦૦૪ – અમરસિંહ ચૌધરી, ભારતીય રાજકારણી, ગુજરાતના ભુ.પૂ.મુખ્યમંત્રી (જ. ૧૯૪૧)

તહેવારો અને ઉજવણીઓ

ભારતસ્વતંત્રતા દિન



સોમવાર, 15 ઑગસ્ટ, 2016

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે 

 











જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

-આદિલ મનસુરી


નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી

નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી


સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.
મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ધર સુધી.
શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.
આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.
મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.
મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.
‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

-’બેફામ’

શાંત ઝરુખે વાટ નિરતી રૂપની રાણી જોઇ હતી

શાંત ઝરુખે વાટ નિરતી રૂપની રાણી જોઇ હતી


શાંત ઝરુખે વાટ નિરતી રૂપની રાણી જોઇ હતી,
મે એક શહેજાદી જોઇ હતી.
એના હાથની મ્હેંદી હસતી’તી,
એના આંખનુ કાજલ હસતું’તું,
એક નાનું અમથું ઉપવન જાણે
મોસમ જોઈ વિકસતું’તું.
એના સ્મિતમાં સો સો ગીત હતાં
એની ચુપકીદી સંગીત હતી;
એને પડછાયા ની હતી લગન
એને પગરવ સાથે પ્રીત હતી.
એણે યાદના અસોપલવથી
એક સ્વપન-મહેલ શણગાર્યો’તો;
જરા નજર ને નીચી રાખને
એણે સમયને રોકી રાખ્યો’તો.
એ મોજાં જેમ ઉછળતી’તી,
ને પવનની જેમ લહેરાતી’તી,
કોઈ હસીને સામે આવે તો
બહુ પ્યારભયુઁ શરમાતી’તી.
એને યૌવનની આશીષ હતી
એને સર્વ બલાઓ દૂર હતી;
એનાં પ્રેમમાં ભાગીદાર થવા
ખુદ કુદરત પણ આતૂર હતી.
વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરુખો જોયો છે
ત્યાં ગીત નથી-સંગીત નથી-ત્યાં પગરવ સાથે પ્રીત નથી,
ત્યાં સ્વપ્નાંઓનાં મહેલ નથી ને ઊમિઁઓના ખેલ નથી,
બહુ સુનું સુનું લાગે છે,
બહુ વસમું વસમું લાગે છે,
એ નો’તી મારી પ્રેમિકા કે નો’તી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરુખે વાટ નીરખતી જોઇ હતી,
કોણ હતી એ નામ હતુંશું? એ પણ હું ક્યાં જાણું છું,
તેમ છતાંયે દિલને આજે વસમું વસમું લાગે છે,
બહુ સૂનું સૂનું લાગે છે
લાગે છે એવું કે જાણે
હું પોતે લૂંટાઈ ગયો
ખુદ મારું ઘર બરબાદ થયું.

-‘સૈફ’ પાલનપુરી

શનિવાર, 13 ઑગસ્ટ, 2016

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

માધવ ક્યાંય નથી મધુવનમાં

માધવ ક્યાંય નથી મધુવનમાં

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કાલિન્દીનાં જલ પર ઝૂકી
પૂછે કદંબડાળી,
યાદ તને બેસી અહીં વેણુ
વાતા’તા વનમાળી ?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કોઇ ન માગે દાણ
કોઇની આણ ન વાટે ફરતી,
હવે કોઇ લજ્જાથી હસતાં
રાવ કદી ક્યાં કરતી !
નંદ કહે જશુમતીને, માતા લાલ ઝરે લોચનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.
શિર પર ગોરસમટુકી
મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો,
ગયાં ભાગ્ય મુજ ફૂટી ;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

-હરીન્દ્ર દવે

જનનીની જોડ સખી નહી જડે રે લોલ.

જનનીની જોડ સખી નહી જડે રે લોલ.


મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે
જનનીની….
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે
જનનીની…..
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે
જનનીની…
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ રે
જનનીની…
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે
જનનીની…
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે
જનનીની…
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લ્હાણ રે
જનનીની…
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે
જનનીની…
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે
જનનીની…
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે
જનનીની…
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.

– દામોદર બોટાદકર

દરિયા ના મોજા કઈ રેતી ને પૂછે તને ભીજાવુ ગમશે કે કેમ

દરિયા ના મોજા કઈ રેતી ને પૂછે તને ભીજાવુ ગમશે કે કેમ

દરિયા ના મોજા કઈ રેતી ને પૂછે તને ભીજાવુ ગમશે કે કેમ
એમ પુછી ને થાય નહિ પ્રેમ
ચાહવા ને ચૂમવા મા ઘટ્ના નો ભેદ નથી
એક નો પર્યાય થાય બીજુ
આન્ખોનો આવકરો વાન્ચી લેવાનો
ભલે હોઠોથી બોલે કે ખીજુ
ચાહે તે નામ એને દઈ દો તમે રે ભાઈ
અન્તે તો હેમ નુ હેમ,
એમ પુછી ને થાય નહિ પ્રેમ
ડગલે ને પગલે જો પુછ્યા કરો તો પછી
કાયમ ન રહેશો પ્રવાસી
મન મુકી મોરશો તો મળશે મુકામ
એનુ સરનામુ સામી અગાશી
મનગમતો મોગરો મળશે વટાવશો
વાન્ધાની વાડ જેમ જેમ!
એમ પુછી ને થાય નહિ પ્રેમ!!

-તુશાર શુક્લ

આંખો મા બેઠેલા ચાતક કહે છે મારુ ચોમાસુ ક્યાક આસ્પાસ છે

આંખો મા બેઠેલા ચાતક કહે છે મારુ ચોમાસુ ક્યાક આસ્પાસ છે

આન્ખો મા બેઠેલા ચાતક કહે છે મારુ ચોમાસુ ક્યાક આસ્પાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનૂ કોઈ કારણ પૂછે તો કહૂ ખાસ છે.
કોરી કુન્વારી આ હાથની હથેળી મા માટી ની ગન્ધ રહી જાગી
તરસ્યા આ હોવાના કોરા આકાશ મા આશાઢી સાન્જ એક માન્ગી
વરસાદી વાર્તાઓ વાન્ચી વાન્ચી ને હવે ભીજાવુ એ તો આભાસ છે.
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનૂ કોઈ કારણ પૂછે તો કહૂ ખાસ છે.
કોરપની વેદના તો કેમેય સેહવાય નહી રુવે રુવેથી મને વાગે
પેહલા વરસાદ તનુ મધમીઠુ સોડ્લૂ રહી રહી ને મારામા જાગે
નસનસ આ ફાટીને વહેવા ચહે છે આ તો કેવો આશાઢી ઉલ્લાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનૂ કોઈ કારણ પૂછે તો કહૂ ખાસ છે.
આન્ખો મા બેઠેલા ચાતક કહે છે મારુ ચોમાસુ ક્યાક આસ્પાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનૂ કોઈ કારણ પૂછે તો કહૂ ખાસ છે.

-તુશાર શુક્લ


મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.
ટળવળે તરશર્યાં તારાં જે વાદળી વેરણ બને.
તે જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે.
ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર
ને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે.
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના:
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.
કામધેનુને જડે ના એક સૂકું તણખલું
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.
છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ?
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.

– કરસનદાસ માણેક


ભોમિયા વિના મારે

ભોમિયા વિના મારે

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજની જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

– ઉમાશંકર જોષી
(૨૧/૦૭/૧૯૧૧ – ૧૯/૧૨/૧૯૮૮)

આપનું મુખ જોઇ મનમાં થાય છે

આપનું મુખ જોઇ મનમાં થાય છે

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.
જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.
આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?
આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?
લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?
દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

– ‘આદિલ’ મન્સૂરી


દિલ મા કોઇની યાદ ના

દિલ મા કોઇની યાદ ના

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.
એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.
ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.
વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.

-‘આદિલ’

નદીની રેતમાં..

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે

– ‘આદિલ’ મન્સૂરી

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.
વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.
જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.
રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.
ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો
છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.
‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.

– આદિલ મન્સૂરી